મુક્તાનંદ સ્વામી : મહત્તા અન્ો મૂલ્યવત્તા
ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની
(ભાગ-૭)
(૧) ‘વાસુદેવાવતારચરિત્ર’
પાંચ અથવા સાત કડીની ચોપાઈનો એક ખંડ એવા ૫૩ ખંડની આ રચનાની ભાષા હિન્દી છે. સમગ્ર રચના ભાવાનુવાદરૂપ્ો છે, આરંભ આગવો છે. શ્રીમદ્ ભાગવતના દ્વિતીય સ્કંધમાં નારદ અન્ો બ્રહ્માનો સંવાદ છે. એમાં વિષ્ણુ-વાસુદેવના વિવિધ અવતાર અન્ો એના કાર્યપ્રભાવની વિગતો છે. અહીં એ મત્સ્ય, કૂર્મ, વરાહ, ન્ાૃસિંહ, વામન, પરશુરામ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અન્ો કલ્કિ-આદિ અવતારનાં ચરિત્રન્ો સરળ રીત્ો વર્ણવ્યાં છે. ઉપરાંત અહીં કપિલ, દત્તાત્રેય, નર-નારાયણ, ધ્રુવ, ઋષભદેવ, અજચરિત્ર-ગજેન્દ્રમોક્ષ, ધન્વંતર અન્ો વ્યાસનાં ચરિત્રન્ો પણ વર્ણવેલ છે. ભગવાનના ચરિત્રનું માહાત્મ્ય પણ પ્રસ્તુત કર્યું છે. એ રીત્ો અહીં અવતારચરિત્ર કથાનક છે. શ્રીહરિ-ઘનશ્યામજીની આજ્ઞાથી આ ‘અવતારચરિત્ર’ ગ્રંથ રચ્યો ત્ોની વિગત કૃતિના અંત્ો જણાવતાં મુક્તાનંદજી
લખે છે કે,
‘નિજગુરુ ઘનશ્યામકી, આજ્ઞા ધરી કે શીશ
ત્ોહી ભાષા ટીકા કરું, દે ધારી જગદીશ.’
‘યહ અવતારચરિત્રકું, કહત-સુનત હરિદાસ;
મુક્તાનંદકો નાથ ત્ોહી, ઉર મહીં કરત નિવાસ.’
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અન્ો ચારણી સાહિત્યમાં ‘અવતારચરિત્ર ‘ગ્રંથની સુદીર્ઘ પરંપરા છે. એ પરંપરા સંદર્ભે સાંપ્રદાયિક અર્થઘટન બાબત્ો આ ગ્રંથનો અભ્યાસ મહત્ત્વનો બની રહે.
મુક્તાનંદજીના મૂળ ગ્રંથના કથાનક્ધો ચોપાઈબદ્ધ ઢાળવાના કૌશલ્યનો અહીં પરિચય મળે છે. રચના સમય ઈ.સ. ૧૮૨૮ છે. ગઢડા મધ્યે રહીન્ો એનું સર્જન કરેલું.
(૨) ‘નારાયણચરિત્ર’
ભગવાન સહજાનંદ સ્વામીના-શ્રીહરિનાં ચરિત્રની મહત્ત્વની ઘટનાઓન્ો ૩૪ પદના સળંગબંધમાં આલેખીન્ો રચાયેલ ‘નારાયણચરિત્રમ્’ હિન્દીમાં રચાયેલું પ્રથમ ચરિત્રકાવ્ય છે. શ્રીહરિનું બાલ ઘનશ્યામરૂપ્ો પ્રાગટ્ય, ગ્ાૃહત્યાગ, વનવિચરણ કરીન્ો નીલકંઠવર્ણી તરીકે લોજ પધરામણી થઈ ત્યાં સુધીના પ્રસંગોન્ો નવ પદમાં આલેખીન્ો પછી જેતપુરમાં ગાદીના અધિષ્ઠાતા, સમાધિ પ્રકરણ, યજ્ઞમૂર્તિ સ્થાન્ો, મહારાજ-શ્રીહરિના ગુણો, સંતનાં લક્ષણો ૧૯ ક્રમાંક સુધીની પદરાશિમાં સમાવિષ્ટ કરીન્ો નિષ્કુળાનંદની ત્ાૃષા છિપાવી, પ્રગટસ્વરૂપ શ્રીહરિનું અવતારકાર્ય, આચાર્યપદે ધર્મવંશીની સ્થાપના અન્ો ગ્રંથમહિમા-એ ૩૪ પદમાં લઘુચરિત્રન્ો મુક્તાનંદ સ્વામીએ હિન્દીમાં રચેલ છે. ગ્રંથ ઈ.સ. ૧૯૨૭માં પ્ાૂર્ણ થયેલ. વિ.સં. ૧૮૮૨ના જેઠ વદિ દશમન્ો દિવસ્ો પ્ાૂર્ણ કરેલ. બિહાગ રાગનું નાદ-લયસૌંદર્ય મુક્તાનંદે રસાનુભવ કરાવતા નિરૂપ્ોલ હોઈ ગ્રંથ ગ્ોય પદોની શૃંખલા સમાન માન-સન્માન ધારણ કરે છે.
(૩) ‘ધર્માખ્યાન’
મધ્યકાલીન ગુજરાતી આખ્યાન પરંપરાની વૈષ્ણવ પરંપરાના વલ્લભાચાર્યનાં ચરિત્રન્ો આલેખતી ‘વલ્લભાખ્યાન પછીની મારી દૃષ્ટિએ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સ્થાપક ધર્મપિતા અન્ો ભક્તિમાતાના સુત શ્રીહરિકૃષ્ણજીનાં ચરિત્રન્ો આલેખતી ૧૩૩ કડવા અન્ો ૧૧ પદમાં અભિવ્યક્તિ પામેલી ‘ધર્માખ્યાન’ પરત્વે ગુજરાતી અભ્યાસીઓનું બહુ ધ્યાન ગયું નથી. કથાનકનો
ક્રમિક વિકાસ, વિષયસામગ્રીન્ો ક્રમબદ્ધ રીત્ો આલેખવાનું કૌશલ્ય, શ્રીજી મહારાજનું અવતારકાર્ય અન્ો અક્ષરધામગમન સુધીના ચરિત્રન્ો નિરૂપેલ છે.
આખ્યાન પ્રારંભે બદ્રિકાશ્રમનું વર્ણન, ઋષિઓનું નર-નારાયણભક્તિનું આલેખન, ભરતખંડની દુર્દશાના ઉદ્ધાર માટે ઋષિઓની પ્રાર્થના, ધર્મદેવનું પ્રાગટ્ય. ભક્તિમાતાનું પ્રાગટ્ય, વિવાહ, અયોધ્યામાં દુ:ખોથી ઘેરાઈન્ો તીર્થયાત્રાએ નીકળતાં પ્રયાગતીર્થમાં રામાનંદ સ્વામીનો મેળાપ,
એમનું ચરિત્ર, એમનું શિષ્યત્વ, ૩૫ કડવાં સુધીનાં કથાનકમાં
નિરૂપાયેલ છે.
કુળદેવ હનુમાનજીની ઉપાસના, હનુમાનજીના આદેશથી વૃંદાવનયાત્રા, કૃષ્ણ-ઉપાસના, કૃષ્ણનો સાક્ષાત્કાર, પુત્રરૂપ્ો અવતાર ધારણ કરશે એવું કૃષ્ણનું વચન, પુન: અયોધ્યા આગમન, પ્ાુત્રજન્મ, ઘનશ્યામ નામકરણ, ચૌલ સંસ્કાર, વિદ્યાભ્યાસ અન્ો વનવિચરણાર્થે ગ્ાૃહત્યાગ સુધીનું કથાનક ૯૩ કડવા સુધી
આલેખેલ છે.
નીલકંઠવર્ણી રૂપ્ો લોજ આગ
મન, મુક્તાનંદ-રામાનંદ મિલન, ઉદ્ધવ સંપ્રદાયનું નવીનીકરણ-શુદ્ધિ-વૃદ્ધિ કરી, દીક્ષા-પટ્ટાભિષેક, યોગ-સમાધિનો પ્રભાવ, સ્વસિદ્ધાન્ત-મતનું કથન, શ્રીજી મહારાજે કરેલા યજ્ઞો, મંદિરનિર્માણ, આચાર્યપદ – દેશ વિભાગીકરણ, અન્ો નિર્વાણ તથા ગ્રંથમાહાત્મ્ય-એમ ૧૩૩ કડવામાં અન્ો વચ્ચે-વચ્ચે કથાસારન્ો ઉદ્ઘાટિત કરતાં પદોથી આખ્યાનનું રૂપ ધર્માખ્યાન ધારણ કરે છે.
‘ભક્તિમૂલક સાહિત્ય’ :
મુક્તાનંદ સ્વામી ઉદ્ધવ-સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકવિ છે. સ્વામિનારાયણ સંપ્રદાય શ્રીમદ્ ભાગવત્ કેન્દ્રી ભક્તિ-વિભાવનાથી આવૃત્ત હોઈન્ો સ્વાભાવિક છે કે ભક્તિસાહિત્ય શ્રીમદ્ ભાગવત અનુપ્રાણિત હોવાનું. મુક્તાનંદ સ્વામીના ભક્તિમૂલક સાહિત્યમાં એનું અનુસરણ અન્ો અનુરણત સંભળાય છે. એમની ભક્તિમૂલક ગ્રંથશૃંખલાન્ો અવલોકીએ.
(૧) ‘ગુરુચોવીશી’
ઈ.સ. ૧૮૦૭માં જેઠ વદિ, ૧૩ન્ો શુક્રવારે રચેલ આ ગ્રંથમાં શિષ્યે ગુરુ પરત્વે ગુણગ્રાહી દૃષ્ટિકોણ જાળવવાનો હોય એ ભક્તિનું મહત્ત્વનું લક્ષણ છે. આ વિગત શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં શ્રીકૃષ્ણ અન્ો ઉદ્ધવના સંવાદરૂપ્ો પ્રયોજાયેલ છે. એમાં દત્તાત્રેયન્ો ૨૪ ગુરુઓ હતા અન્ો એમાંથી શુભ-સમુચિત ગુણ ગ્રહણ કરેલો.
પ્રારંભે મંગલાચરણની ત્રણ પંક્તિની એક કડી. પછી છપ્પામાં ત્રણ કડીમાં ગ્રંથમહિમા. ત્ો એક છપ્પય. પછીના છપ્પયમાં ૨૪ ગુરુઓનાં નામની વિગત. પછી ગ્રંથપ્રયોજન અન્ો પાંચમા છપ્પાથી ૨૪ ગુરુઓનાં નામ, એની વિશિષ્ટ ગુણસંપદા તથા એનું પ્રમાણ એમ ત્રણ-ત્રણ કડીના સ્વતંત્ર છપ્પા રચ્યા છે.
છેલ્લા ૨૯મા થી ૩૨-એમ ચાર છપ્પામાં ગુરુમહિમા, અન્ો છેલ્લે ૩૩માં છપ્પયમાં ગ્રંથલેખના સમય, મહિમા આલેખેલ છે. ગ્રંથનું નામ ગુરુ ચોવીશી છે પણ કુલ ૩૩ છપ્પામાં ગુરુમહિમાનું ગાન પ્રસ્તુત કરીન્ો ભાગવતભક્તિ-વિભાવનાનો પરિચય કરાવ્યો છે.
(ક્રમશ:)