ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી મહત્તા ન્ો મૂલ્યવત્તા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

(ભાગ-૧૩)
‘શ્રીમદ્ ભવગદ્ગીતા’ ભાષાટીકા
શ્રીમદ્ ભાગવતપુરાણ અંતર્ગત કૃષ્ણ-અર્જુનના સંવાદરૂપની અઢાર અધ્યાયની ‘શ્રીમદ્ ભગવત ગીતા’ન્ો નજર સમે રાખીન્ો રામાનુજાચાર્યકૃત ‘ગીતા ભાષ્ય’ન્ો આધારે ભગવત્ ગીતાનું પદ્યમાં અર્થઘટન ચોપાઈ બંધમાં ગીતાના મૂળ પાઠન્ો આધારે હિન્દી ભાષામાં ટીકાગ્રંથ ઈ.સ. ૧૮૨૬, વિ.સં. ૧૮૮૨ન્ો અષાઢ વદી ત્રીજન્ો દિવસ્ો ગઢડા મધ્યે પ્ાૂર્ણ કરેલ છે. મુક્તાનંદ સ્વામી ભાષ્યકર્તા હોઈન્ો અહીં ગીતા ભાષાટીકા શીર્ષક અંતર્ગત ગીતાનું રામાનુજ કથિત અન્ો શ્રીહરિએ શિક્ષાપત્રીમાં દર્શાવ્યાનુસાર ‘મતં વિશિષ્ટાદ્વૈતં મે’ એમ સ્વમત પ્રસ્તુત કર્યો છે એનું અનુસરણ આ ગ્રંથમાં અવલોકવા મળે છે.

પ્રારંભે ૧થી ૫૮ કડીમાં ભૂમિકા અન્ો ગીતાનો સંઘર્ષ સ્પષ્ટ કર્યો છે. પછી ૧થી ૪૮ કડીમાં અર્જુનવિષાદ યોગના કથાનક્ધો આલેખેલ છે. પછી ૧ થી ૭૩ પદમાં બીજા અધ્યાય-સાંખ્યયોગ-નું કથાવસ્તુ; ૧ થી ૪૪ પદમાં કર્મયોગના ત્રીજા અધ્યાયની; ચોથા અધ્યાય જ્ઞાનકર્મ સંન્યાસયોગની વિષયસામગ્રી ૧ થી ૪૫ પદમાં; કર્મસંન્યાસયોગ નામના પાંચમા અધ્યાયન્ો ૧ થી ૨૯ પદમાં; આત્મસંયમયોગ નામના છઠ્ઠા અધ્યાયની વિષયસામગ્રી ૧ થી ૪૭ પદમાં દર્શાવેલ છે. એ જ રીત્ો ગીતાના મૂળ અધ્યાયક્રમે મુક્તાનંદ સ્વામીએ શ્રીમદ્ ભાગવત ગીતા હિન્દી પદ્યમાં ચોપાઈ બંધમાં ઢાળી છે. ગીતાના મૂળ ભાવ ખંડિત ન થાય એ રીત્ો વર્ણવવું; રામાનુજ મત અન્ો શ્રીહરિ મતન્ો ગ્ાૂંથી લઈન્ો હિન્દીમાં ગીતાની ટીકા એમની વિદ્વત્તાની પરિચાયક છે. આ કારણે એમનું તાત્ત્વિક દર્શન વિષયક ચિંતન પણ એમાંથી ડૂબ્ો છે, એટલે એનું સવિશેષ મહત્ત્વ છે.

‘બ્રહ્મસ્ાૂત્રભાષ્યરત્નમ્’
શ્રીહરિના આ મતસિદ્ધાન્તન્ો શ્રીહરિના ગ્રંથોમાંથી – કથનમાંથી પ્રસ્થાનત્રયીના ગ્રંથાનુસાર સ્ાૂત્રો પ્રગટ્યાં – પ્રસ્તુત થયાં ત્ોન્ો તારવીન્ો રચેલ ‘મુક્તાનંદ’ સ્વામીકૃત ‘બ્રહ્મસ્ાૂત્રભાષ્યરત્નમ્ ગ્રંથ’ તો ભારતીય તત્ત્વદર્શન પરંપરામાં અત્યંત મહત્ત્વનું પ્રકરણ ગણાવું જોઈએ.

કર્ણાટકનું ‘સંસ્કૃત સંશોધન સંસત્’ – મેલુકોટ – કે જે કર્ણાટક રાજ્યની ‘કર્ણાટક સંસ્કૃત’ યુનિવર્સિટીનું કેન્દ્ર છે, ત્યાંની ગ્રંથમાળાના ૧૨૪મા મણકારૂપ્ો એ પ્રકાશિત થયેલ છે. એના સંપાદક મંડળમાં કુલપતિશ્રી ડૉ. પદ્મા શેખર, સાધુ પ્ાૂર્ણવલ્લભદાસ અન્ો ડૉ. સંતવલ્લભદાસ તથા પંડિત રામપ્રિય જેવા વિદ્વાનોએ પોતાની શાસ્ત્રીય પ્રમાણભૂત વિદ્વત્તાનો પરિચય કરાવીન્ો શાસ્ત્રીય ધોરણો જાળવીન્ો આ સંપાદન ત્ૌયાર કર્યું છે. એન્ો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિશ્રી પ્રોફે. અર્કનાથ ચૌધરી, જ્ઞાનપ્રકાશદાસજી, માધવપ્રિયદાસજી, સ્વામી જ્ઞાનજીવનદાસજી, સત્યપ્રસાદદાસજી, તથા ચેન્નઈ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. શ્રી પદ્મનાભાચાર્ય, એસ. નારાયણ જેવા વિદ્વાનોની પ્રસ્તાવનાઓ પ્રાપ્ત થઈ છે.

મારી દૃષ્ટિએ ગુજરાતનું સંસ્કૃતભાષાન્ો પ્રદાન જોઈએ તો અઢારમી સદીના આ ગ્રંથનું અન્ો એ નિમિત્તે મુક્તાનંદ સ્વામીનું હજુ સુધી ગૌરવ થયું નથી. એનો ભારતીય તત્ત્વદર્શન, ભારતીય સંસ્કૃત ભાષા સંદર્ભે વિશેષ અભ્યાસ થવો અનિવાર્ય આવશ્યકતા જણાય છે. ‘બ્રહ્મસ્ાૂત્રભાવ્યરત્નમ્’માં અંત્ો ‘ભાષ્યરત્નસ્યાધિકરણાનુક્રમ-નિર્દેશ’ પછી ‘બ્રહ્મસ્ાૂત્રાકરાદિ સ્ાૂચિ’ અન્ો છેલ્લે એમાંનાં પ્રમાણરૂપ વચનો દર્શાવીન્ો પ્રસ્થાનત્રયીના કયા ગ્રંથમાં કયા સ્થાન્ો એનો નિર્દેશ છે, ત્ોની સ્ાૂચિ પણ પ્રસ્તુત કરી હોઈન્ો આ ગ્રંથ મુક્તાનંદ સ્વામીની ત્ોમજ સંપાદકશ્રીની વિદ્વત્તાનો પરિચાયક જણાયો છે.

મુક્તાનંદ સ્વામીની સંસ્કૃત ભાષાકીય અભિજ્ઞતા, શાસ્ત્રીય મત શોધન, દૃષ્ટિપ્ાૂત વ્યક્તિમત્તા અન્ો સ્વામિનારાયણીય દર્શન તત્ત્વન્ો સ્ાૂત્રાત્મક રીત્ો પ્રયોજવાની વિદ્વત્પ્ાૂર્ણ વ્યક્તિમત્તાનો પરિચય મળવાન્ો કારણે આ ગ્રંથની મૂલ્યવત્તા
મુક્તાનંદ સ્વામી વેદ, ઉપનિષદ, ગીતાના ઊંડા અભ્યાસી
હતા. પ્રસ્થાનક્ષેત્રમાં બ્રહ્મસ્ાૂત્ર ગ્રંથના તમામ અધ્યાય સંદર્ભે રામાનુજાચાર્ય અન્ો શ્રીહરિના વિશિષ્ટાદ્વૈત મતન્ો સમર્થિત
કરતી મીમાંસા, અર્થઘટન તથા શાસ્ત્રોનાં પ્રમાણસ્ાૂત્રોન્ો સમજાવતું ‘બ્રહ્મસ્ાૂત્ર ભાષ્યરત્નમ્’ નામનો સંસ્કૃત ગ્રંથ એમની આચાર્ય
કક્ષાની વિદ્વત્તાનો પરિચાયક છે. ચારેય પાદની મીમાંસામાં અંત્ો
ત્ોઓ પોતાના પ્રદાનનો સંદર્ભ ટાંકે છે. ચતુર્થાધ્યાયના ચતુર્થ
પદન્ો અંત્ો ત્ોઓ લખે છે કે ‘શ્રી શુદ્ધૈકાંત ધર્મપ્રવર્તક સંસાર સિન્ધુનિમગ્નજનવર્ગનિષ્કાસધર્મતિમિરવિનાશકભાસ્કર પ્રકટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વાકપ્રાસક અગ્રગણ્ય મુક્તાનંદ મુનિ વિરચિત્ો વ્યાસાભિપ્રાય બોધકે દ્વૈપાયનીય શારીરકસ્ાૂત્રભાષ્યરત્ન્ો ‘ચતુર્થાધ્યાસ્ય ચતુર્થપાદ,’ ‘સમાપ્તશ્રાયં’ ચતુર્થોધ્યાય: એ રીતનું આલેખન છે. કર્ણાટક સંસ્કૃત યુનિવર્સિટી તરફથી પ્રકાશિત સાધુ પ્ાૂર્ણવલ્લભદાસ સંપાદિત તથા ડૉ. સંતવલ્લભદાસના આ સંપાદકત્વમાં પ્રસ્તુત ભાષ્યગ્રંથ ઈ.સ. ૨૦૧૬માં પ્રકાશિત થયેલ છે.

અનુવાદ અન્ો પદમૂલક સાહિત્ય
શ્રીમદ્ ભાગવતની સામગ્રી અનુસર્જન રૂપ્ો ઘણી રચનાઓમાં મુક્તાનંદ સ્વામીએ વણી લીધેલી છે. જોકે કેટલીક રચનાઓ તો અનુવાદમાત્ર જણાય છે. ભાલણે જે રીત્ો અનુવાદરૂપ્ો જ ‘કાદંબરી આખ્યાન’ રચ્યું એ રીત્ો સંપ્રદાય માટે મહત્ત્વની ત્રણેક રચનાઓ તો અનુવાદ જ છે. ‘શિક્ષાપત્રી’નો હિન્દી અનુવાદ ખૂબ પ્રમાણભૂત છે. એ જ રીત્ો ‘નારાયણ કવચ’ તથા ‘વૈકુંઠધામ દર્શન’ સંપ્રદાયન્ો મોટી સોગાદ છે. એમનાં પદો તો શ્રીમદ્ ભાગવતની પ્રસાદીરૂપ્ો અનુસર્જન છે. એનો વિગત્ો અભ્યાસ થયો નથી ત્ોથી અહીં ત્ોનો સ્વાધ્યાય પ્રસ્તુત છે.

૧. ‘શિક્ષાપત્રી ભાષા’
શિક્ષાપત્રી મૂળ સંસ્કૃત છે. શ્રીહરિએ પોતાના તરફથી સત્સંગીઓન્ો પાળવાના નિયમો એમાં દર્શાવ્યા છે. આદર્શ સમાજનું ચિત્ર પણ એમાંથી પ્રગટે છે. આ નિયમાવલિ સંસ્કૃત શ્ર્લોકમાં છે. એ શ્ર્લોક બ્ો અથવા ચાર પંક્તિના હોય પણ અહીં અનુવાદમાં દોહા બ્ો પંક્તિના પણ ચોપાઈ પાંચ-સાત પંક્તિઓની હોઈન્ો પદસંખ્યા બસો બાર છે. જોકે ‘શિક્ષાપત્રી’ના અનુવાદ પ્ાૂર્વે શ્રીહરિ વિશે, ગ્રંથ વિશે પંદર-વીશ પંક્તિ દોહા-ચોપાઈ બંધમાં છે. ‘શિક્ષાપત્રી’ના આરંભના કથનના બાર શ્ર્લોક્ધો પણ વણી લીધા છે. એમનો હિન્દી અનુવાદ શિક્ષાપત્રીનાં પાયાનાં મૂળભૂત તત્ત્વોન્ો સરળ-રસળતી હિન્દીમાં આવરી લઈન્ો રચાયો હોઈ સંતો અન્ો સત્સંગીઓમાં ખૂબ જ લોકપ્રિય છે.(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
સોમવારે કરો આ વસ્તુઓનું દાન, તમને મળશે ભગવાન શિવજીના આશિર્વાદ જન્માષ્ટમી પર બનશે મહાસંયોગ, આ રાશિના જાતકોની ચાંદી જ ચાંદી… તમારા છોટુની હાઈટ વધારવી છે? ઘરમાં થાય છે સાસુ-વહુના ઝઘડા? રસોડામાંથી તાત્કાલિક દૂર કરો આ વસ્તુઓ…