ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
પંચવટી મધ્ય પ્રદેશ
પંચતીર્થી ઉત્તરાખંડ
પંચબદરી નાશિક
પંચમઢી હરિયાણા
પંચકુલા જૂનાગઢ

ઓળખાણ પડી?
રાજસ્થાનના બિકાનેરમાં આવેલા ૧૯મી સદીમાં બાંધવામાં આવેલા આ મંદિરની ઓળખાણ પડી જ્યાં ઉંદરો મોટી સંખ્યામાં રહે છે અને તેમને પવિત્ર માનવામાં આવે છે.
અ) રાણી સતી મંદિર બ) મૂષક મંદિર
ક) કરણી માતા મંદિર ડ) ગોવિંદ દેવજી મંદિર

ગુજરાત મોરી મોરી રે
જગડુશા દ્વારા જેનું મોટાપાયે નવીનીકરણ કરવામાં આવ્યું હતું એ ભદ્રેશ્ર્વર જૈન મંદિર (વસઈ જૈન મંદિર તરીકે પણ ઓળખાય છે) ગુજરાતના કયા જિલ્લામાં છે એ જણાવો.
અ) કચ્છ બ) બનાસકાંઠા
ક) બોટાદ ડ) સાબરકાંઠા

માતૃભાષાની મહેક
યુગ પ્રમાણે ગણપતિને દશ હાથ, છ હાથ, ચાર હાથ અને બે હાથ હતા એવો ઉલ્લેખ છે. દશભુજ ગણેશનું વાહન સિંહ, ષડ્ભુજ ગણેશનું મયૂર, ચાર ભુજ ગણેશનું ઉંદર અને બે ભુજ ગણેશનું અશ્ર્વ કહેવાય છે. એમના ચાર હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરે છે. ગણેશપુરાણ અને મુદ્ગલપુરાણ એવા સ્વતંત્ર ગ્રંથો છે. ત્રણે ગુણના સ્વામી હોવાથી એમને ગણેશ પણ કહે છે.

ઈર્શાદ
હાથ છોડાવી જાય તું, એમાં તને શું આપું દોષ,
રૂદિયામાંથી નીકળી જો, ને જોજે મારો રોષ.
-હેમચંદ્રાચાર્ય

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
ઉનાળામાં અકળાવી દઉં, શિયાળામાં રાહત આપું,
સુકવણીમાં મારો ઉપયોગ, મીઠાનો હું તારણહાર.
અ) બરફ બ) પાણી ક) તડકો ડ) અંધારું

માઈન્ડ ગેમ
કૌરવો અને પાંડવો વચ્ચે મહાભારતનું ભીષણ યુદ્ધ જે શહેર માટે થયું હતું એ હસ્તિનાપુર કયા પ્રાણીની મહત્તમ વસતીને કારણે આ નામથી પ્રચલિત બન્યું એ જણાવો.
અ) મગર બ) હાથી
ક) સિંહ ડ) હરણ

ગયા સોમવારના જવાબ
અંજની પુત્ર હનુમાન
રાઘવ શ્રી રામ
જાનકી સીતા
પાર્થસારથિ શ્રી કૃષ્ણ
નીલકંઠ શંકર

ગુજરાત મોરી મોરી, રે
અમદાવાદ

ઓળખાણ પડી?
સબરીમાલા મંદિર

માઈન્ડ ગેમ
સિનેગોગ

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
હિંચકો

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
૧). કિશોરકુમાર જીવણદાસ વેદ ૨). મુલરાજ કપૂર ૩). સુભાષ મોમાયા ૪). શ્રદ્ધા આસર ૫). ડૉ. પ્રકાશ કટકિયા ૬). ભારતી કટકિયા ૭). ભારતી બૂચ ૮). વીભા મહેશ્ર્વરી ૯). નીખીલ બેન્ગાલી ૧૦). અમિષી બેન્ગાલી ૧૧). મીનળ કાપડિયા ૧૨). પુષ્પા પટેલ ૧૩). હર્ષા મહેતા ૧૪). પ્રવીણ વોરા ૧૫). જ્યોતિ ખાંડવાલા ૧૬). નંદકિશોર સંજાણવાળા ૧૭). સુરેખા દેસાઇ ૧૮). મનીષ શેઠ ૧૯). ફાલ્ગુની શેઠ ૨૦). તાહેર ઔરંગાબાદવાલા ૨૧). શીરીન ઔરંગાબાદવાલા ૨૨). અબદુલ્લા એફ. મુનીમ ૨૩). મહેશ દોશી ૨૪). શિલ્પા શ્રોફ ૨૫). કલ્પના કાપડિયા ૨૬). રજનિકાન્ત પટવા ૨૭). સુનિતા પટવા ૨૮). હેમા હરીશ ભટ્ટ ૨૯). વીણા સંપટ ૩૦). દેવેન્દ્ર સંપટ ૩૧). ભાવના કર્વે ૩૨). અંજુ ટોલિયા ૩૩). દિલિપ પરીખ ૩૪). જ્યોત્સના ગાંધી ૩૫). ઇનાક્ષીબેન દલાલ ૩૬). રમેશ દલાલ ૩૭). હીનાબેન દલાલ ૩૮). પુષ્પા ખોના ૩૯). વિજય આસર ૪૦). જગદીશ ઠક્કર ૪૧). રસિક જૂથાણી (ટોરન્ટો, કેનેડા), ૪૨). મહેન્દ્ર લોઢાવિયા ૪૩). ગિરીશ બાબુભાઇ મિસ્ત્રી ૪૪). નયના ગિરીશ મિસ્ત્રી

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button