
સાલ 2023 વિદાય થવાની અને 2024ના આગમનની ઘડીઓ ગણાઇ રહી છે એવામાં દરેક જણ નવા વર્ષની ઉજવણીમાં પોતપોતાની રીતે વ્યસ્ત છે. 31 ડિસેમ્બરની રાત અને નવા વર્ષના પહેલા દિવસને તમે કેવી રીતે ખાસ બનાવી શકાય એના પર લોકોનું ફોકસ વધારે હોય છે. આ દિવસે કોઇ પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બનાવે છે તો કોઇ મંદિરોમાં પૂજાપાઠ કરતા હોય છે. આ દિવસે પહેરવા માટે લોકો નવા કપડાની પણ ખરીદી કરે છે, પણ સૌથી મોટો સવાલ એ છે કે નવા વર્ષના પ્રથમ દિવસે કેવા રંગના કપડા પહેરવા જોઇએ? વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ દિવસે તમારી રાશિ મુજબ શુભ રંગના કપડા પહેરવાથઈ જીવનમાં સુખ શાંતિ આવે છે અને નકારાત્મક શક્તિઓનો પણ નાશ થાય છે અને લક્ષ્મી માતાની કૃપાથી ધન-દોલત અને ખુશહાલી પણ આવે છે . તો ચાલો આપણે જાણીએ કે ન્યુ ઇયર 2024ના દિવસે કેવા રંગના કપડાં પહેરવા જોઇએ. એમ કહેવાય છે કે દરરોજ અલગ-અલગ રંગના કપડા પહેરવાથી લાભ થાય છે.

મેષઃ આ રાશિના જાતકો માટે વાસ્તુશાસ્ત્રમાં લાલ રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી, તેઓએ વર્ષના પ્રથમ દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. આ દિવસે કાળા કપડા પહેરવાની ભૂલ ન કરવી જોઇએ. આવું કરવાથી જીવન પર ખરાબ અસર પડી શકે છે. ઉપરાંત, તમે આખું વર્ષ મુશ્કેલીઓથી ઘેરાયેલા રહી શકો છો.

વૃષભઃ આ રાશિના જાતકોએ નવા વર્ષના પ્રથમ દિવસે સફેદ, ગુલાબી અને ક્રીમ રંગના કપડાં પહેરવા જોઈએ. સફેદ રંગ શાંતિનો સૂચક છે. આવા આછા રંગના કપડા પહેરવાથી જીવનમાં ચૈન અને શાંતિનો અનુભવ કરશો. જોકે, આ રાશિના જાતકોએ લાલ રંગના કપડા ના પહેરવા જોઇએ.

મિથુન: વાસ્તુશાસ્ત્ર અનુસાર મિથુન રાશિના જાતકોએ નવા વર્ષના પહેલા દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2024ના રોજ લીલા રંગના વસ્ત્ર પરિધાન કરવા જોઈએ. લીલો રંગ પહેરવાથી તેમનામાં સર્જનાત્મકતાનો સંચાર થાય છે. તેનાથી સૌભાગ્ય પણ પ્રાપ્ત થાય છે. આવી સ્થિતિમાં, નવા વર્ષ પર લીલા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે.

કર્કઃ કર્ક રાશિના જાતકોએ નવા વર્ષના પહેલા દિવસે યલો રંગના કપડા પહેરવા જોઇએ. પીળા રંગના કપડા પહેરવાથી તેમનો ભાગ્યોદય થાય છે અને અધૂરા રહેલા કાર્યો પૂરા થવા માંડે છે. જોકે, આ રાશિના જાતકોએ પણ કાળા રંગના કપડા ના પહેરવા જોઇએ.

સિંહઃ સિંહ રાશિના જાતકોએ લાલ અને કેસરી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઇએ. એ તેમને માટે ઘણા શુભ રહેશે. તેો પીળા અથવા સોનેરી કે સફેદ રંગના વસ્ત્રો પણ પહેરી શકે છે. આમ કરવાથી તેમના પર મા લક્ષ્મીના આશિર્વાદ વરસે છે.
કન્યાઃ આ રાશિના જાતકોએ હલકા નીલા , ગુલાબી કે પછી લીલા રંગના કપડા પહેરવા અત્યંત શુભ રહેશે. આ બધા રંગો કન્યા રાિના જાતકો માટે શુભ માનવામાં આવે છે. જોકે, લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે નવા વર્ષે તેમણે લાલ રંગના કપડા નહીં પહેરવા જોઇએ.

તુલાઃ તુલા રાશિના જાતકો માટે નવા વર્ષના પ્રથમ દિવસે ભૂરા રંગના કપડા ંપહેરવા શુભ માનવામાં આવે છે. આમ કરવાથી તેમને પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે અને સફળતાના દ્વાર ખુલવા માંડે છે. જોકે, આ દિવસે તેમણે કાળા, સફેદ કે ગુલાબી રંગના કપડા ના પહેરવા જોઇએ.

વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને વર્ષના પહેલા દિવસે મરુન અથવા લાલ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. હકીકતમાં વૃશ્ચિક રાશિ માટે આ બંને રંગોના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. આ રંગોનાં કપડાં પહેરવાથી તેમનું નસીબ ખુલી જાય છે. જો કે, વૃશ્ચિક રાશિના લોકોએ નવા વર્ષ પર લીલા કપડાં પહેરવા જોઈએ નહીં.

ધનુ: નવા વર્ષ પર, ધનુરાશિના જાતકોએ પીળો, નારંગી અથવા લાલ રંગના કપડાં પહેરવા જોઈએ. ધનુરાશિ લોકો માટે આ ત્રણ રંગો ખૂબ શુભ માનવામાં આવે છે. નવા વર્ષ પર આ રંગીન કપડાં પહેરવાથી આખા વર્ષ દરમિયાન ખુશી આવે છે. જો કે, ધનુરાશિ લોકોએ 1 જાન્યુઆરીના રોજ કાળા રંગના કપડાં પહેરવાનું ટાળવું જોઈએ.

મકર: મકર રાશિના જાતકોએ વર્ષના પહેલા દિવસે વાદળી રંગના કપડાં પહેરવા જોઈએ. આ રંગ પહેરવાથી, તેમની સફળતાના માર્ગમાં આવતા તમામ અવરોધો આપમેળે દૂર થઇ જાય છે. જોકે, તેઓએ નવા વર્ષ પર કાળા વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ.

કુંભ: આ રાશિના જાતકો માટે નવા વર્ષના પહેલા દિવસે, જાંબુડિયા અને વાદળી રંગના કપડાં પહેરવાનું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવા વર્ષના પ્રથમ દિવસે, આ બે રંગોના કપડાં પહેરીને, આખા વર્ષ દરમિયાન સુખ અને સમૃદ્ધિને તેઓ પામી શકે છે. જોકે, તેમણે કાળા કપડાં પહેરવા જોઈએ નહીં.

મીન: આ રાશિના જાતકો માટે નવા વર્ષના પ્રથમ દિવસે પીળા કપડાં પહેરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ રંગ તેમને શુભ ફળ આપે છે. આ દિવસે, મીન રાશિવાળાઓએ સોનેરી રંગના વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઇએ.