માતા દુર્ગાને છે આ રાશિઓ પ્રિય, જોઇ લો તમારી રાશિ પણ છે ને!
દેશભરમાં 3જી ઓક્ટોબર 2024થી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. આ સમયે ઘર ઘરમાં માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સમયગાળામાં બધા જ લોકો પૂજા કરીને માતાને પ્રસન્ન કરે છે. આ સમયગાળો આદિશક્તિ દેવી દુર્ગાની ઉપાસનાને સમર્પિત છે. એમ કહેવાય છે કે નવરાત્રી પર્વ દરમિયાન માતા પૃથ્વી પર રહે છે. દેવી દુર્ગાને ‘શક્તિસ્વરૂપ’ માનીને તેમની પૂજા કરવામાં આવે છે. દુર્ગા માતાની પૂજા કરવાથી ભક્તોના દુઃખ અને પરેશાની દૂર થાય છે. જ્યોત્ષશાસ્ત્ર મુજબ કેટલીક રાશિઓ દુર્ગા માતાને ઘણી પ્રિય છે, તેથી આ રાશિના લોકો પર માતારાણીની કૃપા હંમેશા બની રહે છે. ચાલો આપણે જાણીએ.
જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર વૃષભ રાશિના દેવતા દેવી દુર્ગા છે. તેથી, વૃષભ રાશિ પર પણ માતાના વિશેષ આશીર્વાદ હોય છે. નવરાત્રિ દરમિયાન વૃષભ રાશિના લોકોએ વિધિ-વિધાન પ્રમાણે પૂજા કરવાથી માતા તેમના પર પ્રસન્ન રહે છે.
દુર્ગા માતાનું વાહન સિંહ છે. માતા સિંહ પર સવાર થઇને આવે છે. તેથી જ તેમને સિંહવાહિની કહે છે. સિંહ રાશિના લોકો પર માતા દુર્ગાની કૃપા હંમેશા રહે છે. તેમની કરિયરમાં પ્રગતિ થાય છે. આ રાશિના લોકોએ નવરાત્રી દરમિયાન આદિશક્તિના નવ સ્વરૂપોની પૂજા કરવી જોઇએ.
તુલાઃ જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા મુજબ તુલા રાશિના આરાધ્ય દેવ શુક્ર ગ્રહ અને દેવી દુર્ગા છે. તેથી આ રાશિના લોકોએ નવરાત્રી દરમિયાન માતાની પૂજા અને સ્તોત્રો અને મંત્રોનો જાપ કરવા જોઇએ.