ધર્મતેજ

જીવનની દશા-દિશાને બદલી નાખનારા વળાંકો

આચમન -અનવર વલિયાણી

  • વાલિયામાંથી વાલ્મીકિ બનાવે તેવા સત્સંગ શબ્દો,
  • યોગ્ય વ્યક્તિનો જીવનના અમુક વળાંકે ભેટો,
  • ગાંધીજીને યોગ્ય ટિકિટ હોવા છતાં આફ્રિકામાં રેલવે પ્રવાસ દરમિયાન ‘અપમાનજનક’ શબ્દો ઉપરાંત લગેજ સાથે પ્લેટફોર્મ પર ઉતારી મૂકનારો બનાવ અને તેવા બીજા બનાવો,
  • શ્રીમદ્ રાજચંદ્રની સત્સંગભરી મુલાકાત,
  • રાજા હરિશ્ર્ચંદ્રના ચિત્રપટની મન પર થયેલી અસર,
  • તિલકની સલાહ પ્રમાણેનું ‘ભારતદર્શન’.
  • ડૉ. આંબેડકરના જીવનમાં દલિત અશ્પૃશ્યતા, – અસમાનતાના ધાર્મિક કટ્ટરવાદનો અપમાનજનક અનુભવ – સામૂહિક ધર્માન્તર તરફ ફરી ગયો, દેશને અનામત તરફ દોરી ગયો,
  • અતિગરીબી,
  • ભૂખ,
  • અપમાન,
  • ગુસ્સો,
  • અહંકાર – અભિમાન પણ વળાંક આપે અને
  • અતિ સમૃદ્ધિ
  • વ્યસનો,
  • માંદગી-બીમારી
  • વૃદ્ધાવસ્થા,
  • એકલતા,
  • સ્વાર્થીપણું,
  • લોન, આળસ, કંજૂસાઈ પણ વળાંક આપે છે.
  • વિવેકરેખાઓ (લક્ષ્મણરેખા) આપણા દ્વારા તૂટે કે સામી વ્યક્તિ રાવણ, હિટલર, દુર્યોધન જેવા તોડે કે સીતાજીથી તૂટે, જીવનમાં વળાંક આવ.ે
  • જનક રાજાના જીવનમાં અષ્ટાવક્રે તથા કૈકેઈએ વળાંક આપ્યો,
  • પાંડવોના જીવનમાં દુર્યોધને, ધૃતરાષ્ટ્રે અને ભગવાન શ્રીકૃષ્ણે વળાંક આપ્યો,
  • ઈનામ,
  • શાબાશી,
  • સત્સંગ,
  • પ્રેમ-શુશ્રૂષા,
  • સેવા, સુવાક્ય, સુવાંચન, પ્રવચન,
  • ગુલામી-આઝાદી, સ્વછંદતા,
  • ભ્રષ્ટાચાર,
  • અપમાન, વ્યસન, શિક્ષણ, એકલતા, અહંકાર, નમ્રતા,
  • આસક્તિ, ભક્તિ
  • કુદરત તથા માનવનિર્મિત આફતો,
  • કાયદા-કાનૂનોમાંના ફેરફારો,
  • લાલચ – ક્રૂરતા,
  • દયા-કરુણા, પ્રાર્થના-દૂઆ-બંદગીના લીધે પણ જીવનમાં વળાંકો આવી શકે.
    વ્હાલા વાચક બિરાદરો! પ્રત્યેક જીવનમાં ઘણા બધા મોડ-વળાંકો આવે જ છે.
  • ક્ષમા અને ત્યાગ આવનારા જીવનને શુભવળાંકમાં ફેરવવાની તાકાત-શક્તિ રાખે છે.
  • સત્સંગ, સાત્ત્વિક વાંચન, ઉચ્ચ શિક્ષણ અને કળાની સાધનાથી પણ શુભ વળાંકોની શક્યતાઓ વધી શકે.
  • દૃષ્ટાભાવ,
  • ઈશ્ર્વર તથા અંત:કરણના અવાજ પ્રમાણે વર્તવાની,
  • ‘કર્તવ્યધર્મ’ બજાવવાની દૃઢતા કેળવાય તો શુભવળાંકો આવતા જાય અને તેની ગતિ ઝડપી હોય, એક દિશામાં અને ધ્યેય તરફી હોય, પણ સામેથી આવનારા ભટકાઈ પણ શકે.
  • જિસસ, ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, પયગંબર હઝરત મહંમદ, મધર ટેરેસા, મહાત્મા ગાંધી, ડૉ. આંબેડકર, અબ્રાહમ લિંકન, માર્ટિન લ્યુથર કિંગ, નૉબલ પ્રાઈઝ વિજેતા જેવાં મહામાનવો, સૂફી, સંતો, મહાત્માઓ, અવતારોના જીવનમાં વળાંકોએ તથા
  • બાઈબલ
  • ભગવદ્ગીતા,
  • કુરાનપાક જેવા ગ્રંથોએ લાખો-કરોડો માનવોના જીવનને વળાંકો આપ્યા છે, તેમની દશા-દિશા બદલી નાખ્યા છે. ત્યારે કેટલાક વળાંકો અભિમન્યુના કોઠા જેવા ભૂલભૂલામણી જેવા, અનેક દિશામાં ફંટાતા રસ્તા જેવા હોય છે. ક્યારેક વળાંકો પસંદ કરવાની છૂટ હોય છે, ક્યારેક નહીં! ટૂંકમાં જીવન સતત પરિવર્તનશીલ એટલે કે વળાંકોથી ભરપૂર છે.
    એક પ્રાર્થના:
  • સર્પાકારે વળાંકો લેતી નદીઓ કેટલાંય ગામોને નવજીવન આપતી મહાસાગરમાં વિલીન થવાના, મળવાના ધ્યેયને પામે છે.
  • એવું જીવન ઉત્તમ છે જે અન્યોને નવજીવન આપે અને ઈશ્ર્વર ઈચ્છામાં વિલીન થાય.
  • અલ્લાહ, ઈશ્ર્વર સર્વેને તથા મનેકમને એવી જાગૃતિવાળા વળાંકો આપે અને વળાંકો વખતે જાગૃતિ આપે તેવી પ્રાર્થના, દુઆ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button