રામાયણના સાત સ્થાન અને માનવ દેહના સાત ચક્રો વચ્ચે કોઈ સંબંધ ખરો?
જીવનનું અમૃત -ભાણદેવ
આપણે ‘રામાયણ’ની કથાનો નિરાંતે અભ્યાસ કરીએ તો એમ લાગે છે કે રામકથાના સાત સ્થાનો છે. ભગવાન શ્રીરામ અને ભગવતી શ્રીસીતાજીની જીવનલીલાની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ મહદ્અંશે જે સ્થાનોમાં ઘટી છે, તેવાં સ્થાનો સાત છે. આ સાત પ્રધાન સ્થાનો નીચે પ્રમાણે છે:
૧. લંકા
૨. રામેશ્ર્વર
૩. કિષ્કિંધા
૪. અયોધ્યા
૫. ચિત્રકૂટ
૬.પ્રયાગરાજ
૭. જનકપુર.
આ સાત સ્થાનોમાં રામકથાની ઘટનાઓ ઘટી છે, તેથી તેમને ‘રામાયણ’ ના સપ્ત સ્થાન કહી શકાય.
આ સાત સ્થાનોમાંથી પ્રથમ લંકા (જો તે વર્તમાન શ્રીલંકા છે તેમ ગણીએ તો) અને અંતિમ સ્થાન જનકપુર વર્તમાન ભારતમાં નથી. જનકપુર નેપાલમાં છે. બાકીનાં પાંચ સ્થાનો વર્તમાન ભારતમાં છે. જો આપણે વર્તમાનકાળથી રાજકીય દૃષ્ટિએ વિચારીએ તો આમ ગણાય, પરંતુ સાંસ્કૃતિક અને ધાર્મિક દૃષ્ટિએ વિચારીએ તો આપણી સમક્ષ વિશાળ ભારતવર્ષ દૃષ્ટિગોચર થાય છે. તેમ ગણીએ તો ‘રામાયણ’ના આ સાતે સ્થાનો વિશાળ ભારતવર્ષમાં અવસ્થિત સાત ઐતિહાસિક સ્થાનો છે, તેમ ગણવું જોઈએ.
આધ્યાત્મિક દૃષ્ટિકોણથી વિચારીએ તો માનવશરીરમાં સાત ચક્રો છે. આ ચક્રો સ્થૂળ શરીરમાં નહીં, પરંતુ સૂક્ષ્મ શરીરમાં છે. આધ્યાત્મિક વિકાસ માટે આ ચક્રોનું જાગરણ અને ભેદ ખૂબ મૂલ્યવાન ઘટના ગણાય છે. નીચેથી ઉપરના ક્રમે આ સાત ચક્રો નીચે પ્રમાણે છે:
૧. મૂલાધાર-ચક્ર
૨. સ્વાધિષ્ઠાન-ચક્ર
૩. મણિપુર-ચક્ર
૪. અનાહત-ચક્ર
૫. વિશુદ્ધ-ચક્ર
૬. આજ્ઞા-ચક્ર
૭. સહસ્રાર-ચક્ર
જેમ ‘રામાયણ’નાં સાત સ્થાનો વિશાળ ભારતવર્ષમાં અવસ્થિત છે, તેમ આ સાત આધ્યાત્મિક ચક્રો માનવદેહમાં અવસ્થિત છે.
હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે ‘રામાયણ’નાં સાત સ્થાનો અને માનવદેહમાં અવસ્થિત આ સાત આધ્યાત્મિક ચક્રો વચ્ચે કોઈ ગૂઢ સંબંધ છે કે નહીં ?
આપણે ‘રામાયણ’ના સાત સ્થાનો અને માનવદેહસ્થ સાત ચક્રોની ગણનાનો ક્રમ નીચેની દિશાથી પ્રારંભીને ઉપરની દિશા તરફનો રાખેલ છે. તે પ્રમાણે લંકા અને મૂલધારચક્ર પ્રથમ આવે છે.
૧. લંકા :
આધિભૌતિક દૃષ્ટિથી લંકાનું સ્થાન વિશાળ ભારતભૂમિમાં છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તેનું સ્થાન દેહમાં છે અને તે મૂલાધારચક્ર છે. લંકા અને મૂલાધારચક્ર વચ્ચે ગહન અને સૂક્ષ્મ એકત્વ છે.
આ એકત્વનો સંબંધ ઘણો ગૂઢ છે અને
અનુભૂતિગમ્ય છે.
લંકા ભોગેન્દ્ર છે. લંકામાં રાવણ, કુંભકર્ણ અને વિભીષણ વસે છે. આ ત્રણે અનુક્રમે રાજસિક, તામસિક અને સાત્ત્વિક અહંકારનાં સ્વરૂપો છે. રાવણની સેના અર્થાત્ રાક્ષસો અહંકારનું તે મૂલસ્થાન છે. રાવણરૂપી અહંકારનું તે દેહમાં અવસ્થિત
સ્થાન છે.
યોગગ્રંથોમાં મૂલાધારનું ખૂબ સાંકેતિક અને સૂક્ષ્મ વર્ણન મળે છે. મૂલધારચક્ર પાયુ અને ઉપસ્થની વચ્ચે છે અને બંનેથી બે આંગળ દૂર છે.
મૂલાધાર ચક્રમાંથી ઈડા, પિંગલા અને સુષુમ્ણા- આ ત્રણ પ્રધાન નાડીઓ છૂટી પડીને આગળ વધે છે, તેથી આ સ્થાનને મુક્ત ત્રિવેણી કહેવામાં આવે છે. મૂલાધારચક્રમાં કામબીજ બિરાજે છે. આ કામબીજ છે : ્રુબિં
આ મૂલાધારચક્રનું તત્ત્વબીજ ર્બૈકાર છે. આ ર્બૈકાર પરથી વાલ્મીકિજીએ તે સ્થાન માટે ‘લંકા’ શબ્દ પ્રયોજ્યો હોય તેમ લાગે છે. આમ લંકા એટલે….જેનું તત્ત્વબીજ છે તેવું મૂલાધાર ચક્ર.
આ સ્થાનને શિવની પણ કહે છે. શિવનીમાં એક સૂક્ષ્મ શિવલિંગ છે, તેને ‘રામાયણ’કાર ત્રિકૂટ પર્વત કહે છે. લંકા ત્રિકૂટ પર્વત પર વસેલી છે. આ શિવલિંગ તપ્તકાંચન જેવું ચળકે છે. તેથી રાવણની લંકાને સોનાની લંકા કહેવામાં આવી છે.
આમ, ભારતભૂમિ જે લંકા છે. તેનું સૂક્ષ્મ સ્વરૂપ મૂલાધારચક્ર છે. બંને વચ્ચે કોઈક સ્વરૂપનો રહસ્યપૂર્ણ સેતુ છે.
૨. રામેશ્ર્વર:
આધિભૌતિક દૃષ્ટિથી રામેશ્ર્વર દક્ષિણ ભારતના દક્ષિણ છેડે સમુદ્રકિનારે આવેલું એક સ્થાન છે. ભગવાન શ્રીરામે જ અહીં રામેશ્ર્વર શિવની પ્રતિષ્ઠા કરી છે. અહીંથી જ હનુમાનજીએ લંકા જવા માટે છલાંગ મારી હતી અને અહીંથી લંકા સુધીનો સેતુબંધ બંધાયો હતો.
ભારતભૂમિમાં જે રામેશ્ર્વર છે, તેનું જ આધ્યાત્મિક સ્વરૂપે દેહસ્થ સ્વાધિષ્ઠાનચક્ર છે.
રામેશ્ર્વર અને સ્વાધિષ્ઠાનચક્ર વચ્ચે કોઈક સ્વરૂપનો ગૂઢ સંબંધ છે. જે આધિભૌતિક સ્વરૂપે રામેશ્ર્વરમાં છે, તે આધ્યાત્મિક દૃષ્ટિએ સ્વાધિષ્ઠાનચક્રમાં છે.
મૂલધારચક્રથી બે આંગળ ઉપર આ ચક્રનું સ્થાન છે, એટલે આ ચક્રનું સ્થાન ઉપસ્થમૂલ છે.
આ ચક્ર નિમ્ન પ્રાણનું કેન્દ્ર છે. પ્રાણનું મુખ્ય કેન્દ્ર તો મણિપુરચક્ર છે, પરંતુ પ્રાણ નિમ્ન ગતિમાન થઈને સ્વાધિષ્ઠાનમાં રહે છે. પ્રાણની નિમ્નગતિ ભોગની કારિકા છે, તેથી કેન્દ્ર પણ ભોગકેન્દ્ર છે. મહાયોગી ગોરક્ષનાથ પણ ‘સ્વ’નો અર્થ પ્રાણ કરે છે.
” ‘સ્વ’ શબ્દનો અર્થ પ્રાણ છે અને તેનું આશ્રયસ્થાન તે સ્વાધિષ્ઠાનચક્ર છે.
પ્રાણનો અર્થ અહીં નિમ્ન પ્રાણ કરવો જોઈએ.
રામેશ્ર્વર અને લંકા વચ્ચે સેતુબંધની રચના થાય છે. રામેશ્ર્વરથી લંકા સુધી હનુમાનજી છલાંગ
મારે છે.
સ્વાધિષ્ઠાન અને મૂલાધાર વચ્ચે પ્રાણના પ્રવાહનો સેતુ છે. હનુમાનજી મહાપ્રાણના અધિષ્ઠાતા દેવ છે. મહાપ્રાણ રામેશ્ર્વર અર્થાત્ સ્વાધિષ્ઠાનથી છલાંગ મારીને મૂલાધાર અર્થાત્ લંકા સુધી પહોંચે છે. આત્મા (રામ)ની નિજશક્તિ(સીતા)ને અહંકાર (રાવણ) લંકા (મૂલાધાર)માં કેદ કરી રાખે છે. તે વખતે મહાપ્રાણ (હનુમાનજી) સ્વાધિષ્ઠાન (રામેશ્ર્વર)થી છલાંગ મારીને મૂલાધાર (લંકા) પહોંચે છે. અને આત્માની નિજશક્તિની શોધ કરીને આત્માને તેની ખબર પહોંચાડે છે. વાનરાઓ (પ્રાણના પ્રવાહો)ની મદદથી આતમરામ સેતુબંધનું નિર્માણ કરે છે અને મૂલાધારમાં અવસ્થિત અહંકાર પર વિજય મેળવીને પોતાની નિજશક્તિને પાછી મેળવે છે.
રામેશ્ર્વરની રામેશ્ર્વર તરીકે પ્રતિષ્ઠા તો ભગવાન શ્રીરામના ત્યાં આગમન પછી થાય છે, તે પહેલાં તો તે એક ઉજ્જડ ભૂમિ છે. સ્વાધિષ્ઠાન ઉજ્જડ ભૂમિ જેવું નિમ્નકોટિનું ચક્ર છે, પરંતુ આતમરામના સ્પર્શથી રામેશ્ર્વર સાથે સંબંધિત ચક્ર બને છે.
૩. કિષ્કિંધા :
આધિભૌતિક દૃષ્ટિથી કિષ્કિંધાનું સ્થાન આપણી ભારતભૂમિના દક્ષિણ ભાગમાં છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તેનું સ્થાન માનવદેહમાં છે અને તે મણિપુર ચક્ર છે. રામાયણકથિત કિષ્કિંધા અને મણિપુર ચક્ર વચ્ચે એકત્વનો ગૂઢ સંબંધ છે.
કિષ્કિંધા વાનરોની અને વાનરોના અધિપતિ (મળણફ્રૂૂઠપૂંર્રૂૈ) હનુમાનજીની ભૂમિ છે. હનુમાનજી વાયુપુત્ર છે. હનુમાનજી પ્રાણના અધિપતિ દેવ છે. પ્રાણ જીવનશક્તિ છે. અને હનુમાનજી પ્રાણશક્તિનું સ્વરૂપ છે.
મણિપુરચક્ર નાભિસ્થાનમાં છે. નાભિસ્થાન અને તેથી મણિપુરચક્ર મુખ્ય પ્રાણ, પંચ પ્રાણ અને પ્રાણના પ્રવાહોનું કેન્દ્ર છે. આધિભૌતિક દૃષ્ટિથી હનુમાનજી, સુગ્રીવ,અગંદ અને વાનરો કિષ્કિંધામાં વસે છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તેનો અર્થ એમ થાય છે કે નાભિસ્થ મણિપુરચક્રમાં મહાપ્રાણ પોતાના અનેક સ્વરૂપો કે પ્રવાહો સહિત વસે છે.
