ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

શનિ થયા અસ્ત, ત્રણ રાશિના લોકો માટે શરૂ થયો Good Time તો આ રાશિના લોકો માટે Bad Timeની શરૂઆત…

જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની એક આગવી વિશેષતા જણાવવામાં આવી છે અને એ પ્રમાણે જ એ ગ્રહ જાતકોને ફળ પણ આપે છે. જે રીતે ગ્રહોના રાજા તરીકે સૂર્યને તો બુધને ગ્રહોના રાજકુમાર તરીકે ઓળખવામાં આવે છે જ્યારે ગ્રહોના સેનાપતિનું સ્થાન આપવામાં આવ્યું છે લાલ ગ્રહ તરીકે ઓળખાતા મંગળને. આ તમામ ગ્રહો એક નિશ્ચિત સમય પર ગોચર કરે છે, રાશિ પરિવર્તન કરે છે અને એની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળે છે. આજે આપણે અહીં વાત કરવાના છીએ ન્યાયના દેવતા શનિ દેવના અસ્ત થવાને કારણે રાશિના જાતકો પર જોવા મળનારી અસર વિશે. વાત જાણે એમ છે કે ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિ ગઈકાલે પોતાની જ રાશિમાં અસ્ત થયા છે અને 18મી માર્ચ સુધી તેઓ આ જ રાશિમાં અસ્ત રહેશે. શનિની આ અસ્ત અવસ્થા કેટલીક રાશિઓને શુભ પરિણામ આપી રહી છે તો કેટલીક રાશિઓને અશુભ ફળ આપી રહી છે. ચાલો જોઈએ કઈ રાશિને શનિદેવ અસ્ત થઈને પણ મસ્ત લાઈફ આપી રહ્યા છે અને કઈ રાશિના જાતકોની લાઈફ તેઓ અસ્ત થઈને અસ્ત વ્યસ્ત કરી નાખશે…

સૌથી પહેલા વાત કરીએ એવી રાશિ વિશે કે જેમના માટે શનિ અસ્ત થઈને પણ શુભ સમાચાર લઈને આવી રહ્યા છે-

મેષ રાશિના લોકો માટે શનિનું અસ્ત અવસ્થા શુભ પરિણામ લઈને આવી રહી છે. આ સમયગાળા દરમિયાન આ રાશિના લોકો પર શનિ દેવની ખાસ કૃપા જોવા મળશે. વેપાર કરી રહેલા આ રાશિના જાતકોને પણ શનિની અસ્ત અવસ્થાનો લાભ થઈ રહ્યો છે. નોકરી કરી રહેલા લોકોના કામથી ઉપરી અધિકારી અને બોસ ખુશ થશે. નવી નોકરીની ઓફર આવી શકે છે. પ્રગતિના દ્વાર ખૂલી રહ્યાં છે. આ રાશિના લોકો જે પણ કામ હાથમાં લેશે એમાં એને સફળતા મળી રહી છે. સમાજસેવા સાથે સંકળાયેલા લોકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

શનિનું અસ્ત થવું મિથુન રાશિના જાતકો માટે પણ શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. પાર્ટનરશિપમાં કામ કરી રહેલા લોકોને આ સમયગાળામાં લાભ થઈ રહ્યો છે. લગ્નજીવનમાં ખુશહાલીનું આગમન થઈ રહ્યું છે. અપરિણીત લોકોને લગ્નના સારા પ્રસ્તાવ મળી શકે છે. લાંબા સમયથી અટકી પડેલું કોઈ કામ પૂરું થઈ શકે છે. સરકારી કામકાજમાં પણ પૂરેપૂરો લાભ થતો જણાઈ રહ્યો છે. શનિ દેવ આ રાશિના વેપાર કરી રહેલા લોકોને પણ લાભ કરાવી રહ્યા છે.

તુલા રાશિના લોકો માટે શનિનું અસ્ત થવુ જીવન કંઈક મસ્ત થવાનું કારણ બની રહ્યું છે. જો તમે લાંબા સમયથી વાહન કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમારી આ ઈચ્છા પૂરી થઈ રહી છે. આ રાશિના જાતકોના જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ રહી છે. નોકરીમાં પ્રમોશન મળી રહ્યું છે. પૈતૃક સંપત્તિથી પણ લાભ મળવાની શક્યતા છે. સામાજિક ક્ષેત્રે તમારુ માન-સન્માન વધશે. કામના સ્થળે બોસ અને સહકર્મચારીઓનો સાથ સહકાર મળી રહ્યો છે.

હવે વાત કરીએ કઈ રાશિઓના લોકોનું જીવન શનિ અસ્ત થઈને અસ્તવ્યસ્ત કરી રહ્યા છે એની…

સૌથી પહેલા આવે છે કર્ક રાશિ. શનિની અસ્ત અવસ્થાનું સૌથી વધુ નકારાત્મક પરિણામ કર્ક રાશિના લોકોએ ભોગવવું પડશે. કર્ક રાશિના લોકો હાલમાં શનિની ઢૈય્યાથી પરેશાન છે અને એને કારણે શનિની અસ્ત અવસ્થા આ રાશિના લોકોની પરેશાનીઓમાં વૃદ્ધિ કરી રહી છે. શનિના અસ્ત થવાને કારણે આ રાશિના લોકોના જીવનમાં મુશ્કેલીઓ વધી રહી છે. શનિ આ રાશિના લોકોને માનસિક, શારીરિક અને આર્થિક એમ ત્રણેય રીતે પાયમાલ કરશે.

શનિના અસ્ત થવાને કારણે મકર રાશિના જાતકોની મુશ્કેલીઓ વધવા જઈ રહી છે. હજી પણ આ રાશિના લોકો પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આવી પરિસ્થિતિમાં શનિના અસ્ત થવાને કારણે આ રાશિના લોકોને ભારે કષ્ટનો સામનો કરવો પડશે. આ સિવાય મકર રાશિના લોકોને શનિ કરિયરના મામલે પણ ખૂબ જ પરેશાન કરવા જઈ રહ્યા છે. પ્રગતિમાં માર્ગમાં સેંકડો અવરોધ આવતા જણાઈ રહ્યા છે. કાર્યક્ષમતા પર પણ નકારાત્મક અસર જોવા મળી શકે છે. આરોગ્યના મામલે પણ પરેશાનીઓ વધી રહી છે.

કુંભ રાશિના જાતકો પર પણ હાલમાં શનિની સાડાસાતી ચાલી રહી છે અને એવામાં શનિ અસ્ત થઈને કુંભ રાશિના જાતકોની મુશ્કેલી વધારવાનું કામ કરી રહ્યા છે. કોઈ મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જીવનમાં ઘણા પ્રકારના ઉતાર-ચઢાવ આવી શકે છે. પાર્ટનરની સાથે સંબંધમાં અંતર આવી શકે છે. શનિના દુષ્પ્રભાવના કારણે કુંભ રાશિના લોકો કોઈ મોટી બીમારીનો ભોગ બની શકે છે. આ રાશિના દરેક કામ અડચણો અને અવરોધો આવી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button