ધર્મતેજ

માનસ મંથનઃ અધ્યાત્મ જગતના ઇન્ટરવ્યૂમાં તો એક જ પ્રશ્ન પુછાય, શું તમે પ્રેમ કરો છો?

  • મોરારિબાપુ

કહે છે કે એક ખ્રિસ્તી બાળક રવિવારે ચર્ચમાં ગયો. પાદરી દરેક રવિવારે ત્યાં પ્રવચન કરતો હતો. પ્રાર્થના શરૂ થઈ, તો હોલ આખો ભરેલો હતો. પણ ધર્મગુરુ જે હતા, એની દૃષ્ટિ કેવળ બાળક પર હતી. કારણ એ પ્રાર્થનામાં એટલું ડૂબી ગયું હતું. મોટા મોટા વિદ્વાનને આકર્ષિત કર્યા. બધાં પ્રાર્થના પછી એની પાસે ગયા. ધર્મગુરુએ પૂછ્યું એ બાળકને કે તને કઈ પ્રાર્થના આવડે છે? તું તો હજી બાળક છે અને તું એટલો પ્રાર્થનામાં એકાગ્ર થઈ ગયો? હું સાંઠ વર્ષનો કદી એ સ્થિતિમાં ન ગયો. તું કઈ પ્રાર્થના કહી રહ્યો હતો. તો એણે કહ્યું કે ‘ફાધર, મને કોઈ પ્રાર્થના નથી આવડતી.

મને ફક્ત ABCD આવડે છે. હું ભગવાનને કહેતો હતો જયારે આખી ABCD બોલી રહ્યો હતો કે મને પ્રાર્થના નથી આવડતી, પણ પ્રાર્થના તો ABCD માંથી જ નિશ્ચિત થાય છે ને, એ તું બનાવી લેજે.’ હે ઈશ્વર, જે તને ખુશ કરે તે પ્રાર્થના તું એમાંથી બનાવજે! મારાં ભાઈ-બહેનો, શું તમને એવું નથી લાગતું કે પાદરીની પ્રાર્થના ઈશ્વરને પહોંચે તે પહેલા આ પ્રેમપૂર્ણ બાળકની પ્રાર્થના પહોંચી હશે?

હું તમને એક વાત કહું. એક યુવકે એક વધુ પ્રશ્ન પૂછ્યો છે. ‘બાપુ, When T.V. media people come to see you and ask so many questions for you interview, your answers are very spiritual and enlightening. I understand it because I was an English teacher. કાલે ઇન્ટરવ્યૂમાં પણ પૂછાયું કે સાંભળ્યું છે કે બાપુ તમે અંગ્રેજીના શિક્ષક હતા. મેં કહ્યું કે સદ્દ્ભાગ્ય વશ માનો કે વિધાર્થીઓના દુર્ભાગ્યવશ માન તો પૂછી રહ્યો છે એક યુવક, કે આ ટી.વી. ને મિડિયાવાળા તમારો ઇન્ટરવ્યૂ લે છે, સવાલો પૂછે છે, તો એણે પૂછ્યું છે, ‘બાપુ, If you were to interview us, what questions would you ask us.. એટલે હું તમારો ઇન્ટરવ્યુ લઉં, તમે અમારો ઇન્ટરવ્યુ લ્યો તો કેવા સવાલ પૂછો?’

મેં આજ સુધી કોઈને પ્રશ્ન પૂછ્યો જ નથી. હું જેનાં ચરણોમાં બેસીને રામકથા શીખી રહ્યો હતો, એ દાદાજીને જયારે જયારે બહુ સમજમાં ન આવે ત્યારે કદી પૂછ્યું હશે. દાદાજી પ્રશ્નોથી બહુ નારાજ થતા હતા. હં… ગુસ્સો નહોતા કરતા પણ મુખાકૃતિ પરથી હું સમજી જતો હતો કે રામાયણની યાત્રામાં પ્રશ્નોને સ્થાન નથી.

એ કહેતા કે ભરોસો રાખ. હું નહીં સમજાવી શક્યો, તો માનસ સ્વયં સમજાવી દેશે. ચલ આગળ, ચલ આગળ. એ મારો ક્રમ રહ્યો. છતાં મેં કથામાં કદી કદી યાદ કર્યું હતું કે હું અહીં રોકાઈ ગયો હતો, બાળકના રૂપે મેં પૂછ્યું હતું ત્યારે કદી જવાબ આપ્યો હતો. કદી વિનોદમાં પૂછી લઉં, એ વાત જુદી છે, બાકી મારો પ્રશ્ન પૂછવાનો સ્વભાવ નથી. છતાં આપ કહો છો કે તમે અમારો ઇન્ટરવ્યુ લ્યો તો શું પ્રશ્ન પૂછો? તો એક જ પશ્ન પૂછું કે તમે પ્રેમ કરો છો? પ્રેમ કરો. અને તમારા પોતાનાથી શરૂઆત કરો.

તમે તમારી પત્નીને પ્રેમ ન કરી શકો તો બ્રહ્મને શું ખાક પ્રેમ કરી શકશો? એક મુખવાળીને પ્રેમ ન કરી શકો તો એ તો ચાર મુખવાળો છે. ક્યાં મુખથી પ્રેમ કરશો? તમે તમારા બાળકોને પ્રેમ નથી કરતા, તમારા પતિને પ્રેમ નથી કરતાં, પરમાત્માને પ્રેમ કરવાની લાંબી ચૌડી બહેસમાં પડ્યા છો. જ્યાં છો, ત્યાંથી યાત્રા શરૂ કરાય.

फूल पर तितलिया आ गई है.
उस पर तो भरोसा करो, वो भी आ जाएगा|
अफसोेस मत करो |
समय पर सावन आत्मा है, वो भी आएगा|
अफसोस मत करो |
वसंत में कोकिला कूउँ करती है |
वो भी कभी वाल्मीकिकी तरह बोलेगा |

अफसोस मत करो |

એ માર્ગ ધૈર્યનો છે, એ માર્ગ પરીક્ષાનો નથી, પ્રતિક્ષાનો છે. એમાં પરીક્ષા નથી હોતી. પ્રતિક્ષા કરો. અને આ પ્રતિક્ષામાં કદી કદી જન્મોજન્મ લેવા પડે તો યે ખોટનો ધંધો નથી. આ પ્રતિક્ષાનો માર્ગ છે. ગોપીઓ વૃંદાવનમાં, ગોવિંદ મથુરામાં, કેટલું અંતર હતું? આટલો પ્રેમ કરવાવાળી ગોપી ન મથુરા ગઈ, પહેલાં તો દહીં વેચવા જતી હતી, કૃષ્ણ ગયા પછી નહીં ગઈ. ન ગોવિંદ આવ્યો, ન ગોપી ગઈ. એકબીજા એકબીજાની પ્રતિક્ષામાં રડતાં રહ્યાં, રડતાં રહ્યાં. શું યશોદાને નહીં થયું હોય કે હું એકવાર જાઉં. શું એ નંદને નહીં કહી શકતી કે આપ પુરુષ છો, મને એકવાર લઈ ચાલો. એના માથા પર એકવાર હાથ ઘૂમાવી આવું, નહીં થયું હોય? કેવળ પ્રતિક્ષા, પ્રતિક્ષા.

પ્રતિક્ષાનો માર્ગ છે એ માનસમાં તો લખ્યું છે, કદી કદી

जन्म जन्म मुनि जतन कराहीं | अंत राम कहि आवत नहीं ॥

ગીતા પણ ઘણા જન્મો પછી જ્ઞાનની ઉપલબ્ધિનો ઉદ્દ્ઘોષ કરે છે. મને જો પૂછવાનું હોય તો હું પૂછું કે પ્રેમ કરો છો ? ઘરથી શરૂ કરો. ઘરનાં વૃક્ષો, છોડવાઓથી શરૂ કરો. તમારા ઘરમાં, બ્રિટનમાં રહો છો, તો અહીં ચૂહા નથી, અમારે ઇન્ડિયામાં તો કેટલા અમારા ઘરમાં રહે છે. ઉંદર પણ રહે છે, માખીઓ પણ રહે છે, બધા પરિવારના સદસ્યોની જેમ રહે છે. એ તો આપણે બોલીએ છીએ કે ઉંદરો ક્યાંથી આવી ગયા? પણ ઉંદરની ભાષા આપણે નથી જાણતાં. એ અંદર અંદર વાતો કરતા હશે કે આ કોણ ઘરમાં ચાળીસ વર્ષોથી બેઠાં છે, આ કોણ અંદર આવી ગયાં? ઉંદર ને ઉંદરડી અંદર અંદર વાતો કરતાં હશે. બધાંની પોતાની દુનિયા છે બાપ! તમે અભિમાન નહીં કરો. સૌને પ્રેમ કરો.

(સંકલન : જયદેવ માંકડ)

આપણ વાંચો:  મનનઃ સનાતની સંસ્કૃતિની પરિપક્વતા…

સંબંધિત લેખો

Back to top button