ધર્મતેજ

શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય તે કાળના સમગ્ર આર્યાવર્તના ભગવાન શ્રીકૃષ્ણ લગભગ સર્વમાન્ય રાજનેતા હતા

જીવનનું અમૃત -ભાણદેવ

શ્રીકૃષ્ણનું બહુઆયામી વ્યક્તિત્વ
(ગયા અંકથી ચાલુ)
(૪) માનવશરીરમાં રહીને, માનવી સંજોગોમાં જીવતાં-જીવતા પરમાત્મામાં કેવી રીતે આરોહણ કરવું, તેનું એક દષ્ટાંત અવતાર પોતાના દ્વારા આપણી સમક્ષ રજૂ કરે છે. જેમ મા બાળકને કોઇ ક્રિયા શીખવવા માટે પહેલાં પોતે કરી બતાવે છે, તેમ પરમાત્મા માનવને અધ્યાત્મપથ પર પોતે ચાલીને, ચાલતાં શીખવે છે. તે માટે ભગવાન પોતે એક સાધક, એક ભક્ત બની માનવ સમક્ષ દષ્ટાંત રજૂ કરે છે. શ્રી ચૈતન્ય મહાપ્રભુ, શ્રીરામકૃષ્ણ પરમહંસ ભગવદવતારો હતા. છતાં તેઓ લગભગ જીવનભર ભક્તભાવમાં રહ્યા, પરમ ભક્તની જેમ જ રહ્યા. તેમણે માનવજાત સમક્ષ આદર્શ ભકતનું દષ્ટાંત રજૂ કર્યું છે. પરમાત્માના આ ભક્તરૂપ દષ્ટાંતને જોઇને માનવ શીખી શકે છે કે પોતે પરમાત્મા સુધી કેવી રીતે પહોંચી શકે. અવતારમાં પ્રભુ કરુણાભાવે પોતાના સુધી પહોંચવાના માર્ગ પર પોતે જ ચાલી બતાવે છે. આવી છે પરમાત્માની કરુણા.
આ પણ અવતારનું એક અવતારકૃત્ય છે.
ભગવાન શ્રીકૃષ્ણના અવતારકૃત્યમાં શિષ્યભાવ – સાધકભાવ પણ જોવા મળે છે.
ભગવાન શ્રીકૃષ્ણના ત્રણ ગુરુના ઉલ્લેખો તો શાસ્ત્રોમાં છે જ.
(શ) સાંદીપનિ મહારાજ
ઉજજૈનમાં તેમના આશ્રમમાં રહીને ભગવાન શ્રીકૃષ્ણે વિદ્યાર્જન કર્યું છે.

(શશ) ઘોર આંગિરસ
છાંદોગ્યોપનિષદમાં કથન છે, તે પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ ઘોર આંગિરસ પાસેથી -‘અળટ્ટનપસળજ્ઞક્ષલણળ રુમદ્મળ’ પ્રાપ્ત કરે છે.
(શશશ) ઉપમન્યુ
ભગવાન શ્રીકૃષ્ણ ઉપમન્યુ પાસેથી શિવ-ઉપાસનાવિધિ પ્રાપ્ત કરે છે.
આમ ભગવાન શ્રીકૃષ્ણ શિષ્ય-સાધક ભાવનું અવતારકૃત્ય પણ સિદ્ધ કરે જ છે.
ભગવાન જ્યારે માનવસ્વરૂપ ધારણ કરીને આવે ત્યારે માનવની જેમ લીલા કરે છે. તદ્નુસાર શિષ્ય-સાધક પણ બંને છે.
(૫) ભગવાન શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ બહુઆયામી છે. તદનુસાર તેમનું અવતારકૃત્ય પણ બહુઆયામી બને છે. ભગવાન શ્રીકૃષ્ણના વ્યક્તિત્વના અને તદનુસાર તેમના અવતારકૃત્યના પ્રધાન આયામો આ પ્રમાણે છે:
(શ) પ્રેમીપુરુષ કૃષ્ણ
(શશ) બંસીધર – કલાકાર કૃષ્ણ
(શશશ) રાસેશ્ર્વર કૃષ્ણ – નટેશ્ર્વર કૃષ્ણ
(શદ) પરમ પ્રેમાસ્પદ – પરમ આકર્ષક કૃષ્ણ
(દ) આદર્શ પતિ કૃષ્ણ
(દશ) ભક્તવત્સલ કૃષ્ણ
(દશશ) ઉત્તમ મિત્ર કૃષ્ણ
(દશશશ) સદ્ગુરુ કૃષ્ણ (અર્જુન અને ઉદ્ધવ)
(શડ્ઢ) અધ્યાત્મવિદ્યા વિશારદ કૃષ્ણ
(ડ્ઢ) યોગેશ્ર્વર કૃષ્ણ
(ડ્ઢશ) રાજનેતા કૃષ્ણ
(ડ્ઢશશ) મહાનવક્તા કૃષ્ણ (શાંતિદૂત)
(ડ્ઢશશશ) મહા઼ન યોદ્ધા કૃષ્ણ (શાંતિદૂત)
(ડ્ઢશદ) અશ્ર્વવિદ્યાવિશારદ -સારથિ
(ડ્ઢદ) ધીર અને સ્થિર પુરુષ
(૩) અવતારના લીલાસંવરણ પછીનું અવતારકૃત્ય
અવતારના લીલાસંવરણ પછી જ અવતારનાં પ્રધાન અવતારકૃત્યનો પ્રારંભ થાય છે. આ જ અવતારનું ખરું અવતારકાર્ય છે.
અવતાર પોતાના જીવનકાળ દરમિયાન ધર્મસંસ્થાપનાનું, દુષ્ટોના દમનનું, સાધુઓના પરિત્રાણનું કાર્ય કરે જ છે, પરંતુ લીલાસંવરણ પછી શતાબ્દીઓ, સહસ્રાબ્દીઓ સુધી તેમનું આ કાર્ય ચાલુ જ રહે છે, તેમના દ્વારા અધ્યાત્મનો પ્રકાશ ફેલાતો જ રહે છે.
યુગો સુધી લાખો કરોડો લોકો માટે અવતાર અધ્યાત્મનું એક પ્રવેશદ્વાર બની રહે છે. એક પ્રેરણાસ્ત્રોત બની રહે છે. અવતારના સ્વરૂપ, લીલા, વ્યક્તિત્વ, જ્ઞાન આદિ દ્વારા સાધકો સમજી શકે છે કે ભગવાન એટલે શું તેમના સ્વરૂપનું ધ્યાન, તેમના નામનો જપ, તેમની મૂર્તિની સેવા-પૂજા- આ સર્વ સાધકો માટે એક સાધનપથ બની રહે છે. તેમની વાણી અધ્યાત્મની એક મહામૂલી મૂડી બની જાય છે.
અવતારના લીલાસંવરણ પછી અવતારનો આધાર લઇને આધ્યાત્મિક પુનરુત્થાનનાં અનેક આંદોલનો ઊભાં થાય છે. આજે પણ રામ અને કૃષ્ણ કરોડો લોકોના ઇષ્ટદેવ છે. તેમનાં મંદિરો, તેમની જીવનલીલા, તેમનું નામ આજે પણ ભકતો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમનું અવતારકૃત્ય આજે પણ ચાલુ જ છે અને હજારો વર્ષો સુધી ચાલુ જ રહેશે.
માત્ર ભારતમાં જ નહિ, પરંતુ દૂરદૂરના દેશોમાં આજે પણ શ્રીકૃષ્ણનાં મંદિરો બની રહ્યાં છે. આ પ્રકારનાં કાર્યો નવાંનવાં સ્વરૂપ ધારણ કરીને ચાલ્યા જ કરશે.
ભગવાન શ્રીકૃષ્ણનું અવતારકૃત્ય તેમના લીલાસંવરણથી સમાપ્ત થયું છે, તેમ નથી. વસ્તુત: લીલાસંવરણ પછી જ તેમનું અવતારકૃત્ય વધુ વ્યાપક સ્વરૂપે, વધુ ગહન સ્વરૂપે શરૂ થયું છે અને ચાલ્યા જ કરશે.
શ્રીકૃષ્ણનું નામ, શ્રીકૃષ્ણલીલા, શ્રીકૃષ્ણનાં મંદિરો, શ્રીકૃષ્ણવિષયક હજારો નવાંનવાં પુસ્તકોની રચના, શ્રીકૃષ્ણની ભક્તિ, શ્રીકૃષ્ણ દ્વારા આધ્યાત્મિક વિકાસ અને પુનરુત્થાન, લાખો ભક્તોનું શ્રીકૃષ્ણને સમર્પણ- આ સર્વ શ્રીકૃષ્ણનાં નવાંનવાં અવતારકાર્ય છે. કૃષ્ણને નામે હજારો ભક્ત તરી ગયા છે.
કૃષ્ણના હજારો ભક્તોનાં જીવન જુઓ! આ કૃષ્ણનું અવતારકૃત્ય છે. શ્રીકૃષ્ણ ક્યાંય ગયા નથી. અહીં જ છે. હાજરાહજૂર છે!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?