આત્મા અને પ્રાણ બંને એક નથી. બંનેનો ભેદ સમજી લેવો જોઈએ. આત્મા તો પરમાત્માનું વૈયક્તિક સ્વરૂપ છે અને આપણા અસ્તિત્વનું તે જ કેન્દ્રસ્થ ચૈતન્ય તત્ત્વ છે. પ્રાણ તો મન, દેહ આદિની જેમ એક કરણ છે પ્રાણ મન અને દેહની વચ્ચે છે અને મન અને દેહ બંનેની શક્તિ આપે છે.
આધ્યાત્મિક પથ પર કે દૈહિક વ્યવહારો માટે પ્રાણ તો આત્માનું ખૂબ મૂલ્યાવાન અને મહત્ત્વપૂર્ણ કરણ છે.
આવું જ સ્થાન ભગવાન શ્રીરામની અવતારલીલામાં પ્રાણના અધિષ્ઠાતા દેવ હનુમાનજીનું છે. ભગવાન શ્રીરામના કઠિન કાર્યો હનુમાનજી જ પૂરા કરે છે. હનુમાનજી રામના પ્રધાન અને સમર્થ સેવક છે. હનુમાનજી સહિત વાનરસેનાનું સ્થાન કિષ્કિંધા છે. તે જ તથ્યને આધ્યાત્મિક દૃષ્ટિથી એમ કહી શકાય કે પ્રાણ પોતાના ગૌણ સ્વરૂપો અને પ્રવાહો સહિત નાભિકેન્દ્રસ્થ મણિપુરચક્રમાં વસે છે.
મણિપુરચક્ર પરાવાણીનું સ્થાન પણ છે. તેથી જ પરાવાણીને નાભિમાંથી આવતી વાણી ગણેલ છે. ગર્ભસ્થ બાળક નાભિ દ્વારા માતાના શરીર સાથે જોડાયેલ હોય છે. બાળક પોતાની નાભિના માર્ગે જ માતાના શરીરમાંથી રક્ત મેળવે છે. યોગપથના પથિક માટે આ ચક્રનું સવિશેષ મૂલ્ય છે. સમગ્ર નાડીતંત્રના ઉદ્ગમસ્થાન કંદનું સ્થાન પણ નાભિ પાસે જ છે.
આમ, હનુમાનજી મહારાજનું સ્થાન હોવાને કારણે કિષ્કિંધાનો મહિમા છે. આ જ તથ્યને આધ્યાત્મિક દૃષ્ટિથી એમ કહી શકાય કે પ્રાણનું સ્થાન હોવાને કારણે મણિપુરચક્રનો મહિમા છે.
૪. અયોધ્યા :
આધિભૌતિક દૃષ્ટિથી અયોધ્યા ભારતભૂમિના ઉત્તર ભાગમાં આવેલું એક સ્થાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તેનું સ્થાન માનવદેહમાં છે અને તે છે અનાહતચક્ર. રામાયણ કથિત અયોધ્યા અને માનવ દેહસ્થ અનાહતચક્ર વચ્ચે એકત્વનો ગૂઢ સંબંધ છે.
અયોધ્યા ભગવાન શ્રીરામની પ્રાગટ્યભૂમિ અને તેમનું નિવાસસ્થાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી આ જ તથ્યને એમ કહી શકાય કે આતમરામ (પ્રત્યેક ચેતના)નું નિવાસસ્થાન દેહસ્થાન અનાહતચક્ર છે.
અનાહતચક્ર અંત:કરણ મુખ્ય સ્થાન છે. અનાહત ધ્વનિ આ ચક્રમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તેને અનાહત ચક્ર કહેવામાં આવે છે. આ કેન્દ્રમાં ઉત્પન્ન થનાર અનાહત ધ્વનિ જ શબ્દ બ્રહ્મ છે, જે પરબ્રહ્મ સુધી દોરી જાય છે.
ભાવમાર્ગના સાધકો માટે આ સૌથી મહત્ત્વનું કેન્દ્ર છે, કારણ હૃતકેન્દ્ર ભાવનું અધિષ્ઠાન છે. યૌગિક પરિભાષામાં કહીએ તો આ આ ચક્ર ઊર્ધ્વપ્રાણનું કેન્દ્ર છે.
ઉપનિષદોમાં આ હૃતકેન્દ્રને પ્રત્યક્ ચેતનાનું અધિષ્ઠાન ગણેલ છે. તેથી જ ઠાકુર શ્રીરામકૃષ્ણ હૃતકેન્દ્રને ધ્યાન કરવા માટે ડંકો મારેલું સ્થાન ગણાવે છે.
આ અનાહતચક્રમાં જ્યારે કુંડલિની શક્તિ પહોંચે છે,ત્યારે સાધક તીવ્ર ભક્તિભાવ અનુભવે છે.
આપણું શરીર ભારતભૂમિનું લઘુસ્વરૂપ છે. આ હૃદયસ્થાન અને ત્યાં પ્રતિષ્ઠિત અનાહતચક્ર અયોધ્યા છે. આત્મારૂપી ભગવાન શ્રીરામ તેમાં અવસ્થિત છે.
ભગવાન શ્રીરામનું નિવાસસ્થાન હોવાથી અયોધ્યાપુરીનો મહિમા છે. આ જ તથ્યને આધ્યાત્મિક દૃષ્ટિથી એ રીતે મૂકી શકાય કે આતમરામનું નિવાસસ્થાન હોવાથી આ અનાહતચક્રનો મહિમા છે. અનાહતચક્ર આતમરામનું નિજધામ છે.
૫.ચિત્રકૂટ :
આધિભૌતિક દૃષ્ટિથી ચિત્રકૂટ ભારતભૂમિના ઉત્તર ભાગમાં આવેલું એક સ્થાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તે માનવદેહમાં અવસ્થિત છે. અને તેનું નામ વિશુદ્ધચક્ર. રામાયણ કથિત ચિત્રકૂટ અને માનવદેહમાં અવસ્થિત વિશુદ્ધચક્ર વચ્ચે એકત્વનો કોઈક નિગૂઢ સંબંધ છે.
વિશુદ્ધચક્રનું સ્થાન કંઠમાં છે. આ સ્થાન પર ચેતનાની ગતિ થાય ત્યારે ચિત્ત આકાશ જેવું વિશુદ્ધ બની જાય છે, તેથી આ ચક્રને વિશુદ્ધચક્ર કહેવામાં આવે છે.
આ ચક્ર પંચપ્રાણમાંના ઉદાન નામના પ્રાણનું સ્થાન છે. ઉદાન ઊર્ધ્વગતિનો કારક છે અને તેથી આધ્યાત્મિક વિકાસમાં સહાયક છે.
રામકથાની દૃષ્ટિએ જોઈએ તો ચિત્રકૂટ રામ-ભરતનું મિલનસ્થાન છે. ચિત્રકૂટમાં તો વિશુદ્ધ સ્નેહની મંદાકિની વહે છે. માનવદેહમાં ચિત્રકૂટનું સમાંતર સ્થાન વિશુદ્ધચક્ર છે.
ચિત્રકૂટમાં કામદગિરિ નામનો નાનો પર્વત છે. રામભક્તો આ પર્વતને ભગવાન શ્રીરામ અને ભગવતી સીતાજીની વિહારભૂમિ ગણે છે. દેહમાં આવું સ્થાન વિશુદ્ધચક્ર છે.
૬.પ્રયાગરાજ :
આધિભૌતિક દૃષ્ટિથી પ્રયાગરાજ ભારતભૂમિમાં અવસ્થિત એક તીર્થસ્થાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તે માનવદેહમાં અવસ્થિત છે અને તેનું નામ છે આજ્ઞાચક્ર. રામાયણકથિત પ્રયાગરાજ અને માનવદેહસ્થ આજ્ઞાચક્ર વચ્ચે એકત્વનો કોઈ નિગૂઢ સંબંધ છે.
આજ્ઞાચક્રનું સ્થાન ભ્રૂમધ્યમાં અર્થાત કપાળમાં બંને ભમરોની વચ્ચે છે.
ગંગા, યમુના અને સરસ્વતિ (ગુપ્ત)નું સંગમસ્થાન તે પ્રયાગરાજ છે. તે જ રીતે આ આજ્ઞાચક્રમાં પણ ત્રિવેણીસંગમ છે. મૂલાધારથી છૂટી પડીને નીકળેલી ઈડા,પિંગલા અને સુષુમ્ણાનો અહીં આજ્ઞાચક્રમાં સંગમ થાય છે, તેથી તેને યુક્તત્રિવેણી પણ કહેવામાં આવે છે.ઈડાને ગંગા, પિંગલાને યમુના અને સુષુમ્ણાને સરસ્વતી ગણવામાં આવે છે. આજ્ઞાચક્રને ત્રિવેણીસંગમ ગણીને તેને આધ્યાત્મિક તીર્થરાજ કે પ્રયાગરાજ નામ આપવામાં આવે છે.
જેમ પ્રયાગરાજના ત્રિવેણીસંગમમાં સ્નાન કરવાથી માનવી પાપમુક્ત થાય છે, તેવી પરંપરાગત શ્રદ્ધા છે, તે જ રીતે માનવચેતના આ આજ્ઞાચક્રમાં પહોંચે છે અને ત્યાં રહેલા ત્રિવેણીસંગમમાં સ્નાન કરે તો મનુષ્ય સર્વ રાગદ્વેષથી મુક્ત થાય છે તેવું અધ્યાત્મપુરુષોનું કથન છે.
આ આજ્ઞાચક્રને જ શિવનેત્ર કે દિવ્યદૃષ્ટિનું સ્થાન ગણવામાં આવે છે.
આજ્ઞાચક્રમાં પ્રાણ અને ચિત્ત સ્થિર થવાથી સંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે, તેવું યોગીઓનું કથન છે.
આપણા દેશમાં પ્રયાગરાજને ખૂબ મહત્ત્વપૂર્ણ તીર્થ માનવામાં આવે છે, તેથી જ તો તેને તીર્થરાજ કહેવામાં આવેલ છે. તેવું જ મહત્ત્વપૂર્ણ સ્થાન આધ્યાત્મિક દૃષ્ટિથી આપણાં શરીરમાં આજ્ઞાચક્રનું છે. આજ્ઞાચક્ર આધ્યાત્મિક તીર્થરાજ છે. આજ્ઞાચક્ર-સ્થિત ત્રિવેણીસંગમમાં સ્નાન કરીને માનવ ધન્યધન્ય બની જાય છે. યોગીઓ તો એમ જ કહે છે કે આજ્ઞાચક્ર જ ખરું પ્રયાગતીર્થ છે.
૭.જનકપુર :
જનકપુર વિશાળ ભારતભૂમિ (હાલ નેપાળ)માં આવેલું એક સ્થાન છે. આધ્યાત્મિક દૃષ્ટિથી તે માનવદેહમાં અવસ્થિત છે અને તેનું નામ છે સહસ્રારચક્ર. રામાયણકથિત જનકપુર અને યાગીઓ જેને દેહસ્થ સહસ્રારચક્ર કહે છે. બંનેની વચ્ચે કોઈક સ્વરૂપનું નિગૂઢ એકત્વ છે.
સહસ્રારચક્રનું સ્થાન મસ્તકમાં તાલુની ઉપર છે.
આ ચક્રમાં પ્રાણ અને ચિત્ત સ્થિર થવાથી સર્વ વૃત્તિઓના નિરોધરૂપ અસંપ્રરજ્ઞાત સમાધિની પ્રાપ્તિ થાય છે.
કુંડલીની શક્તિ અન્ય છ ચક્રોનું ભેદન કરીને આખરે આ સ્થાનમાં પહોંચે છે. આ સ્થાન શિવનું સ્થાન છે. મૂલાધાર -સ્થિત શક્તિસ્વરૂપિણી કુંડલીની સુષુમ્ણા માર્ગે ઉપર ચડીને આખરે અહીં પહોંચે છે. અહીં શિવશક્તિના મિલનનું કેન્દ્ર છે.
જનકપુર તો જનકવિદેહી જેવા પરમ જ્ઞાની પુરુષનું નિવાસસ્થાન છે, રાજધાનીનું સ્થાન છે, તેથી જનકપુરને જ્ઞાનનું કેન્દ્ર ગણવામાં આવેલ છે. સીતાજી અને શ્રીરામના લગ્ન અહીં જનકપુરમાં થયા છે. સહસ્રારચક્ર પણ જ્ઞાનનું કેન્દ્ર છે. ચેતના જ્યારે સહસ્રારમાં સ્થિર થાય ત્યારે જ્ઞાનનો ઉદય થાય છે. ભારતભૂમિમાં જનકપુર જ્ઞાનનું કેન્દ્ર છે, તેમ માનવદેહમાં સહસ્રારચક્ર જ્ઞાનનું કેન્દ્ર છે. જેમ જનકપુર સીતારામના લગ્ન (અર્થાત્ જોડાણ)નું કેન્દ્ર છે, તેમ માનવદેહમાં સહસ્રારચક્ર શિવશક્તિના મિલનનું કેન્દ્ર છે.
ભૌગોલિક દૃષ્ટિથી પણ જનકપુર સૌથી ઊંચે અર્થાત્ ઉત્તરદિશામાં છે. જ્ઞાનના કેન્દ્ર તરીકે પણ જમકપુર સર્વોચ્ચ સ્થાન છે,તે જ રીતે માનવદેહમાં પણ સહસ્રાર સૌથી ઊંચે- મસ્તકમાં છે. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ પણ સહસ્રાર સર્વોચ્ચ કેન્દ્ર છે ચેતનાવિકાસનું અને કુંડલિની શક્તિના ઊર્ધ્વગમનનું પણ તે સર્વોચ્ચ કેન્દ્ર છે.
જનકપુર જાનકીજીનું પ્રાગટ્યસ્થાન અને સીતારામનું મિલનસ્થાન છે અને જ્ઞાનીઓનું સ્થાન ગણાય છે. જેવું મહત્ત્વ ભારતભૂમિમાં જનકપુરનું છે, તેવું મહત્ત્વ આધ્યાત્મિક દૃષ્ટિથી માનવદેહમાં સહસ્રાર ચક્રનું છે. જે ભારતમાં જનકપુર છે, તે દેહમાં સહસ્રારચક્ર છે.
આમ, વાલ્મીકિ મહારાજ જેને રામાયણના સપ્ત સ્થાન કહે છે. તેને જ યોગીઓ દેહસ્થ સપ્તચક્ર કહે છે. તેમની વચ્ચે કોઈક પ્રકારનો નિગૂઢ સમાંતર સંબંધ હોય તેમ લાગે છે.
રામાયણના મહત્ત્વપૂર્ણ સ્થાનમાં હવે એક સ્થાનનું કથન બાકી રહી જાય છે અને તે છે પંચવટી.
પંચવટી એટલે પંચભૂતોનું બનેલું આ સ્થૂળ શરીર. પંચવટીમાં રહે તો સીતાનું હરણ થાય અને ભગવાન શ્રીરામ પણ રડે, તેમ પંચભૂતોથી બનેલાં આ દેહમાં આવે તો આતમરામ પણ અવિદ્યાવશ બંધન પામે અને સુખદુ:ખ ભોગવે છે. પંચવટી પાંચ ભૂતોનો બનેલો દેહ છે. તેમાં શ્રીરામરૂપી આતમરામ પોતાની સ્વરૂપશક્તિ સાથે વસે છે. અહંકારરૂપી રાવણ અહીંથી જ સીતાને હરી જાય છે. આતમરામને વિયોગ થાય છે અને અહંકારના નાશ પછી પુન: સંયોગ થાય છે.
રામકથાને અને રામાયણના સ્થાનોનેે સમજવાની આ પણ એક દૃષ્ટિ છે.
ઊઇં ફળપ ડયફઠ ઇંળ રૂજ્ઞચળ, ઊઇં ફળપ ઊંચઊંચપૂ રૂેછળ
ઊઇં ફળપ વે ઘઉંટ ક્ષલળફળ, ઊઇં ફળપ વે લરૂલજ્ઞ ધ્રળફળ ॥