ધર્મતેજ

મુક્તાનંદ સ્વામી: મહત્તા અન્ો મૂલ્યવત્તા

ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની

(ગતાંકથી ચાલુ)
લોજનિવાસ સમયે રામાનંદ સ્વામીના ઉદ્ધવ સંપ્રદાયની કેટલીક સાધનાધારા અન્ો સિદ્ધાન્તધારા સંદર્ભે ગુરુવર્ય મુક્તાનંદ સ્વામીન્ો કરાવેલા શાસ્ત્રાનુપ્રાણિત સ્ાૂચનો કહેતા. મુક્તાનંદજીનું સમુદાર દૃષ્ટિકોણથી સ્વીકારવાનું વલણ મારી દૃષ્ટિએ ક્રમશ: નીલકંઠવર્ણી દ્વારા ઉદ્ધવ સંપ્રદાયનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં પરિવર્તનરૂપ જણાયું છે. મુક્તાનંદજી પણ શાસ્ત્રજ્ઞ હતા. ન્ૌષ્ઠિક બ્રહ્મચારી હતા. એટલે નીલકંઠવર્ણીના મતન્ો સાચી રીત્ો સમજ્યા અન્ો અપનાવ્યો. નીલકંઠવર્ણીએ સભામાં સ્ત્રીઓ માટે અલગ રચના ગોઠવવા કહૃાું. ગ્ાૃહસ્થગ્ાૃહે સાધુએ એકલા નિવાસ ન કરવો એમ સ્ાૂચવ્યું.
સ્ત્રીઓ સાથે સંતોનો સંવાદ નિષેધ કરાવ્યો. મઠ-આશ્રમના ઓરડા અન્ો પડોશી ગ્ાૃહસ્થનાં નિવાસસ્થાન વચ્ચેનો ચીજ-વસ્તુઓ આપવા-લેવાના વ્યવહાર માટે ઉપયોગમાં લેવાનો નાનકડો ગોખલો હોવો એ પણ વર્જ્ય ગણી પુરાવી દીધો. નીલકંઠવર્ણી દ્વારા સ્ત્રી પુરુષના પ્રવેશ-નિકાસ રસ્તાઓ અલગ રાખવાનું વલણ જેવાં પાંચ-સાત પરિવર્તનો તત્કાલીન સમાજવર્ગન્ો કે અમુક સંતવર્ગન્ો રુચ્યા નહીં હોય પણ સંતના વ્યક્તિત્વની મુદ્રા, આચારસંહિતાનું કડક રીત્ો અનુપાલન જેવા ઘટકોથી સ્વામિનારાયણીય સાધનાધારાની સંરચનાનો એન્ો આરંભકાળ હું ગણું છું. રામાનંદજીન્ો પણ આ બધી માહિતી તો પત્ર દ્વારા અપાઈ જ હશે.

રામાનંદજીએ ભુજથી સૌરાષ્ટ્ર પ્રતિ પ્રયાણ કર્યું છે એના સમાચાર આપ્યા અન્ો મુક્તાનંદ-નીલકંઠવર્ણી રાજી-રાજી એ દિવસની ચાતક પક્ષી માફક રાહ જોતા રહૃાા. ત્યાં પીપલાણા ગામે પધારીન્ો રામાનંદ સ્વામીની પણ વર્ણીરાજન્ો મળવાની તીવ્ર ઇચ્છા થઈ એથી એક બ્રાહ્મણન્ો મુક્તાનંદજી અન્ો વર્ણીરાજન્ો લેવા મોકલ્યો. આ સમાચારથી વર્ણીજી પણ આનંદિત થયા. મુક્તાનંદજીન્ો કહે કે હવે એક પળનો પણ વિલંબ કર્યા વગર આપણે જલદીથી નીકળીએ.

પીપલાણા ગામે રામાનંદ સ્વામી સાથે નીલકંઠવર્ણી(સરજૂદાસ)નું પ્રથમ મિલન, સ્વાગત અન્ો પરિચયવિધિ બાદ વર્ણીનાં તપ, વિહાર અન્ો સ્વાધ્યાય આદિની પ્ાૂરી જાણકારી મેળવીન્ો ખૂબ રાજી થયા. ફળાહાર કરાવીન્ો આતિથ્ય-સત્કાર કર્યા બાદ રામાનંદ સ્વામીએ કહૃાું કે ‘તમો તો ખાસ અમારા છો. કેમ કે તમારા માતા-પિતાએ અમારા થકી ભાગવતી દીક્ષા પ્રયાગક્ષેત્રમાં ગ્રહણ કરી હતી. તમો તો ત્ોમના કરતાં પણ ગુણે કરીન્ો અધિક છો. માતા-પિતા ઉપર સ્વામીનો સદનુગ્રહ સાંભળીન્ો એમન્ો જ ગુરુપદે વરવાના નિશ્ર્ચય ઉપર આવેલા વર્ણીશ્રી સુખથી સ્થિરચિત્ત થઈન્ો રામાનંદ સ્વામી પાસ્ો રહૃાા.

ગુરુવર્યનો સહવાસ, ગુરુવર્યની દૈનંદિની અન્ો પરિચર્યાથી પરિચિત વર્ણીવર્યન્ો રામાનંદ સ્વામીશ્રીએ સાંપ્રદાયિકી યથાવિધિ આપી. પછી સ્વામીશ્રી સાથે વિવિધ ગામે વિચરણ કરતા-કરતા જેતપુર પધારે છે. વર્ણીશ્રીનાં જ્ઞાન, આચાર, પ્ાૂજાવિધિ, ધ્યાન, સત્સંગ આદિથી સુપરિચિત થઈન્ો રામાનંદ સ્વામી ધર્મધુરા ધામધૂમથી સરજૂદાસન્ો સોંપ્ો છે. અન્ો સરજૂદાસમાંથી સહજાનંદ નામકરણ થાય છે. મુક્તાનંદ સ્વામી વયમાં, સત્સંગમાં અગ્રજ હતા. અન્ય સંતો રઘુનાથદાસ આદિએ ત્ો સમયે થોડી નારાજગી પ્રગટ કરેલી પરંતુ લોજના મહંતપદે બિરાજતા હોવા છતાં મુક્તાનંદ સ્વામીન્ો વર્ણીશ્રી સાથે લાંબા સમયનો સાંપ્રદાયિક સમજનો પ્રત્યક્ષાનુભવ હોઈન્ો રામાનંદ સ્વામીના નિર્ણયન્ો શિરોમાન્ય ગણીન્ો સદ્વ્યવહાર દાખવ્યો એ મારી દૃષ્ટિએ મુક્તાનંદ સ્વામીના વ્યક્તિત્વની મહત્તા છે. પછી રામાનંદ સ્વામી શિષ્યમંડળ સાથે ફરેણી પધારે છે. અહીં ત્ોઓ અંતર્ધ્યાન થાય છે. મુક્તાનંદજી પુરાણા અન્ો પટ્ટશિષ્ય હોઈન્ો બધા સત્સંગીઓન્ો જાણ કરે છે. ચૌદમાની ઔર્ધ્વદૈહિક વિધિ પછી સહજાનંદ સ્વામીની પટ્ટાભિષેકવિધિ થાય છે. બધું જ આયોજન અગ્રજ મુક્તાનંદ સ્વામીનું છે. સત્સંગ, હરિકથા અન્ો આખા પ્રસંગના સાક્ષીભૂત ભગવાન સહજાનંદ સ્વામીએ હંમેશાં મુક્તાનંદ સ્વામીન્ો અગ્રજ ગણ્યા અન્ો પોતાના આદ્યગુરુ તરીકે એમન્ો માન-સન્માન આપ્યું, એ ભગવાન સહજાનંદ સ્વામીની ગુણજ્ઞતાનું પરિચાયક ઘટક છે.

શ્રી રામાનંદ સ્વામી સ્વધામ સિધાવ્યા પછી સત્સંગ અર્થે મુક્તાનંદ સ્વામીએ ભુજ તરફ પ્રયાણ કર્યું અન્ો સહજાનંદ સ્વામી માંગરોળ પધાર્યા. અહીં સત્સંગ, ગોલોક આદિનું વર્ણન અન્ો સત્સંગીઓન્ો સમાધિસ્થિતિનો અનુભવ યથાસમયે કરાવતા રહૃાા. સહજાનંદ સ્વામીનો સમાધિસ્થિતિનો અનુભવ કરાવવાની વિગત કંઠોપકંઠ રીત્ો પ્રચલિત બની ગઈ અન્ો મુક્તાનંદ સ્વામી સુધી પહોંચી ગઈ. મેઘપુર મુકામે વિચરણ કરીન્ો પહોંચેલા સહજાનંદ સ્વામી પાસ્ો મુક્તાનંદજી પહોંચ્યા, સત્સંગીઓન્ો સમજાવ્યા અન્ો સહજાનંદ સ્વામીન્ો કહે કે.

‘મહારાજ દિયો પાખંડ મેલી, સત્સંગમાં ન થાવું ફેલી;
સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીન્ો પણ દોયલી.
ત્ો તો જેન્ો ત્ોન્ો કેમ થાય, બીજા માન્ો અમે ન મનાય.’
મુક્તાનંદ સ્વામીનું આવું કથન શ્રવણપાન કરીન્ો સહજાનંદ સ્વામીએ હળવેકથી કહૃાું કે ‘સર્વ કોઈ મળીન્ો સ્વામીનું ભજન કરે છે. ત્ોમાંથી જેવું જેમન્ો જણાતું કે અનુભવાતું હશે એ કહે છે.’ પછી મુક્તાનંદજીની સાથે વિચરણ કરતા એમના એક અત્યંત વિશ્ર્વાસુ સંતદાસન્ો સમાધિના અનુભવની સ્થિતિમાં મૂકીન્ો ભગવાન સહજાનંદજીએ મુક્તાનંદ સ્વામીન્ો કહૃાું કે ‘તમે તો નાડી-પરીક્ષણના જ્ઞાતા છો… આમનું નાડી પરીક્ષણ કરો.’ મુક્તાનંદજીએ નાડી તપાસી, તો પ્રતીતિ થઈ, કે ખરા અર્થમાં દેહમુક્ત થઈન્ો સમાધિસ્થિતિમાં છે. પછી સમાધિસ્થિતિમાંથી સંતદાસ બહાર આવ્યા બાદ સંતદાસ્ો અનુભૂતિન્ો અભિવ્યક્તિ અર્પતાં કહૃાું એનું ગાન પ્રચલિત છે.

‘સંતદાસના છે સત્ય બોલ, કહે દીઠો મેં બ્રહ્મમહોલ;
ત્ોમાં મૂરતિ દીઠી મેં દોય, ઉદ્ધવ ન્ો કૃષ્ણની સોય.
ઉદ્ધવ ત્ો રામાનંદ સ્વરૂપ, શ્રીકૃષ્ણ ત્ો હરિસ્વરૂપ.
સમાધિની દિવ્યાનુભૂતિનું કથન સંતદાસ ઉપરાંત અન્ય સત્સંગીઓએ પણ કર્યું. જેઠા ભગત અન્ો માધવદાસ્ો પણ સ્વમુખે એ દિવ્યાનુભૂતિ મુક્તાનંદજી સમક્ષ કથી, એથી મુક્તાનંદજી સંશયમુક્ત થયા, બધા કાલવાણી ગામે પધાર્યા. મુક્તાનંદજીએ તત્ક્ષણે સહજાનંદ સ્વામીન્ો શ્રીહરિ તરીકે પરબ્રહ્મ ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમરૂપ્ો માની સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. એમની પ્રભાવકતાનું ગાન કરતી ચોસર – ચાર પદની શૃંખલા રચી, એમાં પહેલી તો ‘જય સદ્ગુરુ સ્વામી પ્રભુ જય સદ્ગુરુ સ્વામી’ એ આરતી તરીકેની પરંપરા બની. બીજી રચના…

‘છાંડી કે કૃષ્ણદેવ, ઓર કી જો કરું સ્ોવ
કાટી ડારો કર મેરો, તીખી તરવાર સ્ો…
છોડી કે શ્રી ઘનશ્યામ, ઓર કો જો જપું નામ,
કરલે કટારી મેરી, જિહવા કાટી ડારીયો.’
‘અલૌકિક આદિત ઉદિયા રે…’
‘સુખદાયક રે સ્વામી સહજાનંદ; પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ.’
એવા ઘણાં પદો સંપ્રદાયમાં બહુ જાણીતાં છે.

મુક્તાનંદ સ્વામી નિજઅનુભવ, પ્રત્યક્ષ પ્રતીતિ પછી જ કોઈ પ્રસંગન્ો સત્કારનારી વૃત્તિ ધરાવતા. એમના વ્યક્તિત્વના એ પાસાનો ઉપર્યુક્ત પ્રસંગમાં પરિચય મળી રહે છે. મુક્તાનંદજીનો મૂળભૂત સ્વભાવ શાસ્ત્રનું અધ્યયન અન્ો અર્થઘટન કરવાનો હોઈન્ો સત્સંગમાં પણ સનાતન ધર્મનું શાસ્ત્રલક્ષી ગણાતું એવું મૂળ પોતાનું અધ્યયનમૂલક ચિંતન પ્રસ્તુત કરતા રહેતા. શ્રી સહજાનંદજી પણ સનાતન ધર્મનાં શાસ્ત્રોનું ઊંડું જ્ઞાન અન્ો પછી પણ પંડિતો પાસ્ોથી શ્રીમદ્ ભાગવત આદિનું શ્રવણપાન કરી જ્ઞાનવાન બનતા રહેલા. શાસ્ત્રબોધ અન્ો પોતાન્ો અભિમત એવી સાંપ્રદાયિક સિદ્ધાન્તધારા અન્ો સાધનાધારા જુદા-જુદા સમયે કથન રૂપ્ો જનસામાન્ય સમક્ષ પ્રસ્તુત કરતા. ભગવાન સહજાનંદજીએ આજ્ઞા કરેલી કે અમે જે-જે વાત કરીએ ત્ો તમારે સંભાળપ્ાૂર્વક લખી લેવી. ત્ોમનાં એ વ્યાખ્યાનો ‘વચનામૃત’ તરીકે જાણીતાં થયાં. એનો ખરડો પ્રારંભે તો શુકસ્વામી દ્વારા જ ત્ૌયાર થતો. પછીથી અન્ય ત્રણ સંતો ગોપાળાનંદજી, નિત્યાનંદજી અન્ો મુક્તાનંદજી એના સંપાદન કાર્યમાં જોડાયેલા. સહજાનંદજીનાં આ ૨૬૨ વચનામૃતોમાં ૯૧ પ્રશ્ર્નોની તો મુક્તાનંદજી દ્વારા પ્ાૃચ્છા થયેલી અવલોકવા મળે છે.

મુક્તાનંદજી પાસ્ો વિવિધ શાસ્ત્રોનું જ્ઞાન હોવાની વિગતો સમાજમાં પ્રચલિત બન્ોલી. એથી ખુશાલ ભટ્ટ નામના વિપ્ર રામાનુજાચાર્યકૃત ‘ગીતાભાષ્ય’નો અભ્યાસ મુક્તાનંદજી પાસ્ો કરતા હતા. પછીથી સહજાનંદ સ્વામી- શ્રીહરિ પાસ્ો ત્ોઓ દીક્ષિત થયા અન્ો ગોપાળાનંદ સ્વામી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. એ જ રીત્ો શુકાનંદ મુનિએ શ્રીહરિ પાસ્ો દીક્ષા લીધી, પરંતુ એમનું નામાભિધાન કરવા માટે મુક્તાનંદ સ્વામી પાસ્ો મોકલેલા. બહુ વિચાર કરીન્ો શુકાનંદ એવું નામકરણ કર્યું ત્યારે શ્રીહરિએ કહેલું કે ‘મુક્તમુનિ પ્ાૂર્વભવનું જ્ઞાન જાણતા જણાય છે. પ્ાૂર્વે જેમણે પરીક્ષિતનું સાત દિવસમાં કલ્યાણ કર્યું હતું ત્ો શુકજીના અવતાર સમાન શુકાનંદ છે.’

મુક્તાનંદ સ્વામી સાથે અનુબદ્ધ એવા આ બન્ન્ો સંતો ગોપાળાનંદજી અન્ો શુકાનંદજી સંદર્ભે ‘વચનામૃત’નો ઉલ્લેખ મુક્તાનંદજીની મહત્તા તથા આ બ્ો સંતોની કક્ષાનો પરિચાયક જણાય છે.
મુક્તાનંદજીની શાસ્ત્રજ્ઞતાનું એક સદ્ય પ્રમાણ શ્રીહરિએ એમના ગ.મ. ૩૨મા વચનામૃતમાં કથ્યું છે. શ્રીહરિએ ‘વિષયા વિનિવર્તન્ત્ો, નિરાહારસ્ય દેહિન:’ શ્ર્લોકના અર્થની પ્ાૃચ્છા કરી. મુક્તાનંદજીએ ત્ાૂર્ત જ રામાનુજ ભાષ્યકથિત અર્થ કરીન્ો પ્રસ્તુત વિવરણ પ્રસ્તુત કરેલું. એમના શાસ્ત્રવિદ્યા પારંગતપણાનું આ પ્રત્યક્ષ જાહેર પ્રમાણ.
‘વચનામૃત’ મધ્ય.૬૨માં કહૃાું છે, ‘એવા દાસત્વભક્તિવાળા તો આ જ ગોપાળાનંદ સ્વામી અન્ો બીજા મુક્તાનંદ સ્વામી છે.’
‘વચનામૃત’ કા. ૩માં કહૃાું છે, ‘આ શુકમુનિ બહુ મોટા સાધુ છે. અન્ો જે દિવસથી અમારી પાસ્ો રહૃાા છે, ત્ો દિવસથી એમનો ચઢતો ન્ો ચઢતો રંગ છે પણ મંદ પડતો નથી. માટે એ તો મુક્તાનંદસ્વામી જેવા છે.
શ્રીહરિ-શ્રીજીમહારાજ બોચાસણથી વડતાલ થઈન્ો જેતલપુર વિચરણ કરતા-કરતા આવ્યા. મુક્તાનંદજીન્ો અહીં આજુબાજુનાં ગામોમાં સત્સંગ માટે વિચરણની આજ્ઞા કરેલી. અહીં જ લક્ષ્મીદાસ, કુબ્ોરદાસ જેવા ભક્તો ઉપરાંત જોબનપગી જેવા ખૂંખાર લૂંટારુ પણ મુક્તાનંદજીની સાધુતા અન્ો સત્સંગથી શ્રીજીચરણે રહૃાા. શ્રીહરિના વિચરણ-પ્રસંગો, સ્વામિનારાયણ સંપ્રદાયની મહત્તાનો સ્વીકાર, વિવિધ સ્થાન્ો મંદિરનિર્માણ આદિ કાર્યો ભારે ઝડપથી આકાર લઈ રહૃાાં હતાં. બહોળો શિષ્યસમુદાય, એમની વિદ્વત્તા અન્ો સાહિત્યસર્જન સમાજમાં પ્રચલિત થવા લાગ્યાં હતાં.

