ધર્મતેજ

ધર્મના મર્મને કર્મમાં ઉતારીએ

આચમન -અનવર વલિયાણી

ચીનના એક મહાન ફિલસૂફ તાઓને એક વખત એના શિષ્યોએ પૂછયું કે

  • ગુરુદેવ ધર્મની સીમા ક્યાં સુધી?
  • તાઓએ નાકના ટેરવા ઉપર નજર નોંધી અને કહ્યું.
  • માણસના નાકના ટેરવા સુધી
  • એ કઇ રીતે ?
    શિષ્ય ચુટેંગે પૂછયું અને તાઓએ કહ્યું કે
  • માણસનો ધર્મ જયારે ખુદની હદ બહાર જાય છે ત્યારે સંઘર્ષ સર્જાય છે.
  • દરેકનો ધર્મ છે કે એ પોતાનો ધર્મ એ રીતે પાળે કે બીજાને એનાથી કોઇ તકલીફ કોઇ ત્રાસ ન પહોંચે.
  • તાઓના શિષ્યને સંતોષ ન થયો.
  • એણે કહ્યું કે-
  • પ્રભુ ! બૌદ્ધ ધર્મની સીમા મારા નાકના ટેરવા સુધીની જ નથી. આખા ચીન, જાપાન, વિયેતનામ, કંબોડિયા, બર્મા, શ્રીલંકા, ભારતવર્ષ, મોંગોલિયાની સીમાઓ સુધી પ્રસરેલી છે. બોલો હવે કહો, ધર્મની સીમા કઇ?
  • તાઓએ કહ્યું, માણસના નાકના ટેરવા સુધી જ.
  • જે તે દેશના જાનવરો, પશુ પંખી, જીવજંતુ, વૃક્ષો, પથ્થરો બૌદ્ધ ધર્મના અનુયાયી નથી. માત્ર મનુષ્યો જ એનો સ્વીકાર કરે છે અને આ બધા દેશોમાં બીજા બધા ધર્મો પણ છે એટલું જ કહું છું કે-
  • ધર્મની સીમા માણસના નાકના ટેરવા સુધીની.

વ્હાલા સમજદાર વાચક બંધુઓ! તાઓએ આ વાત કેટલા હજાર વર્ષ પહેલાં કરી હશે એની ખબર નથી, પણ જગતના કાનૂન સિદ્ધાંત એટલે લૉ ઑફ ટ્રોટમાં પણ આવી જ એક વાત છે અને આ સિદ્ધાંત કહે છે કે-

  • માણસની સઘળી સ્વતંત્રતા બીજા માણસની નાકની દાંડીને ન સ્પર્શે ત્યાં સુધીની જ હોય છે.
  • આ સિદ્ધાંતને કાનૂનશાસ્ત્ર તાઓની જેમ જ સમજાવતાં કહે છે કે-
  • તમને તલવાર ઘુમાવવાની કે છત્રી હલાવતા હલાવતા ચાલવાની સ્વતંત્રતા ખરી પણ છત્રીની કે તલવારની અણી બીજા માણસના દેહને સ્પર્શવી જોઇએ નહીં.
  • જગતભરના ઇમાન અને કાનૂની સિદ્ધાંતો માત્ર વ્યક્તિવાદી છે.
  • ધર્મ કોઇ પણ હોય, પરંતુ કયો ધર્મ પાળવો એનો નિર્ણય જેમ મનુષ્યે પોતે કરવાનો છે એ જ રીતે.
  • કાનૂન તમને જે સ્વતંત્રતા આપે છે એ બીજાને તકલીફ ન આપો ત્યાં સુધીની જ છે.

સનાતન સત્ય

  • આપણાં કર્તવ્યથી બીજાને વ્યથા પહોંચે એવો આપણો ધર્મ ન હોય.
  • ધર્મ તો એનું નામ જેનું આપણને પાલન કરતા જોઇ બીજાઓને સાથ આપવાની ઇચ્છા થાય.
  • કાનૂન પણ એનું જ નામ છે જેનું પાલન કરતા કોઇને જોઇએ તો આપણને પણ એ પાળવાનું મન થાય.

બોધ:
જહોન ડગલાસ નામના એક ફિલસૂફીના પ્રોફેસરે સરસ વાત કરી છે કે-

  • ધર્મ
  • કાનૂન
  • નીતિ,
  • આદર્શો,
  • સિદ્ધાંત
  • બધામાં જો કોઇ તથ્ય હોય તો તે માણસને માણસની જેમ જીવવાનું શીખવવાની સાથે જ માનવીના મનમાં ઉદ્ભવતા પ્રશ્ર્નોના જવાબ શોધવાની અવિરત પ્રક્રિયા કરે છે.
    બીજા જીવો કરતાં માણસ જુદો પણ આ એક જ કારણસર પડે છે.
  • બીજા જીવો માત્ર સીમિત જ્ઞાન (ઇન્સ્ટિન્કટિવ)ની સીમામાં કામ કરે છે.
Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત