મુક્તાનંદ સ્વામી મહત્તા અને મૂલ્યવત્તા-૨
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
વાંકાન્ોરથી પુન: પદયાત્રા આરંભી સરધાર પહોંચ્યા. તુલસીદાસનો આશ્રમ શોધી કાઢ્યો. દંડવત્ વંદના કરી. નામસ્મરણ, ગાયન-વાદન-ચોપાઈ-પાઠ અન્ો વિનમ્ર દાસત્વભાવથી, સ્ોવાવ્રતી ભાવનાથી તુલસીદાસ પ્રભાવિત થયા. મુકુંદદાસ પણ તુલસીદાસની ભક્તિ, અન્નક્ષેત્ર-સદાવ્રત અન્ો સ્ોવા-પ્ાૂજા-ભાવનાથી પ્રભાવિત થયા. ત્યાં તુલસીદાસન્ો સરસ રીત્ો સમય પસાર થતો. નિયમિત સાંજના સત્સંગમાં મુકુન્દદાસ ‘રામચરિતમાનસ’ કથાનું રસપાન કરાવતા ત્યારે સરધારનો ભાવિક જનસમુદાય શ્રવણપાન માટે પધારતો. એક વખત શ્રોતાઓની સંખ્યા ઓછી જોઈ. દરરોજ આવું બનતું એટલે ખબર પડી કે કોઈ રામાનંદ નામના સંત પધાર્યા છે અન્ો બહુ ભાવથી સત્સંગ કરાવે છે. ભાવિકજનો ત્યાં વધારે સંખ્યામાં ઊમટે છે.
કુત્ાૂહલ-જિજ્ઞાસાભાવથી મુકુંદદાસ રામાનંદના સત્સંગમાં સામેલ થવા સહભાગી બન્યા. ઉદ્ધવ અવતાર મનાતા રામાનંદ સ્વામીની અસ્ખલિત જ્ઞાનવાણી, એમાંથી ટપકતી પ્રેમલક્ષણા તથા વેદાંતધારાની જ્ઞાનમાર્ગી વાક્ધારાથી – સદુપદેશથી મુકુંદદાસ મોહિત થયા. ત્ોઓન્ો મનોમન સદ્ગુરુ માનીન્ો નિયમિત જવા લાગ્યા. તુલસીદાસન્ો આ ગમ્યું નહીં. સાત્ત્વિક સંતમૂર્તિ તુલસીદાસનો રામાનંદ પાસ્ો ન જવા દેવાનો દુરાગ્રહ મુકુંદદાસન્ો ગમ્યો નહીં. તુલસીદાસથી વિમુખ થવા માટે, પોતા પરત્વે વિશેષ દુર્ભાવ પ્રગટે એવું વલણ અન્ો વ્યવહાર મુકુંદદાસ આશ્રમ-મઠમાં પ્રગટાવતા. બ્ોધ્યાન બનીન્ો સીધુ-સામાન વધુ માત્રામાં આપી દે. પ્રસાદનો વ્યય કરે. દુ:ખી થઈન્ો, કંટાળીન્ો, અભાવ અનુભવીન્ો મુકુંદદાસન્ો આશ્રમમાંથી નિષ્કાસિત કર્યા. છુટ્ટા કર્યાની રજાચિઠ્ઠી જાહેર કરી જેથી આશ્રમના નામે કોઈ દાન-દક્ષિણા ન લે. ‘મુકુંદદાસન્ો ભાવતું હતું ત્ો વૈદે બતાવ્યું.’ – ‘દોડવું હતું ન્ો ઢાળ મળ્યો.’
સરધારથી અન્ય સ્થાન્ો સત્સંગ માટે નીકળી પડેલા રામાનંદ સ્વામીનું પગ્ોરું મેળવ્યું. બંધિયા ગામે બિરાજતા રામાનંદજી પાસ્ો પહોંચી ગયા.
સત્સંગ સભામાં બિરાજતા રામાનંદ સ્વામી સમક્ષ દંડવત્ પ્રણામ કરીન્ો શિષ્ય બનાવવા પ્રાર્થના કરીન્ો સરધારના સંત તુલસીદાસ તરફથી મળેલ રજાપત્ર એમના હાથમાં મૂકી કરબદ્ધ બની ઊભા રહૃાા.
રામાનંદ સ્વામીએ સ્ોવક તરીકે આશ્રમમાં રાખ્યા. મુકુંદદાસ તો સ્ોવા, પ્ાૂજા અન્ો નામ-જાપ કરે, જે કંઈ કામ સોંપ્ો એ બધું નિષ્ઠાથી કરે. રામાનંદજીએ થોડા દિવસ પછી એક ક્ષત્રિય ભક્તરાજ મૂળુભાઈના ખેતરમાં ખેતીકામ માટે મોકલ્યા. ત્યાં પણ સવારથી સાંજ સુધી નામ-જપ અન્ો કૃષિકાર્યમાં મન પરોવીન્ો ક્રિયાશીલ રહે. થોડા દિવસ પછી મૂળુભાઈ રામાનંદ સ્વામીન્ો કહે; ‘તમે ભલે ખેતીનું કામ સોંપ્યું પણ એ તો ભારે ઊંચી કોટિનો આત્મા છે. આખો દિવસ પરિવારના કોઈ સભ્ય સામે મોઢું ઊંચું કરીન્ો નજર કરતો નથી. કેવળ નામ-જાપ અન્ો થાકી ગયો હોય તોય તમારી આજ્ઞાનું અક્ષરશ: પાલન કરીન્ો અમારે ત્યાં ખેતરમાં અન્ય મજૂરો કરતાં પણ વધુ સમર્પિત થઈન્ો કામમાં રત રહે છે. અન્ો ખેતરન્ો બદલે મંદિરમાં જ રાખો. એન્ો શ્રમ કરતો જોઈન્ો સાધુ પાસ્ો સ્ોવા લેતાં અમારો જીવ બળે છે. મુકુંદદાસનું સમર્પણભાવથી સભર વ્યક્તિત્વ રામાનંદજીન્ો પરખાઈ ગયું. પછીથી આશ્રમમાં જ બોલાવીન્ો રાખ્યા.
ઈ.સ. ૧૭૮૬માં વિક્રમ સંવત ૧૮૪૨ની વસંતપંચમીના શુભ દિવસ્ો મુકુંદદાસન્ો બંધિયા મુકામે આશ્રમમાં પરમૈકાંતિક પરમહંસ દીક્ષા આપીન્ો મુક્તાનંદ એવું નામકરણ કર્યું. તરુણવયથી સ્ોવેલી મનોકામના આયુષ્યના અઠાવીસમે વર્ષે ફળીભૂત થઈ. આ બધા સંઘર્ષ – ગુરુખોજ વચ્ચે નામ-જપ, સંગીત, યોગસાધના ચૂક્યા ન હતા. એમનું શાસ્ત્રનું જ્ઞાન અર્જિત કરવાનું વલણ રામાનંદજીન્ો સ્પર્શી ગયું. એમની જ્ઞાન-વૈરાગ્યવૃત્તિ, ન્ૌષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનો ભાવ અન્ય શિષ્ય-ગુરુબંધુઓ માટે આદર્શ બની રહૃાો. સ્વામીજી સાથે વિચરણ દરમ્યાન સત્સંગમાં ચોપાઈ- ગાન, સંગીતવાદ્યનું વાદન એમની આગવી ઓળખ બની ગઈ. એમનો આતિથ્ય- સ્ોવાભાવ, સદાવ્રતમાં સ્ોવા આપવાનું વલણ, રામકથાકથન અન્ો સદુપદેશથી સત્સંગીઓમાં વિશેષ શ્રદ્ધાથી એમની અભિવૃદ્ધિ થતી રહી. માંગરોળ આસપાસ અન્ો લોજ ગામે રામાનંદ સ્વામીએ ત્ોમન્ો પટ્ટશિષ્યરૂપ્ો નિવાસી બનાવ્યા. ત્યાં આસપાસનાં ગામોમાં ભાવિક ભક્તોનું પ્ાૂર વહેતું થયું. રામાનંદ સ્વામી પ્રસન્ન હતા. શિષ્યનું જ્ઞાન વધે, શાસ્ત્ર-અભ્યાસમાં વૃદ્ધિ થાય અન્ો સંસ્કૃત તથા કાવ્યશાસ્ત્રનું જ્ઞાન સુલભ થાય એ હેતુથી કચ્છની રાઓ લખપત વ્રજભાષા પાઠશાળામાં બીજા એક શિષ્ય દેવાનંદ સાથે વિદ્યાભ્યાસ માટે રામાનંદ સ્વામીએ મુક્તાનંદજીન્ો મોકલ્યા.
ભૂજમાં રામવાડીમાં-ધર્મશાળામાં રહેતા, ભિક્ષા માગીન્ો પોષણ કરીન્ો વિદ્યાભ્યાસમાં જ પરોવાયેલા રહેતા. ભિક્ષાર્થે જતા ત્ો રાજના દીવાન સુંદરજીભાઈ શિલ્પી-સુથાર નારાયણભાઈ હતા. માતુશ્રીની પાસ્ો નિવાસ માટે એક ઓરડીની સુવિધા મેળવી. અવાવરું જગ્યામાં રહેતાં ભૂત-પ્રેતાદિનો દૃઢ મનોબળથી સામનો કરી સ્થાનન્ો સુવ્યવસ્થિત કર્યું. રાજ્ય દીવાન-સુથાર-શિલ્પીબંધુ સુંદરજીના પરિચિત એવા પાઠશાળાના શિક્ષકો મુક્તાનંદજીન્ો વિશેષ પાઠ આપતા. અહીં ઘણા સત્સંગીઓન્ો રામાનંદ સ્વામીના મતથી – ઉપદેશથી શિક્ષિત કર્યા અન્ો અધ્યયનકાર્ય પ્ાૂર્ણ કરીન્ો લોજ પરત થયા ત્યારે ઘણાબધા સત્સંગીઓ સાથે આવેલા. પછી એ સત્સંગીઓના આગ્રહથી રામાનંદ સ્વામીની ભૂજ-કચ્છમાં પધરામણી થવા લાગી અન્ો સત્સંગમાં અભિવૃદ્ધિ થઈ. મૂળભૂત રીત્ો મુક્તાનંદ સ્વામીનું ભૂજ-કચ્છપ્રયાણ ભારે કલ્યાણકારી અન્ો સંપ્રદાય માટે અનુકૂળ રહૃાું. હવે તો ઊંડું શાસ્ત્રગાન, શાસ્ત્રનાં સ્ાૂત્રો કંઠસ્થ, ગીતાનું, શ્રીમદ્ ભાગવતનું અધ્યયન, સત્સંગમાં સતત રત એવા મુક્તાનંદ સ્વામીની લોજ મઠ-આશ્રમના મહંત તરીકે વરણી કરી. રામાનંદસ્વામી વિચરણ માટે ફરતા રહે.
૨૮ વર્ષે દીક્ષિત થઈન્ો મહંતપદે લોજમાં પચાસ્ોક જેટલા શિષ્યવૃંદ સાથે બિરાજતા અન્ો સંપ્રદાયનું મહત્ત્વ ભક્તજનોમાં સ્થાપિત કરતાં-કરતાં મુક્તાનંદ સ્વામી ૪૨ વર્ષના થયા ન્ો ઈ.સ. ૧૮૦૦ના વિક્રમ સંવત ૧૮૫૬ના શ્રાવણ વદિ છઠ્ઠની સવારે – પ્રાત:કાળે – એક સુખાનંદ નામના શિષ્યે કોઈ કોપીનધારી, જટાધારી તરુણન્ો જોયા. પરિચય પ્ાૂછ્યો એટલે તરુણ મુનિસંત્ો કહૃાું કે કૌશલદેશથી તીર્થાટન કરતો-કરતો નીલકંઠ વર્ણી અહીં પહોંચ્યો છું. નીલકંઠ વર્ણીનું આવું વચન સાંભળીન્ો પોતાનો પરિચય આપતાં સુખાનંદે કહૃાું કે રામાનંદ સ્વામીના સહસ્રાધિક શિષ્યોમાંના અમે પચાસ્ોક અહીં તપસ્વી, પંડિત મુક્તાનંદસ્વામીની નિશ્રામાં આશ્રમમાં રહીન્ો ભક્તિ-ઉપાસના કરીએ છીએ. આ પગથીવાળી વાવના જળનો સ્નાનાદિક માટે અન્ો જલપાન માટે ઉપયોગ કરીએ છીએ.
નીલકંઠ વર્ણીએ કહૃાું કે હું તપોનિષ્ઠ હોઈન્ો ગ્ાૃહમાં કે નગરમાં નિવાસ કરતો નથી. વનવિહાર કરતો રહું છું. પણ હું નિત્યક્રમ અન્ો સ્નાનવિધિ પછી યોગીરાજનાં દર્શન-સત્સંગ માટે આશ્રમમાં અવશ્ય આવીશ.
સુખાનંદજીએ આશ્રમમાં તપસ્વી સાથેના સંવાદની વાત કહી, ત્યાં તો થોડી વારમાં કોપીનધારી-જટાધારી નીલકંઠવર્ણી પધાર્યા. બધાન્ો નમસ્કાર કર્યા. નીલકંઠવર્ણીનું યુવાશરીર, તપનું ત્ોજ પાથરતું મુખ અન્ો શુદ્ધ વાક્ય-ઉચ્ચારણોથી શિષ્યવૃંદ પ્રભાવિત થયું. ગાદી ઉપર બિરાજમાન મુક્તાનંદજી સત્સંગયોગ્ય લાગ્યા અન્ો પ્ાૃચ્છા કરી કે ‘મન્ો કૃપા કરીન્ો કહેશો કે જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ અન્ો પરબ્રહ્મનાં આ પાંચ ભેદોનાં સ્વરૂપલક્ષણોનો શાસ્ત્રમત શું છે?’
મુક્તાનંદ સ્વામીએ ખૂબ જ સંક્ષેપમાં ઉત્તર આપીન્ો અંત્ો કહૃાું, ‘મેં ગુરુમુખી વિદ્યાથી પ્રાપ્ત કરેલું જ્ઞાન આપની સમક્ષ કથ્યું. વિસ્ત્ાૃત છણાવટ તો અમારા ગુરુજી કરી શકે. ત્ોઓન્ો પરમાત્માદિ સર્વેના સ્વરૂપનો સાક્ષાત્કાર
થયેલો છે.’
મુક્તાનંદમુનિનું કથન શ્રવણ કરીન્ો નીલકંઠવર્ણીએ વિનીતભાવે કહૃાું કે ‘મારા પ્રશ્ર્નોન્ો અસંદિગ્ધ રૂપ્ો તમે સમજાવ્યા. તમારી વિદ્વત્તા, તમારી શાસ્ત્રમત- વિચારધારાન્ો સુરેખ-સ્પષ્ટ રીત્ો સમજાવવાની રીત મન્ો ખૂબ જ ગમી છે. આ પ્રકારના ઉત્તરો મન્ો મોટા પંડિતો પાસ્ોથી પણ નથી મળ્યા. મન્ો અહીં આપ સહુની નિશ્રામાં રહેવાની અનુમતિ આપો ન્ો ગુરુજીનો જલદીથી મેળાપ-દર્શનયોગ રચી આપો.’
અઢારેક વર્ષની તરુણવયે નીલકંઠ વર્ણી આ રીત્ો લોજનિવાસી બન્યા. એમની સ્ોવા-પ્ાૂજા, નામ-જાપ-ધ્યાન વગ્ોરે ચાલતાં રહે. એક વખત મુક્તાનંદજીએ પ્ાૃચ્છા કરી કે તમે એકાગ્રચિત્તે કયા ઇષ્ટદેવનું ધ્યાન ધરો છો? એના ઉત્તર રૂપ્ો વર્ણીએ કહૃાું કે ‘શ્રી રાધિકેશ ભગવાન સર્વેશ્ર્વર છે એ જ સર્વશાસ્ત્રમતાનુસાર દેવાધિદેવ અવતારી શ્રીકૃષ્ણ પરબ્રહ્મ મારા ઇષ્ટદેવ છે. નિત્ય એનું પ્ાૂજન, અર્ચન ન્ો ધ્યાન ધરું છું.’ મુક્તાનંદજી આ પ્રત્યુત્તર સાંભળી પ્રસન્ન થયા અન્ો કહૃાું કે ‘અમે પણ શ્રીકૃષ્ણ ભગવાનનું જ પ્ાૂજન-અર્ચન કરીએ છીએ. ગુરુવર્ય રામાનંદજી તો ઉદ્ધવજીના અવતાર ગણાય છે.’ પછી નીલકંઠવર્ણીએ પોતાનો પ્ાૂર્ણ વૃત્તાન્ત કહૃાો. ભૂજથી રામાનંદજી ક્યારે પધારશે એવી સતત પ્ાૃચ્છા કરતા.
લોજ આશ્રમમાં વર્ણીજી સર્વે શિષ્યવૃંદ સાથે તમામ પ્રકારનાં સ્ોવાકાર્યોમાં લીન રહેતા. એક વખત મુક્તાનંદજીએ કહૃાું કે ‘તમે હવે ત્યાગીઓ સાથે નિવાસ કરો છો તો વેશ પણ એવો ધારણ કરો તો ઉચિત ગણાશે.’ નીલકંઠવર્ણીએ હા ભણી. મુક્તાનંદજીએ એમના કેશ ઉતરાવી લેવાની વ્યવસ્થા કરી. પહેરવાનાં-ઓઢવાનાં વસ્ત્રો, મસ્તકે બાંધવાનું કપડું વગ્ોરે ધારણ કરાવ્યાં. અન્ો સરજૂદાસ એવું નામકરણ કર્યું. મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં નવેક માસ રહૃાા. ગોસ્ોવા, અતિથિસત્કાર, સદાવ્રત, સ્ોવાપ્ાૂજા-શ્રમકાર્યમાં જ વ્યસ્ત રહેતા અન્ો રામાનંદજીન્ો પ્રત્યક્ષ-સાક્ષાત્ મળવાની ઉત્કંઠા વ્યક્ત કરતા રહેતા. મુક્તાનંદજીએ એક પત્ર દ્વારા નીલકંઠવર્ણી-સરજૂદાસની બધી વિગતો આલેખીન્ો રામાનંદ સ્વામીન્ો પાઠવી. પ્રત્યુત્તર રૂપ્ો મુક્તાનંદજીન્ો રામાનંદ સ્વામીનો સ્ન્ોહાશિષ સભર પત્ર મળ્યો. (ક્રમશ:)
- * *