ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા – ભાગ-૧૨

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

(૩) ‘પંચરત્ન’:
‘ગુણવિભાગમાં ત્રણ ગુણની મીમાંસા કરી એ રીત્ો ‘પંચરત્ન’ ગ્રંથમાં મુક્તાનંદજીએ વૈરાગ્ય, વિવેક, જ્ઞાન, ધ્યાન, અન્ો વિજ્ઞાન જેવા રત્ન સમાન પાંચ ગુણનું તાત્ત્વિક અર્થઘટન સમજાવીન્ો તત્ત્વદર્શન-ભક્તિ સાથે એનો અનુબંધ જોડ્યો છે. દરેક ગુણની તાત્ત્વિક સમજ ‘ચિંતામણિ’ શીર્ષક અંતર્ગત પ્રસ્તુત કરી છે. એ મુજબ પ્રારંભે પાંચ દોહા અન્ો ત્ોર ચોપાઈ અન્ો એક દોહામાં વૈરાગ્ય ચિંતામણિ, ત્રણ દોહા, સત્તર ચોપાઈ અન્ો ચાર દોહામાં વિવેકચિંતામણિ પ્રસ્તુત કરી છે.

પાંચ દોહા, પંદર ચોપાઈ અન્ો પાંચ દોહામાં જ્ઞાનચિંતામણિની સમજ પ્રસ્તુત કરી છે. એમનું સંસ્કૃતનું શાસ્ત્રજ્ઞાન સરળ, બોધાત્મક રીત્ો અવલોકવા મળે છે. ત્ોઓ ગાય છે
ભક્તિરૂપ શુભ પંખિની, જ્ઞાન વિરતિ પર દોય;
ચિદાકાશ મેં ચલત સો, રહત ન આવરણ કોય.
સાત દોહા, વીસ ચોપાઈ અન્ો પુન: ત્રણ દોહામાં ધ્યાનચિંતામણિ સ્વરૂપની અવધારણા પ્રસ્તુત કરી છે.

બ્ો દોહા, બાર ચોપાઈ અન્ો ચૌદ દોહામાં વિજ્ઞાનચિંતામણિમાં વિજ્ઞાન તત્ત્વના સ્વરૂપન્ો સમજાવ્યું છે.
અંત્ો ગાય છે :
‘પંચરત્ન પુરન ભયે, ચિંતામણિ સમ હોય;
દુ:ખ દારિદ્ર્ય ન રહત ત્ોહી, જેહી ઢીગ યહ મની હોય.

ઈ.સ. ૧૮૨૨, સંવત ૧૮૭૮ના શ્રાવણ સુદિ બીજન્ો દિવસ્ો સરળ હિન્દીમાં ચુંમાલીશ દોહા અન્ો સત્યોત્ોર ચોપાઈમાં તત્ત્વદર્શન ગુંજ્યું છે. રસળતી પ્રાસયુક્ત પદાવલિ, તત્ત્વબોધ દુર્બોધ ન બની રહે એ રીત્ો ગઢડા મધ્યે શ્રીહરિની આજ્ઞાથી આ ગ્રંથ રચેલો. એનો મહિમા તત્ત્વદર્શનમૂલક સાંપ્રદાયિક સાધનાધારા સંદર્ભે ઘણો છે.

(૪) ‘કપિલગીતા’ :
શ્રીમદ્ ભાગવતના કેટલાક સ્કંધનાં કથાનકો શ્રીહરિન્ો પણ ખૂબ પ્રિય હતાં. દૃષ્ટાંતોમાં અન્ોક સ્થાન્ો એનો ઉલ્લેખ પણ કરતા. મુક્તાનંદ સ્વામીનું પણ શ્રીમદ્ ભાગવતનું અધ્યયન વિશેષ હતું. ત્રીજા સ્કંધના ૨૫ થી ૩૩ એમ નવ અધ્યાય સુધી ખૂબ વિસ્ત્ાૃત રીત્ો કપિલમુનિ અન્ો માતા દેવહૂતિનું કથાનક છે. સાંખ્યજ્ઞાન-તત્ત્વદર્શનથી સભર એ સંપ્ાૂર્ણ કથાનક્ધો ‘કપિલગીતા’ નામના બ્ાૃહદ્ કથાગ્રંથમાં નવ અધ્યાય અન્ો પ્રારંભે આપ્ોલ ભૂમિકાથી ખંડમાં વિભાજિત કરીન્ો પ્રસ્તુત
કરેલ છે.

ઈ.સ. ૧૯૨૭-વિ.સં. ૧૮૮૩ના રવિવારન્ો જન્માષ્ટમીએ ગઢડા મધ્યે શ્રીહરિની આજ્ઞાથી ‘કપિલગીતાની રચના પ્ાૂર્ણ કરેલી. પ્રારંભે ભૂમિકા ૬૮ કડીમાં. મનુ ભગવાન અન્ો શતરૂપારાણીના સંસારજીવનમાં શાસ્ત્રનિપુણ દેવહૂતિ અન્ો કર્દમઋષિના લગ્નસંસારની સંપ્રાપ્તિ સ્વરૂપ્ો નવ પુત્રી અન્ો પછી કપિલ નામના સુપુત્ર. માતાન્ો સાંખ્યજ્ઞાનના સ્વરૂપની, સાધનાની સંકલ્પના જણાવવા ક્રિયાશીલ હોય ત્ોટલી ઘટનાન્ો અહીં આવરી લીધી છે.

પછી ચોપાઈ-દોહાબંધનાં ૪૪ પદમાં પ્રથમ અધ્યાયમાં એકાન્તિક ભક્તિનું સ્વરૂપ અન્ો આ ભક્તિયોગનું – સાધનાનું નિરૂપણ વર્ણવેલ છે. ત્રીજો સુદીર્ઘ અધ્યાય ૭૧ પદનો છે. એમાં ભક્તિતત્ત્વનાં લક્ષણો વિગત્ો સમજાવ્યાં છે. દોહા-ચોપાઈ બંધનાં ૩૦ પદના ત્રીજા અધ્યાયમાં પ્રકૃતિ પુરુષ વિવેકનું નિરૂપણ કરીન્ો એનાથી શું પ્રાપ્ત થાય એ દર્શાવતાં ત્ોઓ આલેખે છે કે –
‘આત્મજ્ઞાનસ્ો જાહિકે, સબ સંશય ભયે નાશ;
એસ્ો નિર્ભય જોગી કો, હોત બ્રહ્મપુર વાસ;
તનુ તજી અક્ષયધામ કું, જોગી પાવત જોઈ;
પુનિ તાકુ સંસાર મેં, જન્મ મૃત્યુ નહીં હોઈ.
મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સિદ્ધાન્તધારાન્ો વચ્ચે-વચ્ચે શ્રીમદ્ ભાગવતની વિગતની સાથે વણી લીધી છે. એ ઇન્ટરપોલેશન નથી પરંતુ મોક્ષગતિની ભૂમિકાનું પોતીકું ઇન્ટરપિટેશન છે. એમાં તર્ક, તાત્ત્વિક શાસ્ત્રમૂલક પરિભાષા પ્રયોજીન્ો સાંપ્રદાયિક સંદર્ભ સાંકળતા જણાય છે.

૪૫ પદનો ચોથો અધ્યાય અષ્ટાંગયોગની સાધનાધારાનો પરિચય પ્રસ્તુત કરે છે. દેવહૂતિ માતાનો સાંખ્યશાસ્ત્ર સંદર્ભે પ્રશ્ર્ન છે એના પ્રત્યુત્તર રૂપ્ો હરિગીત, દુહા, ચોપાઈ પદબંધમાં મહત્ત્વની વિગતોન્ો અર્થપ્ાૂર્ણ રીત્ો નિરૂપતા અવલોકી થયો છે.

૪૫ના પદમાં પાંચમા અધ્યાયમાં ભક્તિના વિવિધ ભેદો તથા કાળના સ્વરૂપના વિવરણ અન્ો વિશ્ર્લેષણની વિગતો નિરૂપ્ોલ છે. ૩૪મા પદના છઠ્ઠા અધ્યાયમાં વૈરાગ્યના હેતુ રૂપ્ો મહત્ત્વનાં ઘટકો તથા સાંસારિક દુ:ખોનું નિરૂપણ કરીન્ો ‘વૈરાગ્યમેવાભયમ્’ – વૈરાગ્ય જ અભય અર્પનાર છે એવું પ્રતિપાદિત કરેલ છે. ૪૮ પદના સાતમા અધ્યાયની વિષયસામગ્રી વૈરાગ્ય સંદર્ભે જ છે. અહીં કર્મસંસ્કૃતિનું વિગત્ો નિરૂપણ કરીન્ો ભાગવતકેન્દ્રી કર્મફળન્ો કપિલમુનિ કથિત સકામ અન્ો નિષ્કામ પ્રકારના ધર્મકુળના સ્વરૂપ્ો ચર્ચેલ છે. છેલ્લા નવમા અધ્યાયમાં ૩૭ પદ છે અન્ો એક અંતિમ પદ
મહિમાનું છે. અહીં માતા દેવહૂતિન્ો સિદ્ધદશાના સ્વરૂપની ઓળખ કરાવી છે.

‘કપિલગીતા’ના નવ અધ્યાયના મૂળ કથાનકનો ભાવાનુવાદ અન્ો સ્વામિનારાયણ સંપ્રદાય કથિત એકાંતિક ઉપાસના-વિભાવનાન્ો પણ સમુચિત રીત્ો સાંકળી છે. હિન્દીમાં તાત્ત્વિક દર્શનન્ો દોહા-ચોપાઈ અન્ો ક્વચિત્ છંદોમાં અર્થપ્ાૂર્ણ ભાવવિશ્ર્વન્ો ત્ોઓ સમર્થ અન્ો સક્ષમ રીત્ો આલેખી શકે છે એની પ્રતીતિ ‘કપિલગીતા’ છે. એક રીત્ો ઉદ્ધવ સ્વામિનારાયણ સંપ્રદાયની સાધનાધારાન્ો સમર્પિત કરતા બળવાન દૃષ્ટાંતરૂપ્ો જોઈએ તો આ કથાકૃતિ છે.

(૫) નારાયણગીતા :
સાંપ્રદાયિક સમજની તાત્ત્વિક વિગતોન્ો બહુધા મુકતાનંદ સ્વામી હિન્દી ભાષામાં અભિવ્યક્તિ અર્પીન્ો કૃતિનું સર્જન કરતા અવલોકવા મળે છે. શ્રીહરિએ શિક્ષાપત્રી ઉપરાંત ‘સત્સંગિજીવન’માં પણ પોતાના અનુયાયી આશ્રિતોન્ો અનુસરવાનાં ધોરણોની વિગતો કથી છે. એ ગ્રંથના બીજા પ્રકરણનો સાતમો અધ્યાય આવા સદાચારી બોધથી સભર છે. જેન્ો મુક્તાનંદ સ્વામીએ હિન્દી ભાષામાં દોહરા-ચોપાઈ અન્ો હરિગીત છંદમાં ઢાળીન્ો ૧૮૨ કડીમાં આલેખી છે. ગઢડામાં વાસુદેવનારાયણની નિશ્રામાં રહીન્ો સત્સંગી હરિભક્તોએ પાળવાની રીતિ અસરકારક વાણીમાં આલેખી છે.

સ્વામિનારાયણ કથિત મૂલ્યબોધન્ો – જીવનબોધન્ો ‘નારાયણગીતા’ એવા શીર્ષકાંતર્ગત વણી લીધેલ છે. રાજધર્મ, સમાજધર્મ, સંતધર્મ અન્ો ગ્ાૃહસ્થધર્મન્ો પાળવાની વિગતોમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની નીતિમત્તા, જીવનમૂલ્યનિષ્ઠા-સંઘર્ષની વ્યાપક ખેવના પ્રગટતી હોઈન્ો દર્શન-સમજ સંદર્ભે આ ગ્રંથ
મહત્ત્વનો છે. (ક્રમશ:)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button