સફળા એકાદશી; ભગવાન વિષ્ણુને ધરજો આ ભોગ, ઘરમાં નહિ ખૂટે અન્નધન

સનાતન ધર્મમાં દરેક માસની શુક્લ અને કૃષ્ણ પક્ષની એકાદશીની તિથીનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ દિવસ ભગવાન વિષ્ણુની પૂજા માટે સમર્પિત માનવામાં આવે છે. આપણાં શાસ્ત્રોમાં પણ એકાદશી તિથિનો વિશેષ ઉલ્લેખ છે. વર્ષ દરમિયાન 24 એકાદશીની તિથી આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. આ દિવસે દાન પુણ્ય કે અન્નદાન કરવાથી ઘરમાં ક્યારેય અન્નધનની ખોટ ક્યારેય નથી આવતી. માગસર મહિનાની કૃષ્ણ એકાદશીને સફળા એકાદશી કહેવામાં આવે છે.
માગસર મહિનાની સફળા એકાદશી
વિક્રમ સંવંત અનુસાર, માગસર મહિનાની કૃષ્ણ પક્ષની એકાદશીને સફળા એકાદશી કહેવામાં આવે છે. આ વર્ષે સફળા એકાદશીની શરૂઆત 25 ડિસેમ્બરની રાત્રે 10:29 વાગ્યે પ્રારંભ થશે અને આ એકાદશીની તિથિ 27 ડિસેમ્બરના વહેલી સવારે 12:43 વાગ્યે સમાપ્ત થશે. આથી સફળા એકાદશીનું વ્રત 26મી ડિસેમ્બરનાં રોજ રાખવામાં આવશે. માગસર મહિનાની એકાદશી એટલે કે સફળા એકાદશી વર્ષ 2024ની છેલ્લી એકાદશી હશે.
ક્યારે છે વ્રત?
સફલા એકાદશીનું વ્રત 27મી ડિસેમ્બરે સવારે 7.12 થી 9.16 દરમિયાન રાખી શકાય છે. દ્વાદશી તિથિ 28 ડિસેમ્બરે સવારે 2.26 કલાકે સમાપ્ત થશે.
સફળા એકાદશીનું મહત્વ
સફલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાની પરંપરા છે. સફળા એકાદશીનું વ્રત કરવાથી દરેક કાર્યોમાં સફળતા મળે છે, દીર્ઘાયુનું વરદાન પ્રાપ્ત થાય છે, આવક અને સુખ-સમૃદ્ધિ વધે છે અને સાચા મનથી પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ વ્રતથી જીવનના રહેલા દુ:ખ અને મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સફળા એકાદશીનું વ્રત કરવાથી પિતૃ મોક્ષને પામે છે. સફલા એકાદશીના દિવસે દાન કરવાથી આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે.
તુલસી પૂજાનું છે મહત્વ
સફળા એકાદશી પર તુલસીનાં છોડ રોપવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે તુલસીને રોપવાથી ધન અને સમૃદ્ધિ વધે છે. ઘરની ઉત્તર, પૂર્વ કે ઉત્તર-પૂર્વ દિશામાં તુલસીનો છોડ રોપવો જોઇએ. સફળા એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવવી જોઇએ. ખીરમાં તુલસીના પાન અવશ્ય રાખો. તુલસીને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.
આ ભોગ અર્પણ કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પસંદ છે, તેથી સફળા એકાદશીના દિવસે તેમને કેળા અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે કેળા અર્પણ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને ઉપવાસ કરવાથી બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે.