100 વર્ષ બાદ બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકો માટે રહેશે Goody Goody…

હિંદુ પંચાગમાં આપવામાં આવેલી માહિતી અનુસાર જેઠ મહિનાની કૃષ્ણ પક્ષની દશમીને ગંગા દશહરા તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે ગંગા દશહરા રવિવારે 16મી જૂનના આવી રહી છે અને આ દિવસને ગંગાવતરણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ગંગા દશહરનો તહેવાર દેવી ગંગાને સમર્પિત રહે છે અને એવી માન્યતા છે કે આ દિવસે જ માતા ગંગા ભગવાન શિવજીની જટ્ટામાંથ નીકળીને ધરતી પર અવતરી હતી. આ વખતનો ગંગા દશહરાનો તહેવાર ખૂબ જ ખાસ છે, કારણ કે આ જ ગિવસે હસ્ત નક્ષત્ર, સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને રવિ યોગનો સંયોગ બની રહ્યો છે.
મુંબઈના જ એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ સંયોગ ગંગા દશહરા પરા 100 વર્ષ બનવા જઈ રહ્યો છે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે, આવો જોઈએ કઈ છે આ રાશિઓ-

ગંગા દશહરા પર બની રહેલા આ યોગ મેષ રાશિના જાતકો માટે ખૂબ જ સારો સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકો પર ગંગાની કૃપા વરસતા આર્થિક સ્થિતિ સારી રહેશે. વેપારમાં પણ આ રાશિના જાતકોને સારો એવો લાભ થઈ રહ્યો છે.

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ખુશીઓ લઈને આવશે. આર્થિક લાભ તો થશે, પણ વેપારમાં પણ સારો એવો નફો થઈ રહ્યો છે. ધનલાભ થશે. પાર્ટનરશિપમાં કરેલાં કોઈ કામને કારણે આ સમયગાળા દરમિયાન મિથુન રાશિના જાતકોને ફાયદો થઈ રહ્યો છે.

કુંભ રાશિના જાતકોના પણ સારા દિવસો શરૂ થઈ રહ્યા છે. નોકરી કરી રહેલાં લોકોનું પ્રમોશન અને પગારમાં વધારો થશે. વેપારમાં પણ લાભ થઈ રહ્યો છે. પરિવારનો માહોલ સારો રહેશે. મા ગંગાની કૃપાથી સ્વાસ્થ્ય પણ સારું રહેશે.