ધર્મતેજ

હરિ સર્વ સ્થળે સમાનરૂપે પ્રગટેલા છે પણ એકવીસમીસદીમાં પરમાત્મા આપણા દિલમાં મોટા થવા જોઈએ

માનસ મંથન – મોરારિબાપુ

બાપ! ફરી એક વાર ભગવાન વિશ્વનાથની બહુ જ પુરાણી,પાવન અને સનાતન નગરીમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે તેને હું મારું બહુ મોટું સૌભાગ્ય સમજી રહ્યો છું. સ્વામી રામતીર્થ અમેરિકા પર દિગ્વિજય કરીને આવ્યા. અદ્વૈતનો અદ્ભુત ઝંડો લહેરાવીને આવ્યા. સ્વામી રામતીર્થે ઘણું મોટું કામ કર્યું. પછી એમને થયું કે હિંદુસ્તાન જાઉં અને પહેલીવાર કાશી જાઉં, જે વિશ્વ પરની મારી સનાતન નગરી છે. અનેક દૃષ્ટિએ આ નગરી અદ્ભુત છે.

મેં અહીં આવીને ભગવાન વિશ્વનાથના દર્શન કર્યા.
સંકટમોચન હનુમાનજી પાસે ગયો. પછી મા ગંગાના દર્શનનું આચમન કરવા આવ્યો. જ્યારે માનાં દર્શન કર્યાં, ડૂબકી લગાવી ત્યારે આ વિષય આવ્યો. અને મેં વિચાર્યું કે રામનવમીનું પાવન પર્વ આવી રહ્યું છે, દુર્ગા અને શક્તિની આરાધનાના દિવસો છે.

તો અહીં માનસ-મધુમાસ' વિષય રહેશે. મારા સદ્ગુરુ ભગવાનની કૃપાથી મને જે અંત:કરણની પ્રેરણા થશે એ કહીશ.માનસ’ મારો ઈષ્ટગ્રન્થ છે એટલે એની કૃપાથી તેમજ સંતો પાસેથી જે સાંભળ્યું હોય, અહીં-તહીંથી જે કંઈ મેળવ્યું હોય કે સદ્ગ્રંથોમાંથી જે પમાયું હોય, તે બધું તમારી સાથે શેર કરીશ.

તમારી સાથે વાતો કરીશ.
જ્ઞાનની અને ઘણી ઊંચાઈવાળી વાત મારી પાસે છે પણ નહીં અને એ મારી ઓકાત પણ નથી. હું સદૈવ રામકથાને પ્રેમયજ્ઞ કહું છું.
માનસ'માં ઋતુઓનું વર્ણ છે જ.માનસ’ના બધા પ્રસંગો સાથે છએ ઋતુઓનું વર્ણન ગોસ્વામીજીએ કર્યું છે તે તમે જાણો છો. તો, `માનસ’માં ઋતુનું વર્ણન પણ છે અને ઋતનું વર્ણન પણ છે.

ઘણી કરી છે. અને પ્રસંગો સાથે તુલસીએ ઋતુઓને જોડી છે. પરમાત્મા અંત:કરણ ચતુષ્ટયમાં પ્રગટ થાય છે અથવા તો છે.
કોઈ એને પ્રગટ કરે, બરાબર ? ગોસ્વામીજી કહે છે:
અસ પ્રભુ હૃદય અછત અબિકારી
સકલ જીવ જગ દીન દુ:ખારી
બ્રહ્મતત્ત્વ, ઈશ્વરતત્ત્વ, ગીતા'ના ઈશ્વર,રામચરિતમાનસ’ના પ્રભુ, ઉપનિષદોના બ્રહ્મ, જે કહો તે, અંત: કરણમાં તો ચારેય ચીજ હોય છે. મન હોય છે, બુદ્ધિ હોય છે, ચિત્ત હોય છે, અહંકાર હોય છે. તો પરમાત્મા કેટલાક લોકોના મનમાં પ્રગટ થયા છે પણ મોટા નથી
થયા.

જો કે એમ કહેવાયું છે કે બ્રહ્મ છે એ બુદ્ધિથી પર છે. એ માનીએ, છતાં બુદ્ધિમાં પણ પરમાત્મા પ્રગટ થઈ શકે છે. બુદ્ધિના દેવતા બ્રહ્મ છે તો ત્યાં પરમાત્મા પ્રગટ થાય છે. મનના દેવતા ચંદ્રમાં છે. તો ત્યાં પણ, માનવીય મનમાં પણ પરમાત્મા પ્રગટ થવાની સંભાવના છે.
પરમાત્મા અંત:કરણમાં છે
અથવા તો પ્રગટ થાય છે. માની
લો કે એ મનમાં પણ પ્રગટ થાય
છે. બુદ્ધિમાં પણ પ્રગટ થાય છે. ચૈતસિક એકાગ્રતામાં પણ પ્રગટ
થાય છે. ભગવાન વિષ્ણુ `માનસ’ના અર્થમાં ચિત્ત છે. અને ભગવાન મહાદેવ સમસ્ત વિશ્વનો અહંકાર છે.

અંત:કરણમાં ભગવાન છે પણ ત્યાં મોટા નથી થતા. એના માટે તો ભાવજગતમાં આવવું પડે છે. મથુરા એટલે અહંકારની નગરી. કંસ ઘણો અહંકારી છે. તો કૃષ્ણ અહંકારમાં જન્મ લઈ શકે છે અવશ્ય,પરંતુ મોટા તો ગોકુળમાં થઈ શકે છે.

મથુરા હ્રાસનું કેન્દ્ર બની શકે છે પરંતુ રાસનું કેન્દ્ર તો શ્રી વૃંદાવન જ. પરમાત્મા મોટા થાય છે ભાવમાં, હૃદયના પ્રેમમાં. મનમાં પ્રગટ થશે; મન ખરાબ નથી.

મારાં ભાઈ-બહેનો, પરમાત્મા પ્રગટ તો ક્યાંય પણ થઇ જશે.
અને `માનસ’નું એક સૂત્ર છે- અને સર્વત્રમાં વૈશ્વિક અંત:કરણમાં મન પણ છે, બુદ્ધિ પણ છે, ચિત્ત પણ છે, અહંકાર પણ છે.
હરિ સર્વ સ્થળે સમાનરૂપે છે. તો હરિ ક્યાંય પણ પ્રગટ થશે; મોટા કેવી રીતે થશે ? શંકર ભગવાન કહે છે-
તો, કૃષ્ણ જન્મ તો લે છે મથુરામાં, પરંતુ મોટા થાય છે ગોકુળમાં. તો મારાં ભાઈ-બહેનો, એકવીસમી સદીમાં સાક્ષી બનેલાં પરમાત્મા આપણા દિલમાં મોટા થવા જોઈએ. અને એના માટે જોઈએ ભાવ.
કાળજું કેવી રીતે શુદ્ધ થશે ? લાખ જ્ઞાન હોય, માણસ લાખ કર્મયોગી હોય પણ ભાવનું જળ ન હોય તો ? પ્રેમજળ ન હોય તો ? એટલા માટે મારું નિવેદન છે કે પરમાત્મા મનમાં પ્રગટ થઈ શકે છે. પરમાત્મા બુદ્ધિમાં પ્રગટ થઈ શકે છે.

પરમાત્મા અહંકારમાં પણ પ્રગટ થઈ શકે છે. પરમાત્મા ચિત્તમાં પણ પ્રગટ થઈ શકે છે પરંતુ ત્યાં એ કેવળ પ્રગટ થઈને રહી જાય છે. એ મોટા તો ગોકુળમાં જ થઈ શકે છે.

ભાવમાં, પ્રેમમાં જ થઈ શકે છે. એટલા માટે જરૂરી છે જળ. તો, પરમાત્મ તત્વ ફેલાય છે એ છે ભાવ જગત. ભગવાન રામ આ મધુમાસમાં પ્રગટ થાય છે.

`રામચરિતમાનસ’નું પ્રાગટ્ય મધુમાસમાં થાય છે. તો શું એ રાગનો સંદેશ આપવા માટે છે? એવો પ્રશ્ન ઊઠે છે અને એની ચર્ચા જરૂરી છે. અને સાધનામાં રાગ તો વધારેમાં વધારે હટાવવાની વાત છે.
રાગમાં, રંગરાગ વગેરેમાં ન પડવાની વાત છે.

રાગી હોવું સારું નથી, વિરાગી હોવું સારું છે, એવી વાતો આપણે સાંભળીએ છીએ. અને એ વાત પણ સાચી છે. તો, રાગના મહિનામાં રામ પ્રગટ થઈ જાય એ બહુ મોટું ક્રાંતિકારી સૂત્ર છે.

રાગના મહિનામાં શાસ્ત્ર નિર્મિત થઈ જાય એ બહુ મોટી રહસ્યપૂર્ણ વાત છે. એટલા માટે એની ચર્ચા આપણે કરીશું. અને બીજી વાત, સાહિત્યજગતના આચાર્ય-વિદ્યાર્થી જે પણ સાહિત્યના માણસ છે એ જાણે છે કે રાગનું એક લક્ષણ છે ભય પ્રગટ કરવો.

જેનામાં વધારે આસક્તિ હોય, રાગ હોય, લગાવ હોય, કોઈ ચીજ-વસ્તુ પર કે કોઈપણ ઉપર આપણને વધારે રાગ થઈ જાય,સંગ થઈ જાય,સંગ એટલે આસક્તિ થઈ જાય,તો એ ભય જન્માવે છે. એટલા માટે આપણે ત્યાં કહેવાયું કે સંગ-આસક્તિ રાગાત્મિક છે. એટલે કરવો હોય તો સત્સંગ કરો; કરવો હોય તો સાધુસંગ કરો; કરવો હોય તો શાસ્ત્રસંગ કરો; કરવો હોય તો સજજનસંગ કરો.

મારાં ભાઈ-બહેનો, રાગ બંધન છે. મધુમાસ રાગનો મહિનો માનવામાં આવ્યો છે. એમાં રામ પ્રગટ થયા, `રામાયણ’ પ્રગટ થઈ. મતલબ કે એ ઊર્જાનું રૂપાંતરણ કરે છે. તુલસીનાં અભિપ્રાય મુજબ એ થઇ શકે છે. જે માણસ અસંગ રહે છે તેને કોઈ ભય રહેતો નથી.
સંકલન:જયદેવ માંકડ
(માનસ-મધુમાસ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