સૂર્ય ગ્રહણના ઓછાયામાં શરૂ થશે શારદીય નવરાત્રિ, ઘટ સ્થાપનાના મૂહુર્તની ડિટેઈલ્સ અત્યારે જ નોટ કરી લો…

વર્ષનું બીજું અને છેલ્લુ સૂર્યગ્રહણ બીજી ઓક્ટોબરના થવા જઈ રહ્યું છે અને બીજા જ દિવસે એટલે કે ત્રીજી ઓક્ટોબરના દિવસે શારદીય નવરાત્રિ શરૂ થશે અને 12મી ઓક્ટોબરના વિજયાદશમીના દિવસે સંપન્ન થશે. આ વખતે નવરાત્રિ ગુરુવારે શરૂ થઈ રહી છે એટલે જ એવું કહેવાઈ રહ્યું છે કે દેવી મા ડોલી પર સવાર થઈને આવશે.
આ પણ વાંચો :નવરાત્રિમાં માતા વૈષ્ણોદેવી જવાના છો? તો આ તમારી કામની વાત નોંધી લેજો નહીં તો….
હિંદુ પંચાગની વાત કરીએ તો આસો મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી નવરાત્રિની શરુઆત થાય છે. નવરાત્રિના પહેલાં દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરાની ઊજવણી કરવામાં આવી છે. નવરાત્રિમાં મા દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે અને શારદીય નવરાત્રિ સૌથી મોટી નવરાત્રિ માનવામાં આવે છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતે ત્રીજી ઓક્ટોબરના મંગળવારે મધરાતે 12.18 કલાકે નવરાત્રિ શરૂ થશે અને ચોથી ઓક્ટોબરના 2.58 કલાકે પ્રતિપદા તિથિ પૂરી થશે. ઉદયાતિથી અનુસાર શારદીય નવરાત્રિ 3જી ઓક્ટોબરના શરૂ થશે. આ દિવસે સવારે 6.15 કલાકથી લઈને 7.22 કલાક સુધી ઘટસ્થાપનાનું મુહૂર્ત રહેશે. જ્યારે સવારે 11.46 કલાકથી 12.33 કલાક સુધી અભિજિત મૂહુર્ત રહેશે.
નવરાત્રિના પહેલાં દિવસે વ્રતનું સંકલ્પ લેવામાં આવે છે અને સંકલ્પ લીધા બાદ મિટ્ટીની વેદીમાં જવ રોકવામાં આવે છે અને આ વેદીને કળશ પર સ્થાપિત કરવામાં આવે છે. આ સાથે જ આ દિવસે કુળદેવીના ફોટોની સ્થાપના પણ કરી જોઈએ. દુર્ગા સપ્તમીનો પાઠ કરીને અખંડ દિપક પ્રજ્વલિત કરવો જોઈએ.