ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

પર્યુષણ પર્વ વ્યાખ્યાનમાળા નમ્રવાણી

સમજવાની તૈયારી છે?

-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ

આ જગતમાં જેટલાં પણ રાગ-દ્વેષ થાય છે, જેટલાં પણ સંઘર્ષ થાય છે, જેટલાં પણproblems થાય છે, એ બધાંનું કારણ શું હોય છે? જ્ઞાન હોય કે અજ્ઞાન હોય?
સમજ હોય કે અણસમજ અને ગેરસમજ હોય?

જ્યાં જ્ઞાન અને સમજ હોય, ત્યાં શાંતિ અને સમાધિ હોય.
જ્યાં અજ્ઞાન અને અણસમજ હોય, ત્યાં અશાંતિ અને અસમાધિ હોય.
તમારી અશાંતિ અને શાંતિ વચ્ચેનોratio શું હશે?
90:10, 80:20 કે 60:40?
અને પરમાત્માની શાંતિ કેટલી હશે? 100%!!
પરમાત્માને ચંડકૌશિક સર્પએ ડંખ માર્યો, પરમાત્માને 20% અશાંતિ થઈ. પરમાત્માને ગોવાળે કાનમાં ખીલ્લા માર્યા પરમાત્માની શાંતિનો ratio 40:60 થઈ ગયો. એવું બને ક્યારેય?
પરમાત્માની આ શાંતિ પાછળનું secret શું હતું? પરમાત્મા પાસે એવી કઈ સમૃદ્ધિ હતી? પરમાત્મા પાસે એવું કયું તત્ત્વ હતું, જેના કારણે પરમાત્માના ચહેરા પર, પરમાત્માના મનમાં, અંતરમાં, અંતરંગ દશામાં અને આત્મામાં શાંતિ અને સમાધિ જ હતાં!

પરમાત્મા પાસે જે સમાધિની સમૃદ્ધિ હતી, એ સમૃદ્ધિ આવે ક્યાંથી? એ સમૃદ્ધિ હોય શેની? એ સમૃદ્ધિ આવે કોની પાસે?
પરમાત્માએ મોક્ષમાર્ગની પ્રરૂપણામાં સૌથી પ્રથમ તત્ત્વ બતાવ્યું, ‘જ્ઞાન’! જ્ઞાન એટલે સમજ!
‘જેમની પાસે સમજની સમૃદ્ધિ હોય, એમના જીવનમાં સમાધિ હોય!’
સુખી કોણ હોય? સંપત્તિવાળા કે સમજવાળા?

મૂળા શેઠાણી પાસે વિશાળ હવેલી અને અઢળક સંપત્તિ હતી. છતાં એમના મનમાં ચંદનબાળાના કારણે અશાંતિ અને અસમાધિ હતાં. એમની અંદરમાં, મનમાં જે ઈર્ષ્યાની આગ હતી, એના કારણે એ સમૃદ્ધ હવેલી પણ એમના માટે પળ પળ મનને બાળનાર સ્મશાન જેવી હતી.
આજે મોટાભાગનાં ઘરોમાં કયા words વધારે વપરાતાં હશે?

You don’t understand me, તમે તો મને સમજતાં જ નથી, તમને ક્યારેય મારી વાત સમજાતી નથી, તમને હંમેશાં તમારું જ સાચું લાગે છે! બરાબર!
જ્ઞાની અને સમજદારના ઘરમાં કયાwords વપરાતાં હોય?I understand you, હું તમને સમજી શકું છું, હું તમારી ભાવનાઓને સમજું છું, હું તમારા વિચારોને સમજી શકું છું.
જ્યાં સમજ હોય, ત્યાં શાંતિ અને સમાધિ હોય. માટે જ, જીવનસાથી શોધવા તો એવા શોધવા, જેમની પાસે સંપત્તિની સમૃદ્ધિ ભલે ઓછી હોય, પણ સમજની સમૃદ્ધિ વધારે હોય.
જેમની પાસે સમજની સંપત્તિ હોય, એમને જિંદગીના અંતિમ શ્ર્વાસે પણ શાંતિ હોય અને જેમની પાસે સમજ ન હોય, એમને જિંદગીના હર શ્ર્વાસે અશાંતિ હોય.
માટે જ, પરમાત્માએ સૌથી વધારે મહત્ત્વ જ્ઞાનને અર્થાત્ સમજને આપ્યું છે.

જ્ઞાનીની વ્યાખ્યા એ જ છે, જે પોતાને અજ્ઞાની અને અલ્પ જ્ઞાની માનતા હોય.

અજ્ઞાની હજુ પણ પોતાને જ્ઞાની માનતા હોય પણ જ્ઞાની તો પોતાને અજ્ઞાની, અબુધ અને અણસમજુ માનતા હોય. માટે જ, એમને જ્ઞાન અને જ્ઞાનીની value હોય. ગુરુના શ્રીમુખેથી પ્રગટ થતાં એક એક જ્ઞાનનાં વચનો, એમના માટે સુવર્ણના સિક્કાના વર્ષીદાન સમાન હોય.

વિચાર કરો, સુવર્ણના સિક્કાનો વરસાદ વરસતો હોય, ત્યારે તમારું ધ્યાન ક્યાં હોય? તમારું લક્ષ્ય ક્યાં હોય? એ સિક્કાને એકત્રિત કરવામાં! એમ જ્ઞાનીનું લક્ષ્ય હોય પ્રભુની પ્રજ્ઞાના વરસતાં સિક્કાને પ્રાપ્ત કરવાનું. ગુરુના શ્રીમુખથી પ્રગટ થતું એક પણ વાક્ય miss ન થાય, એવી એકાગ્રતાનું!
જ્ઞાન પ્રાપ્તિની એક એક ક્ષણ, જીવનની સાર્થક ક્ષણ હોય.

જ્ઞાની એ હોય, જેમની પાસે સમજની bank હોય. એ જ્ઞાનનાં પ્રત્યેક વચનોને એક મશફિુમાં લખીને સાચવીને રાખે. એને માટે એ diary કરોડો રૂપિયા કરતાં પણ વધુ મૂલ્યવાન હોય.
જીવનની આ યાત્રામાં ઘણા લોકો એક મોટી mistake કરતાં હોય છે, જેટલું સંપત્તિને મહત્ત્વ આપે છે, એટલું સમજને નથી આપતાં. સમજની સંપત્તિ જે ભવોભવ સાથે આવે છે, તેને નગણ્ય કરે છે અને જે રૂપિયાની સંપત્તિ આ ભવ પૂરતી જ છે, તેના માટે રાત-દિવસ દોડે છે.

પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના આ અવસરે એક સંસ્કારને દ્રઢ કરવાના છે અને એ સંસ્કાર છે, સમજના સંસ્કાર! એ સંસ્કાર છે, જ્ઞાનના સંસ્કાર!
આજ સુધી જેટલાં પણ આત્માઓનો મોક્ષ થયો છે, જેટલાં પણ આત્માઓએ આત્મવિશુદ્ધિ કરી છે, તે સર્વમાં સૌથી પ્રથમ પરિબળ હતું, જ્ઞાનનું!
જેમ જેમ જ્ઞાન વધતું ગયું, જેમ જેમ સમજ કેળવાતી ગઈ, તેમ તેમ તેમની વિષમતા ઘટવા લાગી અને સમતા અને ક્ષમતા વધવા લાગ્યાં અને મોક્ષમાર્ગની સમીપ થતાં ગયાં.
આખો મોક્ષમાર્ગ જ્ઞાનથી જ સર્જાયેલો છે.

દુનિયામાં જેટલાં પણ દુ:ખો છે, જેટલી તકલીફો છે, જેટલી સમસ્યા છે, જેટલાં દોષો અને અવગુણો છે, એનું કારણ છે, અજ્ઞાન અને અણસમજ!
Check કરો, તમારી આસપાસ સમજવાવાળા વધારે છે કે અણ સમજવાવાળા?

જે બીજાને સમજતાં નથી, તેને કોઈ સમજતું નથી.
જેમની પાસે સમજની મૂડી છે, એનો ચહેરો સદાય હસતો અને ખીલેલો હોય છે, જ્યારે અણસમજુનો ચહેરો ઉદાસ અને નિરાશ હોય.

માટે જ, પ્રતિદિન સમજની સમૃદ્ધિને વધારવાનો પુરુષાર્થ કરવો જોઈએ. જ્યાં સમજના સિક્કાનો વરસાદ વરસતો હોય એવા ગુરુ અને જ્ઞાનીજનોના સાંનિધ્યમાં જઈ, એને ઝીલવા જોઈએ અને વધારેમાં વધારે સત્સંગ કરવો જોઈએ. દરરોજ પ્રભુવચનોનું શ્રવણ કરવું જોઈએ.

ધર્મને મનોરંજન નહીં, મનોમંથનનું માધ્યમ બનાવવું જોઈએ. સમજ જ્યારે આવે છે, ત્યારે ધર્મ આપોઆપ મનોમંથનનું કારણ બની જાય છે અને સમજ નથી હોતી, ત્યારે વ્યક્તિ ધર્મમાં પણ મનોરંજનને શોધે છે.
તમારામાં સમજ હોવી જોઈએ અને
તમારી આસપાસ સમજુ વ્યક્તિ હોવા જોઈએ.

સમજુ એ હોય જે પોતાની તકલીફ, પોતાનાproblems કોઈને કહે નહીં, કોઈની પાસે રડે નહીં, તે એકાંતમાં જઈ પોતાની સમજ પ્રમાણે solution લઈ આવે. અણસમજુ આસપાસવાળાને કહે, જેproblems solve તો ન કરે, પણproblems ને, દુ:ખને વધારી દે.

સંગ કરવો તો સમજદારનો કરવો, જે સમાધિ આપે!
અજ્ઞાની અસમાધિને વધારે અને એકવાર અસમાધિ મનમાં આવી જાય, જીવનમાં આવી જાય, પછી એને જતાં બહુ સમય લાગે.

તમે lifeમાં ઘણા બધાં કલાકો કમાવામાં, મોજશોખમાં અને સંબંધો સાચવવામાં વિતાવો છો, પણ ક્યારેય સમજને પ્રાપ્ત કરવા માટે, સત્સંગ કરવા માટે, જ્ઞાનવૃદ્ધિ કરવા માટે સમયનું planning કર્યું છે?
સમજતાં આપણે નથી અને બીજાને કહીએ છીએ, તમે મને સમજતાં નથી. માટે I love you કહેવાને બદલે, I respect you કહેવાને બદલે, I understand you કહેતાં થઈ જાવ, જીવનમાં શાંતિ અને સમાધિ સહજતાથી વધી જશે.

આપણું અજ્ઞાન જ આપણને, ‘આપણે અજ્ઞાની છીએ’. એ realise થવા નથી દેતું.
આપણું સૌથી મોટું અજ્ઞાન એ છે કે, પ્રભુનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો યોગ-સંયોગ હોવા છતાં, તે પ્રાપ્ત કરવાનું મન નથી થતું, કેવું દુર્ભાગ્ય કહેવાય ને!!
કોઈપણ આત્માનો મોક્ષ ક્યારે થાય?

જે દિવસે પ્રભુનું જ્ઞાન અને મારું જ્ઞાન સરખું થઈ જાય, જે દિવસે પ્રભુની સમજ અને મારી સમજ એક થઈ જાય, તે દિવસ પ્રભુ અને હું એક સરીખા થઈ જઈએ.
પ્રભુનું જીવન અને મારું જીવન ભલે સરખું ન હોય, પણ પ્રભુનું જ્ઞાન અને મારું જ્ઞાન સરખા હોવા જોઈએ.
પ્રભુની સમજ અને મારી સમજ એક હોવી જોઈએ, એ ક્યારે થાય?
જ્યારે સ્વયંની સમજવાની તૈયારી
હોય!

Show More

Related Articles

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી