ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
સિંહના પેટમાં પણ ગુલાંટ ન ભૂલે
હાથીઓ લડે ને લાઠી ભાંગે નહીં
સાપ મરે નહીં ને સાબર ન પાકે
વાંદરો ઘરડો થાય ઢોર ન મરે
કાગડાને શ્રાપે કંઈ ઝાડનો ખો નીકળે
ઓળખાણ પડી?
પથ્થરના કિલ્લા માટે જાણીતા વડોદરા જિલ્લાના શહેરની ઓળખાણ પડી? અહીંથી નેરોગેજ રેલવે લાઈન પસાર થાય છે. હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રનો થોડો ભાગ અહીં લખ્યો હતો.
અ) માલસર બ) ચાંદોદ ક) કરજણ ડ) ડભોઈ
ગુજરાત મોરી મોરી રે
નારાયણ નામના ઋષિએ પોતાના સાથળમાંથી પેદા કરેલી અત્યંત સ્વરૂપવાન સ્ત્રીનું નામ જણાવો. એનાં લગ્ન ચંદ્રવંશના પ્રથમ રાજા પુરુરવા સાથે થયાં હતાં.
અ) ઉર્મિલા બ) ઉલૂપી ક) તિલોત્તમા ડ) દેવયાની
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અનેક પરિવાર સંતાનોને ભણાવી ગણાવી થાળે પાડવા લોહીનું પાણી એક કરે છે. લોહીનું પાણી એક કરવું એનો અર્થ જણાવો.
અ) સખત મહેનત કરવી બ) વજન ઊતરી જવું
ક) ધાર્યું કામ થવું ડ) નસીબે સાથ આપ્યો
માઈન્ડ ગેમ
નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયાની રચનાની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
મંગલ મંદિર ખોલો ———– મંગલ મંદિર ખોલો!
અ) મોરારીબ) પ્રભુજી ક) દયામય ડ) પાલનહાર
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
A B
કર્યું તે કામ ને વીંધ્યું તે મોતી
ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ
છાશ લેવા જવું ને દોણી સંતાડવી
ભાવતું હતું ને વૈદે કીધું
બોલ્યું બહાર પડે ને રાંધ્યું ઘરમાં વરે
ગુજરાત મોરી મોરી, રે
અત્રિ
ઓળખાણ પડી?
જૂનાગઢ
માઈન્ડ ગેમ
મન
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
છેતરામણી લાલચ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) હર્ષા મહેતા (૭) ભારતી બુચ
(૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪)
પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના
આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪)મહેશ સંઘવી (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) નયના ગિરીશ મિસ્ત્રી (૩૧) દેેવેન્દ્ર સંપટ (૩૨) વીના સંપટ
(૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના
ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) અરવિંદ કામદાર (૪૬) નિતીન બજરિયા (૪૭)જયવંત પદમશી ચિખલ