મુક્તાનંદ સ્વામી: મહત્તા અને મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
(ભાગ-૧૦)
૨. ‘સત્સંગ શિરોમણિ’: સ્વામિનારાયણ સંપ્રદાયના સદુપદેશન્ો રજૂ કરતી શાસ્ત્રીય દૃષ્ટાંતોના અનુષંગ્ો રચાયેલ કુલ ૨૪ અધ્યાયમાં દુહા, સોરઠા, છંદ, ચોપાઈ, સાખી એમ ભાવાનુકૂળ પદબંધમાં બધુ મળીન્ો કુલ ૧૨૦૧ કડીની મારી દૃષ્ટિએ આ ઘણી મહત્ત્વની કથામૂલક આખ્યાનકૃતિ છે. આ ગ્રંથન્ો મુક્તાનંદ સ્વામીએ ઈ.સ. ૧૮૧૯, વિ.સં. ૧૮૭૫ અષાઢી ચોથ ન્ો સોમવારના દિવસ્ો ગઢડામાં પ્ાૂર્ણ કરેલ.
મુક્તાનંદજીની વિશિષ્ટતા એ છે કે પોતાની કૃતિન્ો ત્ોઓ ચર્ચા, પરિચર્ચા અન્ો પ્ાૂર્તિથી જીવંત બનાવે છે. કૃતિના આરંભે રૈવતાચલ અર્થાત્ ગિરનાર પર્વતની તળેટીમાં જૂનાગઢ ખાત્ો શ્રીજી મહારાજ સભા ભરીન્ો બિરાજમાન હતા. ત્યારે મુકુંદાનંદ બ્રહ્મચારીએ પ્રશ્ર્ન કર્યો કે ‘સત્સંગમાં રહીન્ો કોઈ વૃદ્ધિ પામે છે. કોઈ ક્ષય-લય પામે છે એનું કારણ શું ? આખી કથાનો પ્રારંભ સંપ્રદાયન્ો માટે આવા મહત્ત્વના પ્રશ્ર્નન્ો કેન્દ્રમાં રાખીન્ો કર્યો છે. બીજા અધ્યાયમાં શ્રીજી મહારાજે આપ્ોલ ઉત્તર ભારે રસવતી શૈલીમાં ત્રીજા અધ્યાયમાં મુક્તાનંદજીએ વણી લઈન્ો કહૃાું કે સંતોના ગુણ ગ્રહણ કરવાથી વૃદ્ધિ પમાય અન્ો અવગુણ ધ્યાનમાં લેવાથી ક્ષય-લય પમાય.
ઉપનિષદની માફક પ્રશ્ર્ન-ઉત્તર પાસ્ો બ્ોઠેલાની વચ્ચેનો વિમર્શ હોય ત્ોમ એક પછી એક અધ્યાયમાં કથાનક નિરૂપાયું છે. શ્રીજી મહારાજે આ સંદર્ભે શ્રીમદ્ ભાગવતપુરાણના ચોથા સ્કંધના ૧૩મા-૧૪મા અધ્યાયમાંથી વેનરાજાના ચરિત્રની અન્ો પછી છઠ્ઠા સ્કંધના ૧૪ થી ૧૭ અધ્યાયમાંની શિવજીની અવમાનના કર્યાથી ચિત્રકેતુ રાજાની, ઉપરાંત ઇન્દ્રની અવસ્થિતિની તથા સ્કંધ છઠ્ઠામાંની શિવનું અપમાન કરનાર દક્ષની કેવી સ્થિતિ થઈ એનાં દૃષ્ટાંતો ‘સત્સંગ શિરોમણિ’માં છ અધ્યાય સુધી કહૃાા છે. પછી સાતમા અધ્યાયમાં દશમસ્કંધમાંની અક્રૂરની દારુણ અવસ્થિતિનું દૃષ્ટાંત, આઠમા અધ્યાયથી મહાભારતનાં કથાનકો શ્ર્વાનમાંથી રાસભ પદ, આરુણી, કુશિક રાજાએ મહર્ષિ ચ્યવનની સ્ોવાનું ફળ મેળવ્યું. નારદ કેવી રીત્ો દેવપદ પામ્યા વગ્ોરે દૃષ્ટાંત-કથાનકો બારમા અધ્યાય સુધી આલેખ્યાં છે. પછી શ્રીહરિ ધર્મ-અધર્મ, સંત-અસંત, સદ્ગુણ-દુર્ગુણ અન્ો ભક્તિ પણ એકાંતિક ભાવથી કરવાથી ગોલોકધામ અન્ો ત્ોમાં બિરાજતાં રાધાકૃષ્ણનાં દર્શન-વર્ણન સોળ અધ્યાય સુધી આલેખેલ છે.
સત્તરમાં અધ્યાયમાં રામનવમીએ સાક્ષાત્ – પ્રત્યક્ષરૂપ્ો પોતાનો જન્મદિવસ ગિરનાર પર્વતની છાયામાં ઊજવવાનું આલેખન. વિમલા એકાદશીનું આલેખન અન્ો પછી વિવિધ ઉત્સવોનું આલેખન છે.
અઢારમા અન્ો ઓગણીસમા અધ્યાયમાં સંત-અસંતનાં લક્ષણો, ઉપરાંત સંતસમાગમ વગરના સ્ત્રી-ભક્તોએ કરેલી સત્સંગ માટેની પ્રાર્થના છે. પછી કચ-દેવયાની અન્ો નારદની અવસ્થિતિનાં દૃષ્ટાંતો શ્રીહરિ મુખે મુકાયાં છે. અંતમાં ૨૩મા-૨૪મા અધ્યાયમાં ત્યાગી અન્ો ગ્ાૃહસ્થોએ પાળવાના નિયમો કે વ્રત આદિમાં આપ્ોલ પ્રાયશ્ર્ચિત્ત વિધિની વિગતો આલેખીન્ો ગ્રંથનું ફળકથન વર્ણવેલ છે.
‘શ્રીમદ્ ભાગવત’, ‘મહાભારત’ અન્ો ‘ઉપનિષદ’નાં દૃષ્ટાંતોથી ‘સત્સંગ- શિરોમણિ’ ગ્રંથ સુવાચ્ય, સુપાચ્ય અન્ો સુરેખ આકાર-રૂપ ધારણ કરતો હોઈન્ો આ ગ્રંથનો મહિમા ખૂબ છે.
(૩) ‘કૃષ્ણપ્રસાદ’: ૧૧૨ પદ-ગરબી ઢાળની આ ગ્ોય કૃતિ. ભગવાન શ્રીકૃષ્ણ વડતાલધામમાં પધારી નિવાસી બન્યા એ વાત ‘સત્સંગીજીવન’ નામના ગ્રંથમાંના ચોથા પ્રકરણના ૨૮ થી ૩૩ અધ્યાયની કથાન્ો વર્ણન, કથન અન્ો સંવાદભાવની ગરવી-પદમાં ઢાળીન્ો સુદીર્ઘ સળંગ બંધનું કથનકાવ્ય મુક્તાનંદ સ્વામીની કથનકળાશક્તિનું પરિચાયક છે.
કથાનકનો આરંભઽમંગળાચરણ એક પદ-ગરબીમાં કરીન્ો પછી સાતમી ગરબી સુધી વાસુદેવના પાટોત્સવનો પ્રસંગ અન્ો પછી બારમી ગરબી સુધી દ્વારિકાનું મહાત્મ્ય રજૂ કરે છે.
બીજું ઘટક અયોધ્યાનિવાસી ભક્તો સચ્ચિદાનંદ સ્વામી સંગાથે દ્વારિકાયાત્રા પધરામણી કરે છે ન્ો યાત્રાવર્ણન ૯૫ ક્રમાંકની ગરબી સુધી છે. સચ્ચિદાનંદજીનું ધર્મવંશીઓથી છૂટા પડી જવું; દર્શનની તરસ-તલપ, વિરહ અન્ો અંત્ો દ્વારિકાધીશે સાક્ષાત્ દર્શન આપ્યાં. કાયમ માટે વડતાલધામના નિવાસી બન્યા એ સાંપ્રદાયિક માન્યતાનું આલેખન ૧૧૨ ગરબી સુધી વિગત્ો કર્યું છે. મુક્તાનંદજીએ સમુચિત રીત્ો કૃતિનું શીર્ષક કૃષ્ણપ્રસાદ આપ્યું છે. ભક્તોન્ો અન્ોક રીત્ો વડતાલધામના મહિમાનો ઉપદેશ આ નિમિત્તે મુક્તાનંદ સ્વામીએ અહીં કરાવ્યો જણાય છે.
(૪) ‘રુક્મિણી વિવાહનાં પદો’: શ્રીહરિએ સમગ્ર સમાજમાં સાત્ત્વિકતા અન્ો તાત્ત્વિકતાન્ો પોષક વાતાવરણ સંપ્રદાયના ઉત્સવો, વિવિધ ક્રિયાકલાપો દ્વારા રચ્યું. અનુયાયીઓની કાર્ય પ્રણાલીઓનો પ્રભાવ વ્યાપક સમાજ ઉપર પડતો હોય છે. શ્રીહરિએ જોયું કે લગ્ન જેવા શુભ પ્રસંગ્ો મંગલ લગ્નગીતો ઠઠ્ઠામશ્કરી, ઉપહાસયુક્ત ફટાણાં વ્યાપકપણે સમાજમાં પ્રચલિત હતાં. શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીન્ો આજ્ઞા કરી કે એવાં થોડાં લગ્નગીતો અન્ો એવાં સાત્ત્વિક ફટાણાં રચીન્ો હરિભક્ત કુટુંબોન્ો શુભલગ્ન પ્રસંગ્ો પ્રયોગ કરવા કહો. મુક્તાનંદ સ્વામી તો સદ્યકવિ હતા. શીઘ્રકવિતા રચવાનું કૌશલ્ય ધરાવતા. વળી સમાજની રૂઢિ, ઢાળ, રાગથી પણ પ્ાૂરા પરિચિત હોઈ ન્ો રુક્મિણીના વિવાહનાં અગિયાર પદગીતો લગ્નગીતના ઢાળમાં રચ્યાં અન્ો ચાર તાત્ત્વિક ઉપદેશાત્મક ફટાણાં રચ્યા. તત્કાલીન સમાજમાં પ્રચલિત થઈન્ો અદ્યાપિ એનું ગાન પરંપરામાં સચવાયું છે.
સાતમા ક્રમનું ગીત તો આજે એક પરંપરા બની ગયું છે.
માધવપુરનો માંડવો, આવે જાદવકુળની જાન,
પરણે ત્ો રાણી રુક્મિણી, વર વાંછિત શ્રી ભગવાન.
આમાં, વિષયસામગ્રી, પરંપરિત સામાજિક વિધિ-વિધાનના નિર્દેશો અન્ો પ્રાસ, અનુપ્રાસ અન્ો લયાન્વિત પદાવલિમાંથી મુક્તાનંદજીની લોકકવિ તરીકેની પ્રતિભા પમાય છે. મુક્તાનંદજીનાં રચાયેલાં લગ્નગીતો કાળજયી કૃતિઓ છે. (ક્રમશ:)