ધર્મતેજ

મૂળ મહેલમેં વસે ગુણેશા..(ર)

અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ

મૂલાધાર ચક્રના દેવતાની સ્તુતિ કરતાં ભજનિકો ગાય-
‘મૂળ મહેલના વાસી ગજાનન અનુભવી તારા ઉપાસી ગુણપતિ..’
મૂળ મહેલના વાસી ગજાનન,
અનુભવી તારા ઉપાસી..
ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦
સંસારી જન બાહેર પૂજે, અંતર પૂજે ઉદાસી રે હો જી,
જોગી હોય ઈ જુગતિ જાણે, જોગી હોય ઈ હાં..હાં…હાં..
જુગતિ જાણે, છે દરશનના પ્યાસી..
ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦
રાજા પૂજે,રૈયત પૂજે, દેવ દિગંબર દાસી રે હો જી ,
તન તમ ધનથી જે કોઈ પૂજે, તન મન ધનથી રે હાં..હાં..હાં..
જે કોઈ પૂજે,તો ભટકે નહીં ચોરાશી..
ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦
તારા ભજનથી શુદ્ઘ બુદ્ઘ આવે, મોહ માયા જાય નાસી રે હો જી ,
અંતરમાં અવિનાશી પ્રગટે, અંતરમાં રે હાં..હાં..હાં..
અવિનાશી પ્રગટે,આતમ જ્યોત પ્રકાશી..
ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦
પરથમ પહેલાં ગુણપતિ પૂજે, અલખ પુરુષ્ા અવિનાશી રે હો જી ,
કહે લક્ષ્મણ સતગુરુને શરણે, કહે લક્ષ્મણ હાં..હાં..હાં..
સતગુરુને શરણે,ના’વે જમની ફાંસી..
ગુણપતિ, મૂળ મહેલના વાસી રે..હો. જી…૦
(ભાવદાસસ્વામી શિષ્ય લક્ષ્મણભગત લુહાર-ચરખડી)
યોગમાર્ગી સાધકો યોગસાધનાનો આરંભ કરે ત્યારે મૂલાધારમાં-શરીરના છ ચક્રોમાંથી પ્રથમ ચક્રમાં ગણપતિનું સ્થાપન કરીને સાધના શરૂ કરે છે. ગણેશ આદિ દેવતા છે. તેત્રીસ કરોડ દેવતાની જેમ તેત્રીસ કોટિ રોમ રાઈના અગ્રણી અધિષ્ઠાતા તરીકે શરીરમાં જ ગણપતિનું સ્થાન છે. આ યોગસાધનાના માર્ગનો આરંભ મૂલાધાર ચક્રથી થાય છે અને મૂલાધાર ચક્રના દેવતા ગણેશ છે. એની ઉપાસના કરીને સાધક આગળ વધે છે. ત્યારે ષટ્ચક્રભેદ ન થતાં કુંડલિની શક્તિનો વિસ્ફોટ થાય છે અને સૂર્ય ચન્ નાડીનું સાયુજ્ય થતાં શિવ શક્તિનું મિલન થાય છે અને આત્મસાક્ષાત્કાર થઈ જાય છે. નાથયોગી સિદ્ઘશ્રી ગોરખનાથજીની મૂળ ‘ગોરખબાની’માં પણ ‘મૂલચક્ર ગનેશ વાસા રક્ત વર્ણ પ્રણઉં ભાસા.’ એમ મૂલાધાર ચક્રનો પરિચય અપાયો છે. અધ્યાત્મમાર્ગના પ્રવાસી સંતો અને ભક્તો દ્વારા માનવ શરીરમાં જે ગુપ્ત ષ્ાટ્ ચક્રો છૂપાયેલાં છે તેનું રહસ્ય પણ બતાવવામાં આવ્યું છે.

(૧) મૂલાધાર ચક્ર : દેવતા : ગણપતિ શક્તિ : રિદ્ઘિ-સિદ્ઘિ કે સિદ્ઘિ-બુદ્ઘિ. આસન : ચાર પાંખડીનું કમળ સ્થાન : ગુદા રંગ : લાલ બીજમંત્ર : ‘લમ્’ મૂલાધાર ચક્ર સિધ્ધ કરવા ૬૦૦ મંત્રનો જાપ તત્ત્વ : પૃથ્વી ગુણ : ગંધ બીજવાહન : ઐરાવત ચાર પાંખડીના કમળદલના અક્ષરો : વં, શં, ષં, સં ધાતુ : અસ્થિ જ્ઞાનેન્યિ : નાસિકા, ઘ્રાણ કર્મેન્યિ : ગુદા લોક : ભૂ લોક઼ મૂલાધાર ચક્ર સિધ્ધ થાય પછી ‘ભક્ત’નું બિરુદ મળે. આપણા સંતો એટલે જ ગાતા હોય ‘મૂળ મહેલના વાસી ગુણેશા, અનુભવી તારા ઉપાસી ગણપતિ, મૂળ મહેલના વાસી રે..હે..જી.. હો..જી..’ સાધનાની આવી સીડી દર્શાવતાં-ગૂઢ, ગુપ્ત, ગુહ્ય, રહસ્યાત્મક ઉક્તિઓ દર્શાવતી સંત સાધનામાં નીચેના બે ચક્રો-મૂલાધાર અને સ્વાધિષ્ઠાન અનાયાસ સિદ્ઘ થયાં હોય એટલે એની યાત્રા સીધી મણિપુરથી આગળ વધે, કેટલાક પોતાની યાત્રા સીધી અનાહતથી -નાદાનુસંધાનથી શરૂ કરે, તો કેટલાક સીધા આજ્ઞાચક્રથી… એક જ સાધના પરંપરાના, એક જ ગુરુના જુદા જુદા શિષ્યો ગુરુ આજ્ઞાથી અને પોતાની પૂર્વની કમાઈને કારણે જુદી જુદી પ્રકૃતિ કે િંપંડ મુજબના માર્ગેા સૂચવે અને એ માર્ગે આગળ વધવા માર્ગદર્શન આપે. દરેકના અનુભવ સરખા હોય તો પણ એ અનુભવ જયારે શબ્દબદ્ઘ થાય ત્યારે જે તે દર્શકની પ્રકૃતિ મુજબ શબ્દાવલી બદલાય, રજુઆતની શૈલી બદલાય. કોઈ સીધે સીધું સરળ વાણીમાં અનુભવ ગાથા ગાય તો કોઈ ગૂઢ, રહસ્યમય, અવળવાણીમાં, પ્રહેલિકામાં, કૂટ કાવ્યમાં.. કોઈ પ્રતીકાત્મક કે રૂપકાત્મક શૈલીનો આશરો લે તો કોઈ માત્ર આછા સંકેતો જ દર્શાવે ને સાધના અનુભવને ગુપ્ત રાખે.

મૂલાધાર ચક્રથી માંડીને સહસ્રાર ચક્ર સુધીની સુરતાની અંતર્યાત્રાના વિવિધ મુકામ, જે તે ચક્રના દેવી-દેવતા, એની ચોક્કસ બીજમંત્ર ારા ઉપાસના, એના ચોક્કસ સ્થાન, ગાદી, રંગ, ગુંજાર, મંત્ર, બિરુદ… અને આ બધું સંપ્રદાયે સંપ્રદાયે ભિન્ન ભિન્ન… શબ્દકોશનો અર્થ જુદો હોય, સંત સાધનાનો – શબ્દ એક જ ભજન માટે શબ્દસૂરતયોગના યાત્રીનો અર્થ, હઠયોગીનો અર્થ, ભગત-ભજનિકનો અર્થ એમ વિવિધ અર્થો આપણને જુદા લાગે. આમ પરંપરાએ પરંપરાએ એક જ ભજનના અર્થઘટનો જુદાં પડે છે. મૂલાધાર ચક્રની સાધના-ઉપાસના દર્શાવતાં ગણપતિ મહિમાનાં આવાં રહસ્યાત્મક પદોમાં અત્યંત જાણીતી રચનાઓની માત્ર કેટલીક પંક્તિઓ લઈએ:
અજર અમર પદ પાયા, મેરે સંતો, સતગુરુ શ્યામ બતાયા હે જી…
અગમ અગોચર ગમ નહિ ગોતત, હંસા સોઈ ઘર પાયા હે જી…
મૂળ કમળસેં ષ્ટિ લગાઈ,દેવ ગણેશ દરસાયા હે જી;
નાભિ કમળ પર નારાયણ જોતિ, નુરતિમેં સુરતિ મિલાયા મેરા જોગી…
હંસા સોઈ ઘર પાયા હે જી…(ભરથમોડ શિષ્ય રવિદાસ)
***
તમે ભાંગો મારા દલડાંની ભ્રાંતા, તમે ભાંગો મારા હરદાની ભ્રાંતા,
ગુણપતિ દાતા,મેરે દાતા હો જી…
તમે ખોલો મારા રૂદિયાનાં તાળાં, મેરા દુ:ખ દારિદ મિટ જાતા…
મૂળ મહેલમેં વસે ગુણેશા, થાપન નહિ ઉથાપા, કોઈ ગુરુ ગમસે ગમ પાતા,
ગુણપતિ દાતા,મેરે દાતા હો જી… (તોરલપુરી રૂખડિયો)


મૂળ મહેલમાં વસે ગુણેશા,ધરી લે ઉનકા ધ્યાન,ભગતિ મરજીવાનાં કામ,
હે જી તારું મટ્યું નહીં અભિાન, તારું ટળ્યું નહીં અભિમાન,ભગતિ મરજીવાનાં કામ઼.
(ગોરખ / કબીર બંનેના નામાચરણ સાથે ગવાય છે.)
વિઘન વિદારણ, દુ:ખ નિવારણ, દેવ ગરવા ઉર લાવું, અણવધ ગણપતરા ગુણ ગાઉં..
મૂળ કમળમાં આપ અલેખા, આધાર અનભે જમાવું ,મેરે દાતા આધાર અનભે જમાવું,
સુધ બુધ દાતા સદાય પે’લાં સમરૂં, મન મોતીડે વધાવું. અણવધ ગણપતરા ગુણ ગાઉં..
(બ્રહ્માનંદ શિષ્ય દયાનંદજી-મુંડિયાસ્વામી)

છે અને તદ્નુસાર ગુરુ શિષ્યને સાંધ્યભાષાના સમર્થ માધ્યમ દ્વારા અધિકારી શિષ્યને અધ્યાત્મસાધન માટે આવશ્યક સર્વ તત્ત્વોનું શિક્ષણ આપે છે.

(૩) અધ્યાત્મજગતનાં કેટલાંક ગહન સત્યો સૌની સમક્ષ પ્રગટ ન કરી શકાય, પરંતુ અધિકારી જન સમક્ષ જ પ્રગટ કરી શકાય તેમ હોય છે.
પરંતુ પ્રશ્ર્ન એ છે કે આમ કરવું કેવી રીતે?

સાંધ્યભાષાના પ્રયોગ દ્વારા આ હેતુ સિદ્ધ કરી શકાય છે. સાંધ્યભાષામાં વિશિષ્ટ પ્રયોગોના અર્થને તાળાં મારેલાં હોય છે. જેમની પાસે આ તાળાં ખોલવાની ચાવીઓ હોય છે, તેઓ જ આ તાળાં ખોલીને રહસ્યાર્થને પામી શકે છે. બાકીના લોકો બહિરંગ અર્થને જાણીને તેનાથીં સંતુષ્ટ રહેશે અને તેનાથી પણ લાભાન્વિત થશે.

“In Vedas an outward common place object or word employs for clothing the inner significance, presses into service popular anecdotes for symbolising profound truths. The intention is that those who have the vision will see through; the others who are not yet fit to enter the precincts of knowledge will remain happy at the periphery.”
-The Ten Great Cosmic Powers: p.107

“વેદમાં બાહ્ય જગતના સામાન્ય પદાર્થો અને શબ્દો એવી રીતે પ્રયોજાયા છે કે તેઓ આંતરિક અર્થના આવરણનું કામ કરે છે. વેદમાં પ્રચલિત નાની કથાઓ ગહન સત્યોને પ્રગટ કરનાર માધ્યમ તરીકે પ્રયોજાયેલ છે.
આમ કરવાનો એક વિશિષ્ટ હેતુ છે.જેમની પાસે ગહન દૃષ્ટિ છે, તેઓ આરપાર જોઈ શકશે, પરંતુ જેઓ તેમ કરવા માટે યોગ્ય નથી, તેઓ બહિરંગ અર્થોથી સંતુષ્ટ રહેશે.
આમ, આના પરથી સૂચિત થાય છે કે અધ્યાત્મજગતમાં ગુપ્ત તત્ત્વો સર્વ જનોથી ગુપ્ત રાખવાના અને અધિકારી જનો સમક્ષ જ પ્રગટ કરવાના હેતુથી પણ સાંધ્યભાષાનો વિનિયોગ
થાય છે.
૪. સાંધ્યભાષાનું સ્વરૂપ:
સાંધ્યભાષામાં નીચેનાં માધ્યમોનો વિનિયોગ
થાય છે:
(૧) શબ્દ:
સાંધ્યભાષાનાં માધ્યમોમાં સૌથી પ્રધાન માધ્યમ ‘શબ્દ’ છે. સાંધ્યભાષામાં પણ શબ્દો તો તે જ વપરાય છે, જે લૌકિક ભાષામાં વપરાય છે, પરંતુ શબ્દોના વિનિયોગની પદ્ધતિ અને તેમના સાંકેતિક અર્થો ઘણા ભિન્ન હોય છે.
દા.ત અશ્ર્વ. અશ્ર્વનો લૌકિક અર્થ ઘોડો થાય છે, પરંતુ વેદમાં ‘અશ્ર્વ’ શબ્દ પ્રાણશક્તિના અર્થમાં વપરાયેલ છે અને સમગ્ર અશ્ર્વમેધયજ્ઞ ગહન સાંકેતિક ક્રિયા છે.
(૨) ક્રિયા:
યજ્ઞ, પૂજા આદિ ક્રિયાઓનાં અનેક અને અનેકવિધ સ્વરૂપો છે. તેમના ઘણા ગહન અર્થો પણ છે જ આ રીતે ક્રિયાનો પણ સાંધ્યભાષાના માધ્યમ તરીકે વિનિયોગ થાય છે.
શિવજીને બિલ્વપત્રો અર્પણ કરવાં, ભગવાન વિષ્ણુને તુલસીપત્ર અર્પણ કરવાં અને જગદંબાને લાલ જાસૂદનાં પુષ્પો અર્પણ કરવાં – આ બધી ક્રિયાઓની પાછળ ગહન સાંકેતિક અર્થો છે અને તદનુસાર આવી ક્રિયાઓ પણ સાંધ્યભાષાનું માધ્યમ છે.
(૩) મુદ્રા: મુદ્રા એટલે હાથ, હાથનાં આંગળાં કે સમગ્ર શરીરની વિશિષ્ટ અવસ્થા. આવી વિશિષ્ટ અવસ્થાઓ દ્વારા પણ કોઈક રહસ્ય સૂચિત થાય છે. દા.ત. બે હાથ જોડીને પ્રણામમુદ્રા ધારણ કરવામાં આવે છે. આ મુદ્રા દ્વારા સમપર્ણની ઘટના સૂચિત થાય છે.
તાંત્રિક સાધનામાં મુદ્રાનો વિશેષ પ્રયોગ થાય છે.
યોનિમુદ્રા, સંક્ષોભિણી મુદ્રા, સર્વવિદ્રાવિણી મુદ્રા, બાણમુદ્રા, અંકુશમુદ્રા આદિ અનેક મુદ્રાઓ છે.
આ મુદ્રાઓ પણ સાંધ્યભાષાનું માધ્યમ બની શકે છે.
(૪) મંત્ર અને બીજમંત્ર :
મંત્ર એક રહસ્યપૂર્ણ માધ્યમ છે. મંત્રના માધ્યમ દ્વારા કોઈને કોઈ રહસ્યપૂર્ણ તત્ત્વ અભિવ્યક્ત થાય છે. ઓમ્કાર, ગાયત્રીમંત્ર આદિ મંત્રોમાં ગહન રહસ્યો ભરેલાં છે અને તદનુસાર મંત્ર પણ સાંધ્યભાષાનું માધ્યમ બની શકે છે. ઊૂ, ્રુબિ,ંસ્િં આદિ અનેક બીજમંત્રો કોઈ ગહન દૈવતનું પ્રતીક છે અને તદનુસાર આ બીજમંત્રો પણ સાંધ્યભાષાનું માધ્યમ છે.
(૫) યંત્ર :
યંત્ર એક વિશિષ્ટ પ્રકારની આકૃતિ છે. આ આકૃતિ દ્વારા જીવન, જગત અને અધ્યાત્મનાં ગહન સત્યો અભિવ્યક્ત થાય છે. યંત્ર અભિવ્યક્તિનું એક રહસ્યપૂર્ણ માધ્યમ છે. હનુમંતયંત્ર, કાલીયંત્ર આદિ અનેક યંત્રો ઉપલબ્ધ છે. આ યંત્રો પણ સાંધ્યભાષાનું એક મહત્ત્વપૂર્ણ માધ્યમ છે.
યંત્રની રચના ઘણી રહસ્યપૂર્ણ હોય છે અને યંત્રના માધ્યમથી ઘણાં ગહન સત્યો અભિવ્યક્ત થાય છે. આ પણ સાંધ્યભાષા છે.
(૬) મંડલ :
રંગ અને રેખાઓ દ્વારા એક વિશિષ્ટ પ્રકારની આકૃતિ બનાવવામાં આવે છે આ મંડલ છે.
મંડલની રચના એવી રીતે કરવામાં આવે છે કે મંડલની રેખાઓ અને રંગ દ્વારા કોઈક રહસ્યપૂર્ણ તત્ત્વો વ્યક્ત થાય છે.
સર્વતોભદ્રમંડલ આદિ અનેક મંડલો
પ્રચલિત છે.
મંડલના માધ્યમથી ગહન તત્ત્વો અભિવ્યક્ત થાય છે. તદનુસાર મંડલ પણ સાંધ્યભાષાનું એક
માધ્યમ છે.
(૭) અંગવિન્યાસ અને ચક્ષુવિન્યાસ :
અંગભંગ દ્વારા અને ચક્ષુ દ્વારા પણ ઘણાં ગહન તત્ત્વો વ્યક્ત થઈ શકે છે. વ્યક્તિ ક્રોધમાં છે કે પ્રેમમાં છે તે વાણીના વિનિમય વિના માત્ર ચક્ષુની ભાષા દ્વારા અને અંગભંગિની ભાષા દ્વારા પણ સમજી શકાય છે. અંગવિન્યાસ અને ચક્ષુવિન્યાસ દ્વારા પણ ગહન સત્યો વ્યક્ત થઈ શકે છે. તદનુસાર અંગવિન્યાસ અને ચક્ષુવિન્યાસ પણ સાંધ્યભાષાનું માધ્યમ બની શકે છે.
(૮) મૂર્તિ:
મૂર્તિ દ્વારા પણ ગહન રહસ્યો વ્યક્ત થઈ શકે છે. અર્ધનારીનટેશ્ર્વરની મૂર્તિ દ્વારા શિવ-શક્તિનું અભિન્ન સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. ઇજિપ્તમાં પ્રાચીન કાળમાં બનેલી અને વર્તમાનકાળમાં પણ ઉપલબ્ધ સ્ફિંક્સની મૂર્તિ આવી જ એક રહસ્યપૂર્ણ મૂર્તિ છે.
મૂર્તિના માધ્યમ દ્વારા પણ કોઈક રહસ્યપૂર્ણ સત્ય અભિવ્યક્ત થાય છે. મૂર્તિ પણ અભિવ્યક્તનું માધ્યમ બની શકે છે. તદનુસાર મૂર્તિ પણ સાંધ્યભાષાનું એક માધ્યમ બની શકે છે.
આ બધું છતાં શબ્દ અર્થાત્ ભાષા જ સાંધ્યભાષાનું સૌથી મહત્ત્વપૂર્ણ અને વધુ ઉપયુક્ત માધ્યમ છે જ !
આ સર્વ માધ્યમો સાંધ્યભાષાનાં માધ્યમો બની શકે તે માટે પ્રધાન આવશ્યક્તા આ છે- લૌકિક માધ્યમ દ્વારા અલૌકિક તત્ત્વની અભિવ્યક્તિ! આ છે સાંધ્યભાષાનું પ્રધાન તત્ત્વ!
૫. સાંધ્યભાષાના પ્રયોગ :
વેદ, ઉપનિષદ, ‘ગીતા’, પુરાણો, નાથસંપ્રદાયનું સાહિત્ય, વજ્રયાની સાહિત્ય, સહજ્યાની સાહિત્ય, તંત્રશાસ્ત્ર આદિ અનેક પરંપરાના ગ્રંથો સાંધ્યભાષાના પ્રયોગોથી ભરપૂર છે.
સંસ્કૃત, પાલિ, તિબેટિયન, પ્રાચીન બંગાળી, પ્રાચીન તમિલ, પ્રાચીન હિન્દી આદિ ભાષાઓનો સાંધ્યભાષા તરીકે ઉપયોગ થયો છે.
અહીં આપણે સાંધ્યભાષાના થોડા નમૂનારૂપ પ્રયોગો જોઈએ.
(૧) વેદ :
વેદ તો આવા સાંધ્યભાષાના પ્રયોગોથી ભરપૂર છે. આપણે એક પ્રયોગ જોઈએ :
‘અથર્વવેદ’ના ૧૧મા કાંડમાં ૭મું સૂક્ત છે. આ સૂક્તમાં ૨૭ મંત્રો છે. આ ૨૭ મંત્રના સૂક્તમાં ૩૨ વખત उच्छिष्टશબ્દોનો પ્રયોગ થયો છે. આ उच्छिष्टને જ સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર બતાવેલ છે. આપણે નમૂનારૂપ એક મંત્ર જોઈએ:
देवा: पितरो मनुष्या गन्धर्वाप्सरसश्च ये।
उच्छिष्टाज्जज्ञिरे सर्वे दिवि देवा दिविश्रित:॥
-अथर्ववेद : ૧૧-૨૭

“દેવગણ, પિતૃગણ, મનુષ્યો, ગંધર્વો, અપ્સરાઓ- આ સર્વ ઉચ્છિષ્ટમાંથી જન્મ્યાં છે. દિવ્ય લોકમાં રહેનારા દેવો પણ દિવ્ય લોકમાં ઉચ્છિષ્ટના આશ્રયથી રહે છે.
આ એક મંત્ર દ્વારા સૂચિત થાય છે કે આ સમગ્ર સૂક્તમાં ઉચ્છિષ્ટને સમગ્ર અસ્તિત્ત્વનું કેન્દ્ર બતાવેલ છે. જે કાંઈ આ અસ્તિત્વમાં છે તે સર્વ ઉચ્છિષ્ટમાંથી પ્રગટ થાય છે અને ઉચ્છિષ્ટને આધારે રહે છે.
શું છે આ ‘ઉચ્છિષ્ટ’?
‘ઉચ્છિષ્ટ’ શબ્દનો પ્રચલિત અર્થ છે – એઠું, અર્થાત્ બાકી વધેલું. ભોજન કર્યા પછી થાળીમાં જે એઠું અન્ન વધે તેને આપણે ‘ઉચ્છિષ્ટ’ કહીએ છીએ, પરંતુ અહીં તો આ મંત્રમાં ઉચ્છિષ્ટને સમગ્ર અસ્તિત્વનું કેન્દ્ર ગણેલ છે. પ્રથમ દૃષ્ટિએ જણાતી આ વિસંગતિની સંગતિ કેવી રીતે બેસાડવી?
હવે આપણે જોઈએ કે ‘અથર્વવેદ’ના આ સૂક્તમાં પ્રયુક્ત આ ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો વસ્તુત: શો અર્થ છે?
उच्छिष्ट= उत+शिष+क्त. उत ઉપસર્ગપૂર્વક शिष ધાતુનું કર્મણિ ભૂતકૃદંત બને છે. આમ, ઉચ્છિષ્ટ એટલે અવશિષ્ટ, બાકી રહેલું. અહીં ‘ઉચ્છિષ્ટ’ શબ્દનો અર્થ પરબ્રહ્મ થાય છે. કેવી રીતે?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો ધનતેરસના દિવસે લઈ આવો છોડના પાંચ પાંદડા, આર્થિક તંગી થશે દૂર… ઘર ખરીદવા માટે ભારતમાં સૌથી વધુ પોસાય તેવા શહેરોની યાદી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker