ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાની મૈત્રીને બિરદાવતું સુદામા મંદિર કયા શહેરમાં છે એની ઓળખાણ પડી? મંદિરના પરિસરમાં એક વાવ પણ છે.
અ) બોટાદ બ) પોરબંદર ક) ધોળકા ડ) વલ્લભીપુર
ભાષા વૈભવ…
A B
શસ્ત્રપૂજા જેઠ સુદ પૂનમ
વટસાવિત્રી પૂજા પોષ મહિનો
લક્ષ્મીપૂજન વિજયાદશમી
સૂર્યપૂજા ભાદરવો મહિનો
શ્રાદ્ધ પૂજા આસો વદ અમાસ
ગુજરાત મોરી મોરી રે
12મી સદીમાં બાંધકામ કરવામાં આવ્યું હતું એ પ્રખ્યાત તારંગા જૈન તીર્થ ગુજરાતના કયા જિલ્લામાં છે એ જણાવો. આ સ્થળ બૌદ્ધ સ્મારક માટે પણ જાણીતું છે.
અ) અમદાવાદ બ) પંચમહાલ
ક) મહેસાણા ડ) કચ્છ
ઈર્શાદ
અહિમુખ બિંદુ વિષ થયું, કેળે થયું કપૂર,
છીપે જળ મોટી થયું, સંગતના ફળ શૂર.
– લોક રચના
માતૃભાષાની મહેક
યાસ્ક મુનિ અનુસાર પદ ચાર પ્રકારના છે: નામ, આખ્યાત, ઉપસર્ગ અને નિપાત. આખ્યાત એટલે ક્રિયાપદ અને નિપાત એટલે અવ્યય. ઉપસર્ગ પણ અવ્યય છે, પરંતુ તે ધાતુ સાથે જોડાયલા હોવાથી તેને બીજા અવ્યયથી જુદા ગણ્યા છે. ચાર પ્રકારનાં પદોમાં નામ અને આખ્યાત એ મુખ્ય છે અને નિપાત તથા ઉપસર્ગ એ ગૌણ છે. નામ અને આખ્યાતમાં આખ્યાત પ્રધાનપદ છે, કેમકે એ પદ વગર વાક્ય બનતું જ નથી.
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ભાઈ જેવો બેલી નહીં ને ભાઈ જેવો વેરી નહીં.’
કહેવતમાં બેલી શબ્દનો અર્થ શું થાય છે એ જણાવો.
અ) બેલ વગાડનાર બ) વેલ ક) મિત્ર ડ) શત્રુ
માઈન્ડ ગેમ
જનહૃદયને સર કરતી, ભક્તિ અને શૃંગાર એમ બંને રસનાં પૂર વહાવતી કૃષ્ણની લીલાઓ નિપિત ગરબીઓથી લોકપ્રિયતા મેળવનાર અને ગુજરાતને ગીત સમૃદ્ધ બનાવનાર કવિનું નામ જણાવો.
અ) અખો બ) દયારામ ક) પ્રેમાનંદ ડ) અમૃતસર
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
પહેલા તે જુગમાં જાણી હો મા શિવજી ઘેર પટરાણી હો મા
બીજા તે જુગમાં જાણી હો મા હરિશ્ચંદ્ર ઘેર પટરાણી હો મા
ત્રીજા તે જુગમાં જાણી હો મા રામચંદ્ર ઘેર પટરાણી હો મા
ચોથા તે જુગમાં જાણી હો મા પાંડવ ઘેર પટરાણી હો મા
પાંચમા તે જુગમાં જાણી હો મા દૈત્યને હણનારી હો મા
ગુજરાત મોરી મોરી રે
મહેસાણા
ઓળખાણ પડી?
હેલ્લારો
માઈન્ડ ગેમ
ટિપ્પણી નૃત્ય
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
છોડ