વડતાલમાં જ્યાં આજે ભવ્ય મંદિર છે ત્ો સ્થળે પ્ાૂર્વે બોરડી હતી. એ બોરડીના વૃક્ષ નીચે શ્રીહરિએ અન્ોક સભા કરી હતી. મુક્તાનંદ સ્વામી સાથેની જ્ઞાનચર્ચા સમયે ‘તમન્ો ઘાટ-સંકલ્પ થાય કે ન થાય’. એનો ઉત્તર આપતાં મુક્તાનંદજીએ શ્રુતિનું સ્ાૂત્ર ઉદાત કરીન્ો કહેલું કે ‘ન હ વૈ શરીરસ્ય સત: પ્રિયાપ્રિયોરપહતિરસ્તિ’ અનુસાર દેહધારી સર્વેન્ો ઘાટ-સંકલ્પ થાય જ. આમ પછીથી શમન થાય છે.

વડતાલના એ સત્સંગ સ્થાન્ો બ્રહ્માનંદ સ્વામીના સ્ાૂઝપ્ાૂર્વકના દૃષ્ટિસંપન્ન ભાવથી ભવ્ય મંદિરનું નિર્માણ થયું. એમાં સ્વયં શ્રીહરિએ અહીં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી. ઉપરાંત ધર્મ-ભક્તિ માતા-પિતા સંગ ત્ોઓ પણ બિરાજ્યા. મંદિરના ભવ્ય મહોત્સવ પછી વડોદરાના નાથજીત અન્ો બીજા હરિભક્તોએ શ્રીહરિન્ો પ્રાર્થના કરી કે ‘અમારી નગરીમાં અન્ોક વિવિધ મતવાદીઓ રાજસભામાં શાસ્ત્રવાદોથી વિવાદરત રહે છે. આપણો પ્રત્યક્ષમત ભગવત્ પ્રાપ્તિથી આત્યંતિક શ્રેયષ્કર છે ત્ોન્ો દૂષિત કરે છે, તો આપ કોઈ મુનિવર્યન્ો મોકલો જે એ મતોનું ખંડન કરવા સક્ષમ હોય.’
શ્રીહરિએ સમીપમાં જ બિરાજતા વિદ્વત્વર્ય મુક્તાનંદજીન્ો ઉદ્દેશીન્ો કહૃાું, ‘મુનિસત્તમ! આ ભક્તજનો સાથે વડોદરા જવા પ્રયાણ કરો. ત્યાંના રાજવી સયાજીરાવ નીતિમાન છે. ન્યાયપક્ષન્ો સ્વીકારશે. તમો ન્યાયશાસ્ત્રવિદ છો. ભાષ્યકાર છો એનાથી વાદીઓન્ો ઉત્તર આપજો. સત્યનો જય થશે.’

કરબદ્ધ બની મુક્તાનંદ સ્વામીએ કહૃાું, ‘આપના અનુગ્રહથી વડોદરા જઈન્ો ત્યાં સનાતન ધર્મ પરંપરાનુસાર આપતું ભગવાનપણું પ્રસ્થાપિત કરીશ.’

મુક્તાનંદજી તો પ્રસ્થાનત્રયીના અભ્યાસી હતા. ‘કળિયુગમાં પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ નિ:શ્રેયસનું સાધન નથી.’ એમ નિષેધ કરીન્ો ‘નામસ્મરણ માત્ર નિ:શ્રેયસનું સાધન છે.’ એમ વિવાદ કરતા વાદીઓના નામસ્મરણમાત્રનું જ નિ:શ્રેયસમાં સાધનપણું ખંડન કરવા એક પ્રત્યક્ષ ભગવત્ ઉપાસનાનું જ મોક્ષમાં મુખ્ય સાધનપણું સચ્છાસ્ત્ર વાક્યોથી સમર્થન કરવા વડે વાદીઓન્ો વિજીતીન્ો કળિયુગમાં પણ ભગવાનના અવતારના અસ્તિત્વનું સોએ સો સ્મૃતિ-ન્યાયથી સમર્થન કર્યું હતું. તથા વાદીઓના પક્ષનું ખંડન કરીન્ો ત્રિયુગ શબ્દના સત્ય અર્થનું સમર્થન સચ્છાસ્ત્ર વચનો વડે કર્યું હતું. તથા સભામાં જ શ્રી સ્વામિનારાયણ વિશે ભગવાનપણાન્ો સ્ાૂચવનારાં અસાધારણ અદ્ભુત ઐશ્ર્વર્યો નિરૂપ્યાં હતાં. અનંતર પરાજય પામેલા પંડિતો રામચંદ્ર, હરિશ્ર્ચંદ્ર, શોભારામ, નારુપંત અન્ો ચિમનરાવ… આ પાંચેય વાદીઓએ મુક્તાનંદ મુનિના ચરણનો સમાશ્રય નિ:શ્રેયસ માટે કર્યો હતો.

અમાત્ય નારુપંત્ો આ સમગ્ર વૃત્તાંત મહારાજા સયાજીરાવ સમક્ષ કહેલું. એથી વસંતપંચમીના શુભ દિવસ્ો પોતાના રસાલા સાથે મુક્તાનંદ સ્વામી સમક્ષ ઉપસ્થિત થઈન્ો એમન્ો પ્રણામ કરીન્ો એમનું સન્માન કરીન્ો કહેલું કે ‘તમારા જેવા સાધુઓના પ્રસાદથી મન્ો સુખ વર્ત્ો છે. હાલમાં આપશ્રીનાં દર્શનથી વિશેષપણે સુખી થયો છું. જેમ કૃપા કરીન્ો આપ્ો મન્ો દર્શન આપ્યા ત્ોમ તમારા ગુરુવર્ય સ્વામિનારાયણ પણ અત્રે પધારીન્ો મન્ો દર્શન આપ્ો એવી મારા વતી પ્રાર્થના કરો. મન્ો એમનાં દર્શનની તીવ્ર ઇચ્છા છે.’

મુક્તાનંદ સ્વામીએ ‘નિપુણમતિમતાં ગુણાશ્ર્ચ યે સ્યુ:’ ઇત્યાદિ આઠ શ્ર્લોક દ્વારા ભગવત્ભક્તિનો ઉપદેશ આપ્ોલો. મુક્તાનંદ સ્વામીએ વડોદરામાં સાડા ત્રણ મહિના સુધી સત્સંગ કરાવ્યો. વડોદરામાં વાદીઓ પર મેળવેલા વિજયના સમાચારથી અન્ો મુક્તાનંદ સ્વામીના સત્સંગ પ્રભાવથી શ્રીહરિ ખૂબ જ પ્રસન્ન થયેલા અન્ો મુક્તાનંદજીની ખૂબ પ્રશંસા કરેલી. અમાત્ય નારુપંત સન્માન સાથે શ્રીહરિન્ો વડોદરા લઈ ગયેલા. ભવ્ય સવારીથી રાજમહેલ હવેલીમાં શ્રીહરિની પધરામણી અન્ો ઉપદેશામૃતથી રાજવી પરમાનંદ અનુભવીન્ો ખૂબ ભેટ-સોગાદોથી સન્માનિત કરીન્ો વિદાય આપ્ોલી.
સત્સંગની આ આખી ઘટના અન્ો વાદ-પ્રતિવાદની બાબતથી મુક્તાનંદ સ્વામીનું પાંડિત્ય, શાસ્ત્રોનાં સ્ાૂત્રોનું જ્ઞાન અન્ો તર્કપ્ાૂત રીત્ો ધૈર્ય સાથે સ્વમત સ્થાપિત કરવાની કૌશલ્યરૂપ પ્રતિભાશક્તિનાં દર્શન થાય છે. પછી તો સૌરાષ્ટ્રની છોટી કાશી સમાન જામનગરમાં પણ શાસ્ત્રાર્થ કરીન્ો પોતાની વિદ્વત્ પ્રતિભાનો પરિચય કરાવેલો. (ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત