ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

(ભાગ-૬)
મુક્તાનંદ સ્વામી વયોવૃદ્ધ અન્ો જ્ઞાનવૃદ્ધ હતા. ત્ોમનું હિન્દુ શાસ્ત્રો વિશેનું તલસ્પર્શી જ્ઞાન, ગીત-કીર્તન રચવાનું કૌશલ્ય અન્ો ભાવવાહી રીત્ો કથારસપાન કરાવવાની રીતથી શ્રીહરિ ખૂબ પ્રભાવિત હતા. એમની આમન્યા પણ ત્ોઓ ખૂબ રાખતા. એમન્ો ગુરુતુલ્ય ગણીન્ો જ આજીવન રહૃાા. સંપ્રદાયના સંતોન્ો વર્ષમાં એક મહિનો મુક્તાનંદજીન્ો સ્ોવવાની આજ્ઞા કરેલી. ‘વચનામૃતની અધિકૃત વાચના ભારતીય શાસ્ત્રપરંપરાનું પ્રાગટ્ય બની રહી. એમાં અન્ોક સ્થળે મુક્તાનંદનો મહિમા મુકાયો છે. પોત્ો ‘બ્રહ્મસ્ાૂત્ર ભાષ્ય રચ્યું. ‘ગીતા અન્ો ‘ઉપનિષદ પરત્વેનો એમનો ઊંડો અભ્યાસ અન્ોક સંતોન્ો શિક્ષિત કરવામાં પ્રયોજાયો. શ્રીહરિએ એમન્ો આજીવન સાહિત્યસર્જન કરવાનું – કરતું રહેવાનું કહેલું ત્ોનું પાલન અંત સુધી કર્યું.

અસાધ્ય એવા ક્ષયરોગની અસહૃા વેદનાન્ો જીરવીન્ો સાહિત્યસર્જનમાં જ રત રહૃાા. અશક્ત બન્યા હોઈન્ો ગોપાળાનંદજીએ લખવાની ના કહી. નિત્યાનંદજી કહે હું લખીશ. એમન્ો આશીર્વાદ આપીન્ો મંદિરમાં ગોપીનાથજીન્ો પ્રાર્થના કરીન્ો કહૃાું કે મન્ો ધામમાં લઈ જાઓ. શ્રીહરિએ સાક્ષાત્ કહેલું કે મધ્યાહ્ને લેવા આવીશું. આમ શ્રીહરિ અક્ષરધામ પધાર્યા પછી એક મહિનો અન્ો પંદર દિવસ જેટલી અવધિમાં શ્રીહરિની સમીપમાં પરમધામ અક્ષરધામન્ો પામ્યા. એ વિ.સં. ૧૮૮૬ અષાઢ મહિનાની કૃષ્ણપક્ષની એકાદશીનો પવિત્ર દિવસ. ગઢડા મધ્યે ગોપીનાથજીની મૂર્તિ સામે પદ્માસનમાં બ્ોસીન્ો શ્રીહરિ-સ્મરણમાં લીન રહીન્ો ત્ોઓ અંતર્ધાન થયા.

એમનું જીવન અન્ો સાંપ્રદાયિક સાધનાધારા સંદર્ભે શ્રીહરિ સાથેનું સાયુજ્ય એક બહુ મોટો ભાગ ભજવનારું પરિબળ જણાયું છે. ઉદ્ધવ સંપ્રદાયનું સમકાલીન સામાજિક અવસ્થિતિ સંદર્ભે ઊર્ધ્વીકરણ અન્ો એમાંથી સ્વામિનારાયણ સંપ્રદાયની સાધનાધારા, સિદ્ધાન્તધારા, મંત્ર, તંત્ર અન્ો તત્ત્વધારાના અસ્તિત્વમાં પ્રતિઘોષ-અનુકરણ મુક્તાનંદજીનું સંભળાય છે. એવી અપાર વિદ્વત્તા, વિનમ્રતા અન્ો શાલીનતાની સાક્ષાત્ પ્રતિભા તથા પ્રતિમા એટલે મુક્તાનંદ સ્વામી…

  • * *
    ॥ ૨ ॥
    મુક્તાનંદ સ્વામીનું પ્ાૂર્વાશ્રમનું નામ મુકુંદ હતું. વળી બ્રહ્મવિદ્યાની ઉપાસના એ એમની મૂળભૂત રુચિ. સદ્ગુરુની ખોજ, વૈરાગ્યભાવ અન્ો ભક્તિકેન્દ્રી મનોભાવન્ો બાવન છપ્પાના ભાવમાં ઢાળેલી ‘મુકુંદ બાવની’ કૃતિની એમની મૂડી લઈન્ો ત્ોઓ રામાનંદજી પાસ્ો દીક્ષિત થયેલા. અન્ો પછીથી રામાનંદ સ્વામીની અનુજ્ઞાથી પદસાહિત્ય અન્ો શાસ્ત્રવિવરણ લેખનકાર્ય આરંભાયેલું. શાસ્ત્રોના તત્ત્વદર્શનમૂલક સ્વાધ્યાયનો પહેલો મુકાબલો નીલકંઠ વર્ણી સમક્ષ જીવ, ઈશ્ર્વર, માયા, બ્રહ્મ અન્ો પરબ્રહ્મ સંદર્ભે શાસ્ત્રગત પ્રત્યુત્તર રૂપ્ો આપ્યો અન્ો વડોદરામાં સયાજીરાવ ગાયકવાડની સભામાં પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરીન્ો સ્વામિનારાયણ મતદર્શનની તાત્ત્વિક પીઠિકા શાસ્ત્રસંમત મત સાથે પ્રસ્તુત કરીન્ો વિજયી થયેલા. આ બ્ો પ્રસંગો તો એમની વિદ્વત્તાનું પ્રગટ પ્રમાણ છે. ‘વચનામૃત’માંના અન્ોક શાસ્ત્રમતોના ગ્ાૂઢાર્થનો વિમર્શ મુક્તાનંદ સ્વામીના પ્રશ્ર્નથી તો ક્યારેક પ્ાૂર્તિરૂપ કથનથી સુરેખ રીત્ો આલેખાયો છે.

મુક્તાનંદજીન્ો શ્રીહરિએ નિત્ય સ્વાધ્યાય અન્ો સાહિત્યસર્જનની આજ્ઞા કરેલી. એ રીત્ો સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યકવિ મુક્તાનંદજી ગણાય છે. ઉદ્ધવ સંપ્રદાય અનુપ્રાણિત સ્વામિનારાયણ સંપ્રદાયની તાત્ત્વિક પીઠિકા, સાધનાધારા, સિદ્ધાન્તધારાનું ચિત્ર-મુદ્રા મુક્તાનંદ સ્વામીએ આંકી, એમાં શુદ્ધિ-વૃદ્ધિ જે કંઈ થઈ એમાં નીલકંઠવર્ણીનું ચિંતન કે જ્ઞાન અન્ો અધ્યયન કેન્દ્રમાં રહેલાં. પરંતુ જે કંઈ સ્વીકૃત રીત્ો અસ્તિત્વમાં આવ્યું એમાં ‘મુક્તાનંદવિમર્શ’ પણ મન્ો કારણભૂત જણાય છે. શ્રીહરિએ એમન્ો આ કારણથી પ્રગટ ગુરુસ્થાન્ો રાખ્યા, એમનો આજીવન અત્યંત સમાદર કર્યો. શ્રીહરિન્ો સંપ્રદાયના ઉત્તરાધિકારી પદે રામાનંદ સ્વામીએ સ્થાપ્ોલા હોઈન્ો એ અધિકારરૂપ્ો મુક્તાનંદ પાસ્ો પદોનું સાહિત્ય સર્જાવ્યું એટલું જ નહીં, ભાષ્ય પણ રચાવ્યું. પોતાનાં ચરિત્રન્ો સાચી રીત્ો સમજનારા મુક્તાનંદ જણાયા હોઈન્ો પોતાનાં ચરિત્ર દાદાખાચર સમક્ષ કથવાની આજ્ઞા કરીન્ો પોતાના ચરણારવિંદની છાપ મુક્તાનંદજીનાં છાતી પર પોત્ો પ્રત્યક્ષ રીત્ો પૂરા પ્રેમભાવથી અંકિત કરેલી.
રામાનંદસ્વામી અન્ો શ્રીહરિના કૃપાપાત્ર મુક્તાનંદનું સાહિત્યસર્જન વિગત્ો અવલોકાયું ન હોઈન્ો એનો પ્ાૂરો મહિમા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં અંકિત થયો નથી. અહીં એમના ગુજરાતી-હિન્દી-સંસ્કૃત ભાષાના સાહિત્યન્ો વર્ગીકૃત કરીન્ો આકલન પ્રસ્તુત કરવાનો ઉપક્રમ સ્ોવ્યો છે.

એમના સાહિત્યનું તત્ત્વ પામવા અન્ો એના અભ્યાસની સરળતા માટે એમના સમગ્ર સાહિત્યન્ો મેં પાંચ વિભાગમાં વર્ગીકૃત કરીન્ો અવલોક્યું છે :
(૧) ચરિત્રમૂલક સાહિત્ય, (૨) ભક્તિમૂલક સાહિત્ય, (૩) ઉપદેશમૂલક સાહિત્ય, (૪) તત્ત્વદર્શનમૂલક સાહિત્ય, (૫) અનુવાદ અન્ો પદમૂલક સાહિત્ય. આ પાંચેય વિભાગ અંતર્ગત રચાયેલી સાહિત્યકૃતિઓનો પરિચય મેળવીએ.

ઉ ચરિત્રમૂલક સાહિત્ય
મૂળ ઉદ્ધવ સંપ્રદાયથી અનુપ્રાણિત સ્વામિનારાયણ સંપ્રદાય શ્રીમદ્ ભાગવત કેન્દ્રી સંપ્રદાય છે. ‘વચનામૃત’માં શ્રીહરિએ ૪૧ વખત શ્રીમદ્ ભાગવતનો સંદર્ભ ટાંકીન્ો વચનોન્ો સમર્થિત કર્યાં છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું સાહિત્ય બહુધા શ્રીમદ્ ભાગવત્ કેન્દ્રી છે.

વૈષ્ણવ, પ્રણામી અન્ો સ્વામિનારાયણ સંપ્રદાયનું ‘રાસપંચાધ્યાયી’નું તાત્ત્વિક અર્થઘટન જ એન્ો એકબીજાથી આગવા-અનોખા રૂપ્ો સ્થાપનારું પરિબળ મન્ો જણાયું છે. મુક્તાનંદ સ્વામીકૃત શ્રીમદ્ ભાગવતના ‘દશમસ્કંધની ૯૦ અધ્યાયની ટીકાનું અધ્યયન કરતાં તથા મુક્તાનંદ સ્વામીએ ‘રાસપંચાધ્યાયી’ના ભાવાનુવાદરૂપ રાસલીલાનો અભ્યાસ કરતાં આ વિગત સ્પષ્ટ થાય છે. મુક્તાનંદ સ્વામીનું સર્જન બહુધા શ્રીમદ્ ભાગવતપુરાણ કેન્દ્રી છે. એમનું ચરિત્રમૂલક અન્ો અન્ય સાહિત્ય અવલોકતાં આ ખ્યાલ આવે છે.
(ક્રમશ:)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત