ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા (ભાગ-૧૧)

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

(૫) ‘સતીગીતા’:
સતી થવાનો રિવાજ જે જમાનામાં વ્યાપકપણે પ્રચલિત હતો. એ સમયે ‘સત્સંગિજીવન’ ગ્રંથના પાંચમા પ્રકરણના ૩૦ થી ૩૭ – એમ આઠ અધ્યાય સુધી વિસ્ત્ાૃતપણે પતિવ્રતા સ્ત્રીએ પાળવાના નિયમો વિધવા સ્ત્રી સંદર્ભે આલેખ્યા. પતિના મૃત્યુ પાછળ બળી મરવાની માન્યતાન્ો
ખોટી ઠેરવી એમ ન કરવા ઉપદેશ આપ્યો. મારી દૃષ્ટિએ રાજા રામમોહનરોય કરતાં પણ પહેલાં એમણે સાત્ત્વિક રીત્ો આ કામ ઉપાડ્યું હતું.

આ પ્રકરણોન્ો આધારે પોતાની રીત્ો મુક્તાનંદ સ્વામીએ ‘સતીગીતા’ જેવા પ્રભાવક શીર્ષકથી ઈ.સ. ૧૮૨૪ – વિ.સં. ૧૮૮૦ જેઠ સુદિ ત્રીજન્ો દિવસ્ો આ ગ્રંથની રચના પ્ાૂર્ણ કરી. આખ્યાનસ્વરૂપની ૮૮ કડવા અન્ો ૨૨ પદોમાં અભિવ્યક્ત થયેલી આ રચનાન્ો મધ્યકાલીન ગુજરાતી આખ્યાનસ્વરૂપમાં સ્થાન નથી મળ્યું. પણ ફ્રાંસ-પ્ૉરિસની સોરોબોન યુનિવર્સિટીમાં પ્રોફે. માલિઝોએ આ રચનાનું ફ્રેંચ ભાષામાં અનુવાદ-સંપાદન કર્યું છે અન્ો બહુ જ ઝીણવટથી વિષયસામગ્રીનો, વર્ણનો અન્ો ભાષાનો થયેલો વિનિયોગ વિષયે ભારતીય સંસ્કૃતિ સંદર્ભે સ્વાધ્યાય કર્યો છે. એનું પ્રકાશન પણ યુનિવર્સિટીની વિશ્ર્વવિખ્યાત પ્રશિષ્ટ ગ્રંથશ્રેણીમાં થયું છે. યુરોપીય વિદ્વાનો મુક્તાનંદ સ્વામીની મહત્તાનાં ઉદાહરણો આપ્ો છે.

પદમાં એ સમયે પ્રચલિત કીર્તનોના ઢાળનો નિર્દેશ છે. કડવાબદ્ધ કલેવર ભારે ચુસ્ત છે. પ્રથમ કડી પછી ઉથલો દરેક કડવામાં અવલોકવા મળે છે.

પ્રારંભનાં ૩૦ કડવાં સુધી મંગલાચરણની પછીની વિષયસામગ્રી જોતાં વિધવા સ્ત્રી, સધવામાં પણ કુલટા અન્ો સતી… આ બન્ન્ોનાં લક્ષણો અન્ો વિધવા પછીનાં ૩૦-૩૧ કડવાંમાં ભારે અસરકારક પદાવલિમાં ચિતામાં પતિની સાથે જ બળી સતી થવાની ક્રિયાના નિષેધનું આલેખન છે.

‘મુવા પતિસંગ બ્રાહ્મણી, કરે પાવકમાંહી પ્રવેશ;
આત્મઘાતના દોષથી, નવ થાય સુખ લવ લેશ.
પતિસહિત બ્રાહ્મણી, નવ પામે સ્વર્ગ નિવાસ;
બ્રહ્મ હત્યારાની પ્ોઠે, ભોગવે મહાદુ:ખ ત્રાસ.
સમર્થ ધર્મન્ો પાળવા, વળી મોક્ષની ઇચ્છાવાન;
ત્ો વનિતાન્ો ન બળવું, એમ બોલ્યા શ્રી ભગવાન’.
૩૦-૩૧ બન્ન્ો કડવાં સ્પષ્ટ રીત્ો સતિ થવાની ક્રિયાનો
નિષેધ કથે છે. વિધવા સ્ત્રીઓનાં ધર્મ, વિશેષ પ્રકારની પ્રાર્થનાવિધિ અન્ો કદાપિ નિયમભંગ થાય તો એની પ્રાયશ્ર્ચિત્તવિધિ
એમ ૮૬ કડવાં સુધી વિગતો વર્ણવાઈ છે. છેલ્લાં બ્ો કડવાં
ફળકથનનાં છે.

મુક્તાનંદ સ્વામીએ શ્રીહરિના પ્રબોધનન્ો વિસ્ત્ાૃત ફલક પર વર્ણવીન્ો આખ્યાનરૂપ્ો અમરઉપદેશક ગ્રંથકાર તરીકે મહત્ત્વની સ્ોવા માત્ર સંપ્રદાયની નહીં, સમાજની પણ કરી છે. આવા કારણથી ‘સતીગીતાની મહત્તા વિશેષ છે.

આ પાંચ ઉપદેશાત્મક ગ્રંથો ઉપરાંત ૫૦૦થી વધુ પદો ઉપદેશાત્મક ચોસરનાં મળે છે. ભગિની ધનબાઈ હોય, ઈશ્ર્વરીતત્ત્વના પ્રતીતિકર શ્રીહરિ દ્વારા પ્રાપ્ત પ્રસંગોન્ો ભક્તિમાં નહીં પણ જનસમુદાયન્ો તત્ત્વબોધ-ઉપદેશાત્મક કથનના પદો ચોસરશૃંખલા માત્ર સંપ્રદાયની નહીં પણ ભારતીય ધર્મપરંપરાનાં
સનાતન તત્ત્વોની રિદ્ધિ-સિદ્ધિ છે. વિપુલ અન્ો સત્ત્વશીલ ઉપદેશમૂલક પદરાશિ તથા ઉપદેશાત્મક સાહિત્યગ્રંથો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું આભરણ છે.

તત્ત્વદર્શનમૂલક સાહિત્ય:
મુક્તાનંદ સ્વામીનો ઉછેર જ મહાત્મા મૂળદાસ જેવા સિદ્ધસંત અન્ો એમના સ્થાનકે બિરાજતા બ્રહ્મવેત્તાઓના સાંન્નિધ્યમાં થયેલો. પોત્ો પણ વેદાંતમત, શાસ્ત્રોનું અધ્યયન કરવા ઉપરાંત વિદ્વાનોની સંગતમાં સતત રહૃાા હોઈન્ો મૂળભૂત રીત્ો તત્ત્વવેત્તાની વ્યક્તિમત્તા સ્થાપિત થઈ. આજીવન વિદ્યાઉપાસના, સંસ્કૃતભાષાનું લેખન, વાંચન અન્ો વક્તવ્ય આપવા સુધીનું જ્ઞાન ત્ોઓ ધરાવતા હતા. એમનું બ્રહ્મવિદ્યાનું અધ્યયન રામાનંદજી અન્ો શ્રીહરિજીન્ો પણ સ્પ્ાૃહણીય લાગ્યું હશે. મતાનુકૂલ વાતાવરણ રામાનંદજી અન્ો શ્રીહરિ સંગ્ો રહૃાું અન્ો રચાયું હશે. સ્વામિનારાયણીય સિદ્ધાન્તન્ો શ્રીમદ્ ભાગવત અનુપ્રાણિત રીત્ો વર્ણવતું એટલે ત્ોમનું મોટા ભાગનું સાહિત્ય શ્રીમદ્ ભાગવત સંબંધી જ છે. સ્વામિનારાયણ મતન્ો સમર્પિત સાહિત્ય રચીન્ો પોતાની દાર્શનિક ભૂમિકા પણ એ નિમિત્તે પ્રગટ થઈ છે. અહીં એમની તત્ત્વદર્શનમૂલક અન્ો હિન્દી સાહિત્યિક કૃતિઓનો પરિચય પ્રસ્તુત કરેલ છે.

