ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
ત્રિપુંડ અનિશ્ર્ચિત લટકતી સ્થિતિ
ત્રિયા ગંગા, જમના, સરસ્વતી
ત્રિવેણી તિલક
ત્રિજ્યા સ્ત્રી રાજ્ય
ત્રિશંકુ વર્તુળની રેખા
ઓળખાણ પડી?
વર્ષમાં માત્ર એક વાર દશેરાને દિવસે ઉઘડતું રાવણનું મંદિર ઉત્તર પ્રદેશના કયા શહેરમાં છે એની ઓળખાણ પડી? એ દિવસે ત્યાં આરતી અને પ્રાર્થના થાય છે.
અ) લખનઊ બ) મેરઠ ક) અલીગઢ ડ) કાનપુર
ગુજરાત મોરી મોરી રે
વૃત્રાસુર નામના રાક્ષસને હણી નાખવા ભગવાન વિષ્ણુની સૂચના અનુસાર ઈન્દ્ર કયા મહાન ઋષિ પાસેથી તેમના હાડકાં મેળવી વજ્ર તૈયાર કરી રાક્ષસને ખતમ કરી શક્યા હતા?
અ) કશ્યપ બ) દધીચિ
ક) પરશુરામ ડ) કણ્વ
માતૃભાષાની મહેક
દર્શનશાસ્ત્ર એટલે તત્ત્વજ્ઞાન સંબંધી પુસ્તક, તાર્કિક વિચારના લખાણ ધરાવતો ગ્રંથ, જીવ, જગત અને ઈશ્ર્વર સંબંધી તાત્ત્વિક નિર્ણય કરનારું શાસ્ત્ર. ઘણા ગૂઢ દાર્શનિક સિદ્ધાંતોનું દર્શન ઉપનિષદોમાં જોવામાં આવે છે. ઉપનિષદો પછી સૂત્ર રૂપમાં તત્ત્વોનું ઋષિઓએ સ્વતંત્રતાપૂર્વક નિરુપણ કર્યું અને છ દર્શન ઉપસ્થિત થયાં. શાસ્ત્રકારોએ રચેલા છ દર્શન છે સાંખ્ય, યોગ, વૈશેષિક, ન્યાય, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા.
ઈર્શાદ
ખરચૈ ન ખૂટે, ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો,
પાયોજી મૈંને રામ રતન ધન પાયો.
—- મીરાંબાઈ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
શ્રી કરસનદાસ માણેક રચિત ભક્તિ ગીત ‘એક દિન આંસુ ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં’
પંક્તિમાં લોચનિયાં શબ્દનો અર્થ શું થાય છે એ જણાવો.
અ) લોહી બ) લોબાન ક) નયન ડ) લાગણી
માઈન્ડ ગેમ
મીરાંબાઈના ભજનની પંક્તિમાં ખૂટતો શબ્દ ઉમેરો:
હે આપણે ચિઠ્ઠીના ———- છૈએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ.
અ) ભગત બ) દૂત
ક) ચાકર ડ) જાણકારી
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
બદરીનાથ મંદિર ઉત્તરાખંડ
વૈષ્ણોદેવી મંદિર જમ્મુ – કાશ્મીર
જગન્નાથ મંદિર ઓડિશા
મીનાક્ષી મંદિર તામિલનાડુ
રાણકપુર મંદિર રાજસ્થાન
ઓળખાણ પડી?
આસામ
માઈન્ડ ગેમ
સકળ
ગુજરાત મોરી મોરી રે
વેરાવળ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
બાળપણ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧)કિશોરકુમાર જીવનણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) સુભાષ મોમાયા (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) હર્ષા મહેતા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) અમીશી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) વિભા મહેશ્ર્વરી (૧૩) લજિતા ખોના (૧૪) પુષ્પા પટેલ (૧૫) જ્યોતિ ખાંડવાલા (૧૬) મહેન્દ્ર લોઢાવિયા (૧૭) નંદકિશોર સંજાણવાળા (૧૮) મનીષા શેઠ (૧૯) ફાલ્ગુની શેઠ (૨૦) કલ્પના આશર (૨૧) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) અબદુલ્લા એફ મુનીમ (૨૫) રજનીકાંત પટવા (૨૬) સુનીતા પટવા (૨૭) સુરેખા દેસાઈ (૨૮) ખુશરૂ કાપડિયા (૨૯) મહેશ દોશી (૩૦) વિણા સંપટ (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) પુષ્પા ખોના (૩૩) ભાવના કર્વે (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મીનળ કાપડિયા (૩૭) પ્રવીણ વોરા (૩૮) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૯) જ્યોત્સના ગાંધી (૪૦) રમેશ દલાલ (૪૧) ઈનાક્ષી દલાલ (૪૨) હિના દલાલ (૪૩) જગદીશ ઠક્કર (૪૪) અરવિંદ કામદાર (૪૫) દીના વિક્રમશી (૪૬) નિતિન બજરિયા