ધર્મતેજ

રામ રામનામના બે અક્ષરો છે તે શ્રાવણ અને ભાદરવો મહિના છે, એના દ્વારા સુસેવક સંપન્ન બને છે

માનસ મંથન -મોરારિબાપુ

સેવકના ઘણા પ્રકાર, સાત્ત્વિક, રાજસી, તામસી. ઘણા માણસો સેવા બહુ કરે, પણ એમની સેવા તામસી પ્રકારની હોય છે. સેવા તો એટલી કરે કે ન પૂછો વાત. પણ એનું ધાર્યું જરાક ન થાય, એટલે એનો તમોગુણ પ્રગટ થાય. એની સેવાનો આખો અભિગમ તામસી છે. તામસી સેવા અશાંતિ આપશે, સંતાપ આપશે. હું જોયા જ કરું છું, કેટલી સેવા લોકો કરે છે ? પણ તામસતા એની સેવાના રૂપને કુરૂપ કરે છે.

ઘણાની સેવા રાજસી, કરે છે ખૂબ, પણ એ સેવાના બદલામાં એને પ્રતિષ્ઠા મળવી જોઈએ, એ રજોગુણી વૃત્તિ છે. કોઈ બે જણા બોલે, પછી ભલે ના પાડે કે નહિ નહિ, આપણે તો નિમિત્ત છીએ, પણ એક-બે યે બોલવું જોઈએ. મોઢે તો એમ કહે કે કંઈ નથી આપણે, પણ અંદર તો એમ થતું હોય કે કોઈ બે બોલ બોલે. આપણે કોઈને કહીએ કે તમે તો કેવું કામ કરો છો ? હદ કરી, હદ એટલે હદ કરી. તમે તો ખૂબ જ કામ કરો છો. એટલે કહેશે કે આપણે તો કંઈ નથી, હવે રહેવા દોને ભાઈ, હરિએ આપણને નિમિત્ત બનાવ્યા, રુણરુપટ્ટપળર્ઠ્ઠૈ ધમ લવ્રલળરુખણ્ર
અને અંદરથી એમ લાગે કે હજી બોલે. આ રાજસી સેવા છે.

સાત્ત્વિક સેવા-માણસ ઘણું કરે, પણ શાંત હોય, પાછળ હોય, દેખાય નહીં. ક્ષળગૂ ક્ષમણ ટણ્રૂ રુલ્ય ણળમળ ઘળરુણ ઇંળઘ પ્ધૂ રુણઇંચ રૂળજ્ઞબળમળ ॥ ભગવાન રામના બે દૂતો-અંગદ અને હનુમાન,પણ અંગદની સેવા રજોગુણી છે. મારા હનુમાનની સેવા સત્ત્વગુણી છે. હનુમાનજીની સેવા સત્વગુણી તો કહેવા માટે કહેવું પડે, બાકી ત્રિગુણાતીત છે. સત્ત્વ પણ નથી, ત્રણે ગુણોથી પર છે.

સત્વગુણી સેવક એવો હોય કે એ કરે બધું, પણ એ ભગવાનને પ્રાર્થના કરતો હોય કે મારી કોઈને ખબર ન પડે. મને કોઈ જોઈ ન જાય. અને પાછો કોઈ ન કરે, એવી સેવા કરતો હોય. આજે સવારે હું રક્તપિત્તના રોગીની સેવા જોઇને આવ્યો, બધાએ અહીં આરતી ઉતારી, ડૉક્ટરસાહેબે પણ પોતાના અનુભવ કહ્યા, સત્ત્વ પ્રકારની સેવા હતી. યુવાન ભાઈ-બહેનોએ આવું કરવું પડશે. રામનામનું ખૂબ બળ લઈને રાષ્ટ્રમાં આવી સેવા કરવી પડશે. જેને કોઈ ન બોલાવે, એને બોલાવો. આવો મારા બાપ ! એવો એકબીજા વચ્ચે સેતુ બાંધો. ભૂતકાળ ભૂલો. ભવિષ્યની ચિંતા છોડો. વર્તમાન જે હાથમાં છે, એમાં બરાબર વિચારો. સેવા સત્ત્વગુણી કરો. રજોગુણી માણસ સેવાને પોતાની રીતે ઘુમાવી જ નાખે. એનું રૂપ ફેરવી નાખે. તમોગુણીને જરા કંઈ ન કરો તો ઠેસ પહોંચે, વિપરીત બની જાય.

સમર્પિત સેવક હોય, પણ જેનાં ચરણોમાં સમર્પિત હોય, એની આગળ ગમે તે બોલવું, એના માટે વાર ન લાગે. એની સેવાની પાછળ તામસતા પડી છે. હનુમાનજીની સેવા તો ત્રણે ગુણોથી પર છે. જેમાં રજ નથી, તમ નથી. અંધારું ન હોય, રજકણ ન પડી હોય અને સત્ત્વગુણનુંયે બંધન ન હોય, એ સેવા કેટલી અદ્ભુત હશે! હનુમાનજી એટલે તમામ સેવાક્ષેત્રમાં સફળ થયા છે.

સુદાસ એટલે સુસેવક. દાસ એટલે દાસ, દાસની આગળ ‘સુ’ લગાડવાની જરૂર નહોતી. પણ ગોસ્વામીજીને પોતાના સમયમાં એવું લાગ્યું હશે કે હવે ‘સુ’ લગાડવાની જરૂર છે, એટલે ‘સુ’ અક્ષર લગાડ્યો-સાત્ત્વિક સેવક. હરિ ભજતો હોય, સત્ત્વ પ્રધાન બને. સુદાસ-એના પર ભક્તિ વરસાદ બની વરસે.

ફળપ ણળપ રૂફ રૂફણ ઘૂઉં લળમણ ધળડમ પળલ
અષાઢ, શ્રાવણ, ભાદરવો જે ચોમાસાના મહિના, પણ મુખ્ય તો બે જ મહિના હોય, શ્રાવણ, ભાદરવો. તુલસીદાસજી આ બેને જ મહત્ત્વ આપે છે. અષાઢથી શરૂ થાય, કવિઓએ જે રીતે વર્ણન કર્યા છે તે પ્રમાણે, પણ તુલસી કહે છે. શ્રાવણ-ભાદૌ માસ. રામનામના બે અક્ષરો છે તે શ્રાવણ અને ભાદરવો મહિનો છે. એના દ્વારા સુસેવક સંપન્ન બને છે. કૃતકૃત્ય બને છે, ભક્તિનો વરસાદ જ્યારે એના પર આવે છે.

એટલું સમજી લઈને, ભૂમિકા સુદાસપણાની આવે, રામનામ શ્રાવણ-ભાદરવો બને. તો પછી ભક્તિની વર્ષા પરિપૂર્ણ વરસે. ભક્તિ હંમેશાં કૃપાથી વરસે છે, આપણા પ્રયાસોથી નહીં. પ્રયાસોથી ભક્તિ કરીએ, તો દંભ આવે છે, બધા જ વ્યક્તિગત વિચાર કરશો તો માલુમ પડશે કે આપણા પ્રયાસોથી કરવા જઈએ તો અહંકાર, દંભ આવે. કોઈના આશીર્વાદથી આવે, વર્ષાના રૂપમાં આવે.

     બધાના સારમાં એટલું જ કહેવાનું કે આપણે ગામડાંમાં રહેનારાં માણસો, આપણે ક્યાં મોટા ધ્યાન કરી શકીએ ? મોટા યજ્ઞો કરી શકીએ ? થાય તો સારું. ક્યાં ઉપાસના થઈ શકે ? આપણા માટે તુલસી કહે છે, રામનામનું એકમાત્ર અવલંબન છે.

ણરુવ ઇંરુબ ઇંફપ ણ ધઉંરુટ રુરૂરૂજ્ઞઇું ફળપ ણળપ અમર્બૈરૂણ ઊઇું ॥
નિર્દોષ ચિત્તથી રામનામ લે, કારણ કળિયુગમાં ઉપાસના પણ એટલી શક્ય નથી. કરીએ તો દંભ નડે. કર્મકુશળતા આપણામાં એવી રહી નથી. જ્ઞાન આવે પણ એ અખંડ ટકતું નથી એટલે તુલસીએ કહ્યું કે રામનામ કળિયુગમાં એકમાત્ર આધાર છે. હરિનામ, પરમાત્માનું નામ ભોળાભાવે, નિર્દોષ ચિત્તે જે હરિને સ્મરશે એ ધન્ય બનશે.

     કળિયુગમાં ભક્તિ કરીએ, ઉપાસના કરીએ તો દંભ આવી જાય, જ્ઞાન અખંડ રહેતું નથી, કર્મની કુશળતા પૂર્ણમાત્રમાં પ્રાપ્ત કરી શકતા નથી, તેથી ગોસ્વામીજી કહે, રામનામ એકમાત્ર અવલંબન છે. યજ્ઞ કરી શકે એ જરૂર કરે. લાંબી પૂજાઓ કરી શકે એ કરે, પણ હરિનામ સર્વ સુલભ છે. કેવળ હરિનામ પર્યાપ્ત છે.

સંકલન : જયદેવ માંકડ
(માનસ મુદ્રિકા,૧૯૯૮)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…