(૧) ‘મુકુંદબાવની’
રામાનંદ સ્વામીનો સંપર્ક થયો એ પ્ાૂર્વેથી બ્રહ્મવિદ્યાની ઉપાસના અન્ો અધ્યયન અવિસ્તરપણે ચાલુ હતા. અધ્યયન, ત્ોનું સુફળ ‘મુકુન્દબાવની’ રચના જણાય છે. છપ્પા-પદબંધમાં કુલ બાવન છપ્પામાં બ્રહ્મવિદ્યાકેન્દ્રી વિચારસરણી અહીં પ્રત્યક્ષ રૂપ્ો છપ્પામાં વિનિયોગ પામી છે.

પોત્ો એ સમયે મન, વચન અન્ો કર્મથી ૐકાર ઉપાસના અન્ો સચરાચર-વિશ્ર્વમાં-બ્રહ્માંડમાં જે વ્યાપ્ત છે, એ બ્રહ્મતત્ત્વની વિગતો હિન્દીમાં મૂકી છે : ત્ોમનાં અધ્યયન, નીજ અનુભવ અન્ો અર્થઘટન – એમ ત્રિવિધ પ્રકારની વિગતો અહીં સ્થાન પામી છે. બાવન ઉપરાંત બ્ો છપ્પા ગ્રંથમહિમા અન્ો સ્વપરિચય સંદર્ભે છે. એમની તાત્ત્વિક સમજ અન્ો એની સ્પષ્ટ-સુરેખ અભિવ્યક્તિ સરાહનીય છે.

(૨) ‘ગુણવિભાગ’ :
‘ગુણવિભાગ દ્વારા જાણવા મળે છે કે શ્રી મુક્તાનંદ સ્વામી શ્રીમદ્ ભાગવતના ઊંડા અભ્યાસી છે. એકાદશ સ્કંધમાં ૨૫મા અધ્યાયમાં શ્રીકૃષ્ણે ઉદ્ધવજીન્ો સત્ત્વગુણ, રજોગુણ ત્ોમજ તમોગુણથી મૂળ પ્રકૃતિ, વૃત્તિ અન્ો પ્રવૃત્તિ શું? એ સંદર્ભે જ્ઞાન પ્રબોધેલું. આ વિગત સ્વામિનારાયણ સંપ્રદાય સંદર્ભે પણ સાત્ત્વિક, રાજસિક અન્ો તામસિક આહારના ગુણ-દોષ, તથા શ્રદ્ધા, તપ, દાન અન્ો કર્મ તથા ફળ આદિ કેવા ભાગ ભજવે છે એ જ્ઞાન માત્ર ઉદ્ધવ સંદર્ભે જ નહીં પરંતુ
સંપ્રદાય સાથે સંકળાયેલા માટે ભારે અગત્યનું હોઈન્ો હિન્દીમાં દોહા, ચોપાઈ, સોરઠા સાખીની કડીઓમાં ૩૬ પદોમાં એન્ો વણી લીધેલ છે.

ચોપાઈ: ‘અતિશે શાંત બુદ્ધિ હે જાકી, મમ ભક્તિમેં અચલ મતિ તાકી;
એસો નર નિષ્પક્ષ કહાવે, મમ સ્ોવાબિત ઓર ન ભાવે.’
દોહા : ‘જેહિ વિધિ ગુન પર હોત હૈ, હરિજન પરમ સુજન;
મુક્તાનંદ કે નાથ તિમિ, ઉદ્ધવ કો કહૃાો જ્ઞાન’
ત્રિગુણના તત્ત્વદર્શનમૂલક પાસાન્ો… શ્રીમદ્ ભાગવતન્ો આધારે એની તાત્ત્વિક પીઠિકા સમજાવી. આમ ત્રિગુણાત્મક શક્તિનું અનુપાલન ભક્તિમાં કેટલું મહત્ત્વનું છે એ સમજાવીન્ો પછી સંપ્રદાયના સંદર્ભે ‘ગુણવિભાગ’ ગ્રંથમાં મુક્તાનંદ સ્વામીએ સંપ્રદાયની સાધનાધારાન્ો પ્રભાવાત્મક રીત્ો આલેખી હોવાથીન્ો આ ગ્રંથ પણ ખૂબ મહત્ત્વનો છે.
(ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button