ધર્મતેજ

‘મેં સિપાઈ સદ્ગુ૨ુ સાહેબ કા લડું ટોપ બખ્ત૨ પહે૨ી…’

(સંતોની વાણીમાં અસ્ત્ર- શસ્ત્રોના ઉલ્લેખો-૨)

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

આપણા સંતોએ યુદ્ધ કર્યું છે મન માંયલા સામે. અંદરના શત્રુઓને મારી હટાવવા ભજન, સ્મરણ, ધ્યાન, ધારણા, યોગ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ત્રાટક, મુદ્રાઓ અને વિધ વિધ પ્રકારની સાધનાઓ દ્વારા મન સ્થિર કરીને મેદાનમાં મામલો મચાવવાની વાત કરી છે. એટલે એમની વાણીમાંથી આપણને વારંવાર ફોજ, નગા૨ાં, નોબત, ગઢ-કોટ-કિલ્લો, બંદૂક, ગોળી, તોપ, તલવાર, તમંચો, ભડાકો, કટારી, ઢાલ, તલવાર, બખતર, તીર-કમાન, જેલ, હાથકડી… એવી યુદ્ધ મેદાનની સામગ્રીના ઉલ્લેખો પ્રાપ્ત
થાય છે.
અનુભવની વાતું છે અટપટી,
યોગ કળાની ગતિ છે ઝીણી રે,
સત્ગુરુજીના વેંચ્યા વેંચાઈ જઈએ,
આપે ઓહંમ્ સોહંમ્ની એંધાણી.

  • અનુભવની વાતું…૦
    નાભિ કમળથી સુરતા ચાલી,
    જઈ ત્રિવેણીમાં ઠેરાણી;
    માનસરોવ૨ મુકતા મોતી,
    મરજીવા સંત કોઈ લીયે વીણી
  • અનુભવની વાતું…૦ ચડી ફોજને માંઈ હુવા નગારાં, નિરભે નામની નૌબત ગડી રે; નુરત સુરત લઈ શિખરે ચડિયા, બ્રહ્મ અગ્નિમાં જઈ હોમાણી. – અનુભવની વાતું…૦ પાડયો કોટ કબુદ્ધિ કેરો, માર્યો માયલો મન મેવાસી રે, બ્રહ્મજ્ઞાનનો ર્ક્યા ભડાકા, તો આસને બેઠા ગુ૨ુ અવિનાશી.
    • અનુભવની વાતું…૦
      ત્રણ ગુણને ઘે૨ી લીધા,
      ભૂલ ભ્રમણાં ભે ભાંગી રે;
      ચા૨ વેદ પ૨ ચોપાટ ખેલી,
      ત્યાં અલખ પુરુષ્ાની લે લાગી.
  • અનુભવની વાતું…૦
    સૂન મંડળથી શોધી કાઢયો,
    અખે મંડળમાં ઉરમી જાગી રે,
    દેવ ડુંગરપુરી સંતની સેવા,
    જાહેર આ વસ્તુ છે બહુ ઝીણી.
    – અનુભવની વાતું…૦
    (ડુંગરપુરી)
    ૦૦૦૦
    જુગ બંધનની જેલ, એને તોડવી મુશ્કેલ,
    જુઓ ભાઈ જુગ બંધનની જેલ જી..
    પૈસો ને વળી પ્રેમદા બેઉ,
    પગમાં બેડીયું જડેલ જી,
    સંતાન રૂપી હાથકડીયું,
    ભીંસીને ભીડેલ…
  • જુઓ ભાઈ જુગ બંધનની જેલ જી..૦
    અજ્ઞાન રૂપી જેલ૨ આડો,
    આઠે પહોર ઉભેલ જી,
    વિઘન રૂપી આમાં કોટ ચણાવ્યો,
    મોહ દરવાજા દીધેલ…
  • જુઓ ભાઈ જુગ બંધનની જેલ જી…૦
    આશા તૃષ્ણા રૂપી બે તાળાં,
    એનો ખીલો જબરથી જડેલ જી,
    કામ, ક્રોધ ને અહંકારના,
    પહેરા છે ઉભેલ…
  • જુઓ ભાઈ જુગ બંધનની જેલ જી…૦
    આ જેલને તોડવા ભાઈ મોટા મોટા મથેલ જી,
    પારાશર ૠષ્ાિ જેવા ભાગી છૂટ્યા,
    જેને પાછળથી પકડેલ…
  • જુઓ ભાઈ જુગ બંધનની જેલ જી..૦
    આવી જેલને તોડવી ઈ તો,
    ખરાખરીનો ખેલ જી,
    દાસ દયાનંદ બ્રહ્માનંદ શરણે,
    સતગુ૨ુ મળે તો થાય સ્હેલ…
  • જુઓ ભાઈ જુગ બંધનની જેલ જી..૦
    (દયાનંદજી-મુંડિયાસ્વામી)
    ૦૦૦૦૦૦
    બેની મારા રૂદિયામાં લાગી રે,
    મે૨મની ચોધારી મારે કાળજે કટારી…
    બાયું મારા કલેજામાં મારી રે,
    બેની મારી રૂદિયામાં મારી રે,
    મારી છે કટારી ચોધારી,
    મેરમની કટારી, મારા કલેજે કટારી…
    ભેદુ વિનાની વાતું કોણે રે જાણી?
    મેરમની ચોધારી, મા૨ે કાળજે કટારી…
    (સાખી ) મારી કટારી મૂળદાસ કયે જુગતે કરી ને જોઈ,
    કળા બતાવી કાયા તણી, કાળજ કાપ્યાં કોઈ;
    (હૃદય કમળમાં રમી રહી, કાળજાં ફાટ્યાં સોઈ)
    કાળજ કાપી કરુણા કીધી,
    મુજ પર કીધી મહેર,
    જોખો મટાડ્યો જમ તણો,
    મારે થઈ છે આનંદ લીલા લહેર રે…
    -મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦
    (મૂળદાસજી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button