ગીતાનું જ્ઞાન એટલે સ્વનું મેનેજમેન્ટ
ગીતા મહિમા -સારંગપ્રીત
ગીતાના તેરમા અધ્યાયમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા કર્યા પછી ભગવાન કૃષ્ણ ચૌદમા અધ્યાયના આરંભમાં જ્ઞાનની મહત્તા સમજાવે છે.
ભગવાન કહે છે- પ્રવક્ષ્યામિ જ્ઞાનાનાં જ્ઞાનમ્ ઉત્તમમ્(૧૪/૧), અર્થાત્ હવે હું તને સર્વોત્તમ જ્ઞાનની વાત કરીશ. અહીં સર્વોત્તમ જ્ઞાન ભગવાનનું છે, તે નિર્વિવાદ છે. પરંતુ ભગવાનના જ્ઞાનને પામવા માટે પોતાનું-આત્મજ્ઞાન આવશ્યક છે. આત્માના જ્ઞાન કરતાં પહેલાં પોતાનાં વાણી, વર્તન અને વિચારોનું જ્ઞાન પણ પરમ આવશ્યક છે.
કોઈ દાર્શનિક સંત પાસે જઈને એક વ્યક્તિએ પ્રશ્ર્ન પૂછ્યો, સંસારમાં સૌથી મોટું શું છે ?’ – વિચાર. સૌથી સરળ કાર્ય શું ? – ‘વણમાગી સલાહ આપવી.’ સૌથી કઠિન કાર્ય ? – વિદ્વાન સંત ઉત્તર માટે થોડીવાર ચૂપ રહ્યા ને કહે, ‘પોતાની ઓળખ.’
મોટા ભાગના લોકો બીજાની
જ ઓળખ કરે છે, પોતાની નહિ. આથી પોતાની ઓળખ કઠિન
બને છે.
અહીં પોતાની ઓળખ એટલે Understanding yourself.’ પોતાની જાતને સમજવી તે ખૂબ કઠિન છે. દરેક વ્યક્તિ બીજાને સમજાવવા માટે સિંહ જેવો થઈ જાય છે, જ્યારે પોતાની જાતને સમજવા માટે બકરી જેવો બની જાય છે.
એક ભાઈ કોઈના મરણમાં જાય તો જ્ઞાનની વાત કરે કે ‘મરના ઔર જીના યહી સંસાર હૈ.’ આ સંસારમાં દરેક માણસ પોતાનાં પરિવારને છોડીને જવાનો જ છે. આવુ બોલનાર તે ભાઈની જ્યારે મરી ગઈ ત્યારે રડવા લાગ્યો.
બીજાને ઉપદેશ આપી હિંમત આપવી તે સારી વાત છે પરંતુ પોતાની જાતને ઉપદેશ આપી હિંમતમાં રાખવી તે સારી અને સાચી વાત છે. પરંતુ માનવી પોતાની જાતને હિંમત આપવામાં નાસીપાસ થઈ જાય છે. અંતે હારી પણ જાય છે.
અમેરિકાના પ્રસિદ્ધ લેખક અર્નેસ્ટ હેમીગ્વThe old men and The Sea’ પુસ્તક લખ્યું તેમાં તેમણે નોંધ્યું છે કે ગમે તેવી મુશ્કેલી આવે તો પણ હિંમત હારવી નહીં. આ પુસ્તકની પ્રતો ઘણી બધી જગ્યાએ મોટી સંખ્યામાં વેચાઈ અને ઘણા બધાને આ પુસ્તક વાંચીને હિંમત પણ મળી, પરંતુ, પુસ્તકના લેખકને પોતાના જીવનમાં મુશ્કેલીઓ આવી તો હિંમત હારી ગયા અને પોતાની જાતને ગોળી મારી જીવન ટુંકાવી દીધુ.’
ચીનના તત્ત્વચિંતક ‘લાઓ ત્સે’ એ ‘તાઓ-તે-ચિંગ’ નામના ગ્રંથમાં લખ્યું છે કે Those who know others are intelligent. Those who know themselves are insightfull.’
જેઓ બીજાને સમજે છે, તેઓ બુદ્ધિશાળી છે જેઓ પોતાને જાણે છે તેઓ પ્રબુદ્ધ છે.
હા, પોતાની સામે જોવું તે જ સુખી છે બાકી તો બીજાની સામે જોઈ સરખામણી કરે, દોષો જોયા કરે તો હંમેશાં દુ:ખી હોય છે.
એક યુવક સારંગપુરમાં સંતોને મળીને કહે કે : મારે જીવનમાં ઘણી તકલીફ છે, ચિંતા છે, ઈર્ષ્યા આવે છે, મારા જીવનમાં પ્રશ્નો જ
નો છે.
મે “Mechanical engineering’ કર્યું છે, હું નોકરી ન મળવાથી બેંગ્લોર ગયો : મનમાં વિચાર હતો કે કોઈ ૫૦૦૦/- રૂપિયા આપે તો પણ કરવી છે, ત્યાં મને ૫૦,૦૦૦/- રૂપિયાનાં પગારની નોકરી મળી. સંતે કહ્યું : વાહ, એ તો સારું કહેવાય, તો પછી તને પ્રશ્ર્ન શું છે… ત્યારે યુવકે જણાવ્યું કે મારી સાથે જ કાર્ય કરતાં મારા મિત્રનો પગાર ૬૫,૦૦૦ રૂપિયા છે. તેની સરખામણી કરવાથી દુ:ખી થવા લાગ્યો.
તેથી ગ્રીક તત્ત્વચિંતક ‘સોક્રેટિસ’ કહે છે કે – ‘અંતદૃષ્ટિ વગરનું જીવન નકામું છે.’
મહાન વ્યક્તિઓ આગળ આવે છે અથવા પોતે આનંદિત રહી શકે છે. તેનું કારણ પોતા સામે દૃષ્ટિ. “understanding yourself.’
BVM -College,વિદ્યાનગરમાં પ્રોફેસર જુનારકર ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવે. તેમનો “Teaching and Technique power’ સારો, એટલે એમના કલાસમાં બધા હાજર જ હોય, છતાં પરીક્ષામાં બધા જ રફશહ થયા. રિઝલ્ટ પછી પ્રોફેસર ક્લાસમાં આવ્યા, બધા વિદ્યાર્થીઓ ગભરાયા બધાને થયું હવે પ્રોફેસર આપણને ખખડાવશે. પરંતુ પેપરો ટેબલ પર મૂકી પ્રોફેસર સ્થિર થઈ ગયા. અને આંખમાંથી આંસુ સાથે બોલ્યા,”There is something wrong with me.’ 99% ભૂલો વિદ્યાર્થીઓની પણ એમણે ૧% ઉપર વિચાર કર્યો. આની ઊંડી અસર થઈ અને ફરી કોઈ વિદ્યાર્થી ફેઈલ ન થયો.
અંતે આપણે પોતાની જાતને સામે જોઈએ, પોતાનો સુધારો કરીએ તો સુખી થઈને પ્રગતિ કરી શકીએ.
જાપાના વેપારીઓ વિશ્ર્વને હંફાવે છે કારણ કે તેઓ માને છે કે “customer is no wrong, but whatever is wrong with me.’કોઈ ઘરાક ખોટો નથી. પરંતુ જે કંઈ ભૂલ છે તે મારામાં ભૂલ છે. બસ, આ છે જ્ઞાનનો આરંભ!