ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
ઉજ્જડ ગામમાં પખાલીને ડામ
કીડી સંચરે ને બધું દૂધ નહીં
ઉજળું એટલું પણ વળ ન છોડે
દોરડી બળે તેતર ખાય

પાડાને વાંકે એરંડો પ્રધાન

ઓળખાણ પડી?
એવું માનવામાં આવે છે કે લક્ષ્મણે જ્યાંથી નદી પાર કરી હતી ત્યાં લક્ષ્મણ ઝૂલા આજે નજરે પડે છે. આ પુલ ઉત્તરાખંડમાં કયાં સ્થળે આવેલું છે એ જણાવો..

અ) દેહરાદૂન બ) નૈનિતાલ ક) ઋષિકેશ ડ) અલમોડા

ગુજરાત મોરી મોરી રે
હિન્દુ ધર્મમાં એકાદશીનું અનેરું મહત્ત્વ હોય છે. હિન્દુ કેલેન્ડરના કયા મહિનામાં પુત્રદા એકાદશી આવે છે એ જણાવો.

અ) ભાદરવો બ) પોષ ક) વૈશાખ ડ) માગશર

માતૃભાષાની મહેક
આળ ઓઢવું એટલે બદનામી લેવી, ફજેત થવું. અગાઉ બે ગામના સીમાડાની હદ નક્કી કરાવામાં આવતી ત્યારે ગામના એકાદ માણસને આળું ઓઢાડતા અને પછી તે જ્યાં સુધી જાય ત્યાં સુધી તે

ગામની હદ ગણાતી. આથી ગામને ફાયદો થતો પણ આળું ઓઢનાર વગોવાતો. એ પ્રસંગ પરથી આ કહેવત ઉતરી આવી હોવાનું માનવામાં આવે છે.

ઈર્શાદ
આથમી ચૂક્યો છું હું એવું નથી, ઊગ્યો છું એવું પણ નથી,
ટુકડે ટુકડે જીવું છું,પણ તૂટી ચૂક્યો છું એવું પણ નથી.

– અનિલ ચાવડા

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
બહુ જ જાણીતી કહેવત ‘ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે?’માં ખાખરાનો અર્થ જણાવો.

અ) ખારેક બ) ખોરાક ક) વૃક્ષ ડ) ફળ

માઈન્ડ ગેમ
ખૂબ જ જાણીતા ભક્તિ ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
તારા વિના શામ મને ———- લાગે, રાસ રમવાને વહેલો આવજે રે.

અ) સૂનકાર બ) દુખડું ક) એકલડું ડ) વિરહ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
નવરો બળદિયો મોચમ ખૂંદે
નવરા બેઠા કામ કરો ખાટલો ઉખેડી વાણ ભરો
નવરો વાણિયો કાટલાં જોખે
નવરો સલાટ પથરાં ભાંજે

નવરો નાગર નિત્ય પઢે

ગુજરાત મોરી મોરી રે

પડવો

ઓળખાણ પડી?

નર્મદા નદી

માઈન્ડ ગેમ

પાગલ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

દોડાદોડ કરે

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બૂચ (૭) વિભા મહેશ્ર્વરી (૮) ખુશરુ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજીતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪) શ્રદ્ધા આશર (૧૫) જયોતિ ખાંડવાળા (૧૬) હર્ષા મહેતા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) નીખીલ બંગાળી (૧૯) ફાલ્ગુની ભટ્ટ (૨૦) નીખીલ બંગાળી (૨૧) અમીષા બંગાળી (૨૨) હર્ષા મહેતા (૨૩) તાહેર ઔરંગાબાદ (૨૪)ભાવના કર્વે (૨૫) શીરીન ઔરંગાબાદ (૨૬) અબદુલ્લા એફ મુનીમ (૨૭) મનીષ દોષી (૨૮)રશીક જુઠાણી ટોરન્ટો કેનેડા (૨૯) મહેશ દોશી (૩૦)દીલીપ પારેખ (૩૧) રજનીકાન્ત પટવા (૩૨) દીલીપ પારેખ (૩૩) રજનીકાન્ત પટવા (૩૪) સુનીતા પટવા (૩૫)શિલ્પા શ્રોફ (૩૬) જયવંત પદમશી ચિખલ (૩૭) નીતીન જે. બંજારા (૩૮) પુષ્પા ખોના (૩૯) સુરેખા દેસાઇ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) અરવિંદ કામદાર (૪૨) જગદીશ ઠક્કર (૪૩) જયોત્સના ગાંધી (૪૪) ઇનકિશાબેન દલાલ (૪૫) હીમાબેન દલાલ (૪૬) રમેશભાઇ દલાલ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button