ભગવાન કૃષ્ણનો પ્રિય માર્ગશીર્ષ મહિનો શરૂ થવાનો છે, જાણો મહત્વના નિયમો
મનન -દિક્ષિતા મકવાળા
કારતક મહિના પછી માર્ગશીર્ષ મહિનો આવે છે. તે હિન્દુ કેલેન્ડરનો નવમો મહિનો છે. માર્ગશીર્ષ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હું મહિનાઓમાં શ્રેષ્ઠ માર્ગશીર્ષ છું. માર્ગશીર્ષ મહિનાની પૂર્ણિમા તિથિએ ચંદ્ર મૃગશિર નક્ષત્રમાં હોય છે. તેથી જ આ માસને માર્ગશીર્ષ કહેવામાં આવ્યો છે. આ સિવાય તેને અખાન મહિનો પણ કહેવામાં આવે છે.
માર્ગશીર્ષ મહિનામાં કાન્હાની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માર્ગશીર્ષ મહિનામાં ભગવાન કૃષ્ણની પૂજા કરવાથી વ્યક્તિને તેના જીવનમાં તમામ સુખ મળે છે અને મૃત્યુ પછી મોક્ષ મળે છે. ટૂંક સમયમાં માર્ગશીર્ષ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
માર્ગશીર્ષ મહિનો ૨૦૨૩ ક્યારે શરૂ થશે?
માર્ગશીર્ષ મહિનો ૧૩મી ડિસેમ્બર ૨૦૨૩થી શરૂ થઈ રહ્યો છે અને ૧૧મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ચાલશે. આ પછી પોષ મહિનાની શરૂઆત થશે. માર્ગશીર્ષ મહિનો ભગવાન શ્રી કૃષ્ણને અતિ પ્રિય છે. કાલ ભૈરવ જયંતી, ઉત્પન એકાદશી સહિત માર્ગશીર્ષ મહિનામાં ઘણા મોટા ઉપવાસ અને તહેવારો આવે છે.
આ દરમિયાન ખરમાસ પણ શરૂ થાય છે. જ્યારે સૂર્ય ધનુ રાશિમાં હોય ત્યારે ખરમાસ થાય છે.
માર્ગશીર્ષ મહિનામાં શું કરવું અને શું ન કરવું
-માર્ગશીર્ષ મહિનામાં શંખની પૂજાનું ઘણું મહત્ત્વ છે. તેમજ આ માસમાં તીર્થસ્થળોની યાત્રા અને પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી પુણ્ય મળે છે. આમ કરવાથી રોગ, દુ:ખ અને દોષ દૂર થાય છે. તેમજ મહિલાઓ માટે માર્ગશીર્ષ મહિનામાં વહેલી સવારે સ્નાન કરવાથી અપાર સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
ધ્યાનમાં રાખો કે માર્ગશીર્ષ મહિનામાં સામાન્ય શંખને ભગવાન શ્રી કૃષ્ણના પંચજન્ય શંખ સમાન ગણીને તેની પૂજા કરવી જોઈએ. આનાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ માત્ર પંચજન્ય શંખ ધારણ કરે છે.
-માર્ગશીર્ષ મહિનામાં સંતાન, ભૌતિક સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ માટે દરરોજ ૧૦૮ વાર ‘ક્રીં કૃષ્ણાય નમ:’ મંત્રનો જાપ કરો. આ સિવાય તમે ‘ઓમ નમો ભગવતે ગોવિંદાય’, ‘ઓમ નમો ભગવતે નંદપુત્રાય’ અથવા ‘ઓમ કૃષ્ણાય ગોવિંદાય નમો નમ:’ મંત્રનો જાપ પણ કરી શકો છો.
-માર્ગશીર્ષ મહિનામાં દરરોજ સાંજે ઘરમાં કપૂર સળગાવો અને તુલસી પાસે દીવો પ્રગટાવો અને તેની પ્રદક્ષિણા કરો. આમ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
-માર્ગશીર્ષ ખૂબ જ પવિત્ર મહિનો છે, આ મહિનામાં માંસાહાર અને નશાકારક વસ્તુઓનું સેવન ન કરવું.
-માર્ગશીર્ષ મહિનામાં સારું વર્તન કરવું અને કોઈને ખરાબ ન બોલવું જોઇએ.