ધર્મતેજ

સંતોની વાણીમાં ભવિષ્ય કથન- આગમવાણી

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

પહેલા પહેલા પવન ફરુકશે, નદીએ નહીં હોય નીર,
ઓતર દિશાથી સાયબો આવશે, મોખે હશે હનુમો વીર…
લખ્યા ને ભાખ્યા, સોઈ દિન આવશે…

  • એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
    પોરો આવશે રે સંતો પાપનો, ધરતી માગશે રે ભોગ,
    કેટલાક ખડગે સંહારશે, કેટલાક મરશે રોગ…
    લખ્યા ને ભાખ્યા, સોઈ દિન આવશે…
  • એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
    કાંકરિયા તળાવે તંબુ તાણશે, સો સો ગાઉની સીમ,
    રૂડી ને દિસે રળિયામણી, ભેળા આવશે અર્જુન ને ભીમ…
    લખ્યા ને ભાખ્યા, સોઈ દિન આવશે…
  • એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
    ધરતી માથે હેમર હાલશે, સૂના નગર મોઝાર,
    લખમી લૂંટાશે લોકો તણી, નહીં કોઈ રાવ કે ફરિયાદ…
    લખ્યા ને ભાખ્યા, સોઈ દિન આવશે…
    – એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦ જતિ રે સતી, ને સાબરમતી, તિયાં થાશે શૂરાના સંગ્રામ,
    કાયમ કાળિંગાને મારશે, નકલંક ધરશે નામ…
    લખ્યા ને ભાખ્યા, સોઈ દિન આવશે…
  • એવા દેવાયત પંડિત દાડા દાખવે…૦
    ૦૦૦૦૦
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી…
    વાગે ત્રંબાળુ તૂર, વાગે અનહદના એ તૂર,
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે ૨ે જી…
    સતીયું સંદેશા તમને મોકલે હો જી, વેલા સૂતો હો તો જાગ્ય,
    ઓલિયા સૂતો હો તો જાગ્ય.
    એવા સૂતા સૂતા નરને જગાડજો હો જી…
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી…
    ગરવે નેજા ઝળેળ્યા, ગરવે નેજા ઝળેળ્યા રે,
    આવ્યા કળિને હવે ઓળખો હો જી…
    ગરવે હૂકાળ્યું મચાવે, ગરવે હૂકાળ્યું મચાવે રે,
    તેર તેર મણના તીરડાં ચાલશે રે જી…
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી…
    મણ ત્રીશની કમાનું, મણ ત્રીશની કમાનું રે,
    એવા એવા જોધા દળમાં જાગશે રે જી…
    ગઢ રે ગરવેથી ગેબી જાગશે રે જી,
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી…
    ગઢ ઢેલડીએ મેલાણ, ગઢ ઢેલડીએ મેલાણ,
    જો જો રે તમાશા રવિ ગતે રે જી,
    જાણે નવ નવ હત્થા જોધ, જાણે નવ નવ હથ્થા જોધ,
    તખત તરવેણીના તીરમાં રે જી…
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી…
    ધમણ્યું ધમે છે લુહાર, ધમણ્યું ધમે છે લુહાર, અવિચળ
    અવિનાશી એનાં રાજ છે રે જી,
    આવ્યા કળજુગને તમે ઓળખો હો જી…
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી…
    જુગ તો પંચોરો આવે, જુગ તો પંચોરો આવે રે,
    જુગના જીવન તમે જાગજો રે જી
    વેલાના ચરણે રામો બોલિયા રે જી, ગુરુ મારો દશ્યુંનો દાતાર,
    ગુરુ મુગતિનો આધા૨…
    એવો ગરવો ધણેણી વાજાં વાગશે હો જી… (રામૈયો)
    અનેક સંતકવિઓએ આ પ્રકારનું ભવિષ્યકથન કરતી આગમવાણી વ્યક્ત કરી છે.
    શું થવાનું છે ભવિષ્યમાં? અતિ ભયંક૨ કળિયુગ આવશે, ધરતી ઉપ૨ પ્રચંડ વાવાઝોડાં ફૂંકાશે, નદીઓમાં પાણી નહીં હોય, લોકોની લક્ષ્મી લૂંટાશે, એની રાવ ફરિયાદ કોઈ નહીં સાંભળે, કેટલાક માનવોનો સંહા૨ થશે, કેટલાક ૨ોગના ઉપદ્રવથી મરશે, અનાજના દાણા ગણીને વેચાશે, પડીકે પાણી વેચાશે અને અંતે કળિયુગ ઉથાપી સતજુગ થાપવા ઓત૨ દિશાથી સાયબો નકળંગી ધણી આવશે. આવાં સતવચનો ભાખ્યાં છે એ ક્યારેય જૂઠાં નહીં પડે. માટે જ જેમનો આજે ૧૦૨મો જન્મ દિવસ છે, એવા આપણા મરમી કવિશ્રી મકરન્દભાઈએ ગાયું છે –
    ખૂલ્લા મેદાનમાં ખેલો, બજરંગ હવે, ખુલ્લા મેદાનમાં ખેલો…
    ગામ ગામ રાવણનાં થાણાં જામ્યાં છે ને, જામ્યો વેતાળનો જમેલો,
    હાંક પાડીને હવે ઊઠો હનુમાન, આવી જુલમી જમાત હડસેલો…
    રાંકડી પ્રજાને પાવ દૈવતનો પ્યાલો, જે રામજીના પ્રેમથી ભરેલો,
    સાફ કરો સેતાની દોર ને દમામ સાવ, સત્તાના રોગથી સડેલો…
    આવો પ્રચંડ વીર ભાંગો ઘમંડ હવે દાગો ગઢ સોને મઢેલો,
    છેલ્લો પુકાર સુણો, મદથી છકેલ આ હુંકારે બજરંગ રણઘેલો…
    ખૂલ્લા મેદાનમાં ખેલો, બજરંગ હવે, ખુલ્લા મેદાનમાં ખેલો…
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત