શનિના નક્ષત્ર પરિવર્તનને કારણે આ રાશિઓ રહે સાવધાન, નહીં તો……
કુંભ રાશિમાં સ્થિત શનિદેવ 06 એપ્રિલ, 2024થી ગુરુના નક્ષત્ર પૂર્વા ભાદ્રપદમાં બીજા સ્થાનમાં ગોચર કરી ગયા છે. 18 ઓગસ્ટના રોજ શનિ રાત્રે 10:03 કલાકે શનિદેવ આ નક્ષત્રના પ્રથમ સ્થાનમાં પ્રવેશ કરશે અને 2 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. મિથુન, કુંભ અને તુલા રાશિ માટે તો આ સમય ફાયદાકારક છે જ, પરંતુ કેટલીક રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.
મેષઃ શનિદેવના નક્ષત્રની સ્થિતિમાં ફેરફાર નોકરી અને કારકિર્દીના ક્ષેત્રમાં તમારા માટે પડકારો ઉભી કરી શકે છે. આ પરિવર્તનના કારણે તમારે નાણાકીય પડકારોનો પણ સામનો કરવો પડી શકે છે. લોન લેતી વખતે અથવા કોઈપણ પ્રકારનો વ્યવહાર કરતી વખતે સાવધાનીપૂર્વક કામ કરો. સ્વાસ્થ્ય અને સંબંધો અંગે પણ સાવધાન રહો. શનિનું સંક્રમણ ચાલુ રહે ત્યાં સુધી હનુમાન ચાલીસાનો જાપ કરો.
કર્કઃ તમારી રાશિમાં શનિની હાજરીની અસર પહેલાથી જ નકારાત્મક રહી છે. શનિના નક્ષત્રમાં ફેરફાર આર્થિક નુકસાનનો સંકેત આપી રહ્યો છે. પરિવારમાં તમારે ધીરજ રાખવી જોઈએ, ઘરેલું વિખવાદ થઈ શકે છે. કોર્ટ કે વાદ-વિવાદના મામલાઓમાં ઉતાવળ ન કરવી અને સાવધાનીથી કામ લેવું. ઉપાય તરીકે હનુમાનજીને તેલ ચઢાવો.
આ પણ વાંચો :આવતીકાલે થશે ગ્રહોની મહત્વની હિલચાલ, આ પાંચ રાશિના જાતકો બનશે માલામાલ…
મીનઃ તમારી રાશિ પર શનિની સાડાસાતીને કારણે તમારે પણ ભોગવવાનું આવશે. નક્ષત્રમાં ફેરફારને કારણે તમને નુકસાન થઈ શકે છે. આ નક્ષત્ર પરિવર્તન તમારી નોકરી માટે શુભ ન ગણી શકાય. વેપારમાં નુકસાન થઈ શકે છે. આનાથી પરિવારમાં દલીલો પણ થઈ શકે છે. હાલના સમયે તમે ધીરજથી કામ લેશો તો સારું રહેશે. તમારે ગુરુના ઉપાયોનો ઉપયોગ કરવો જોઈએ