ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
A B
પૂજા FAITH
મોક્ષ WORSHIP
સાપેક્ષ ATHEIST
નાસ્તિક RELATIVE
શ્રદ્ધા EMANCIPATION
ઓળખાણ પડી?
પાંચ હજાર વર્ષ જૂની અને ૩૮૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી શંકર ભગવાનને સમર્પિત અમરનાથ ગુફા કઈ જગ્યાએ સ્થિત છે એની ઓળખાણ પડી?
અ) ઓડિશા બ) પંજાબ ક) લદાખ ડ) જમ્મુ – કશ્મીર
ગુજરાત મોરી મોરી રે
કબીરના પ્રચલિત દુહામાં ખૂટતો શબ્દ જણાવો.
બડા હુઆ તો ક્યા હુઆ જૈસે પેડ ખજૂર, —————– કો છાયા નહીં, ફલ લાગે
અતિ દૂર.
અ) પંછી બ) સૂરજ ક) પંથી ડ) આરામ
માતૃભાષાની મહેક
ભક્તિના નવ પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવા, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. ઈશ્ર્વરને પામવાના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એમ મુખ્ય ત્રણ માર્ગ છે. ભક્તિ જ આદિ છે. ભક્તિ જ અંત છે, ભક્તિ જ માર્ગ છે, ભક્તિ જ ધ્યેય છે. કાયા, વાચા તથા
મન વડે ગુરુ, ઈશ્ર્વર અને જ્ઞાની પુરુષની સેવા કરવી તેને પણ ભક્તિ કહેવાય છે.
ઈર્શાદ
કાજલ તજે ન શ્યામતા, મોતી તજે ન શ્ર્વેત,
દુર્જન તજે ન કુટિલતા, સજ્જન તજે ન હેત.
— લોકવાણી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ગાંગરતું ઊભું ઊંટ વાટ કોઈ નવી ખેપની જોતું’માં ખેપ શબ્દનો અર્થ જણાવો.
અ) ખ્યાલ બ) ખોરાક ક) મુસાફરી ડ) માણસ
માઈન્ડ ગેમ
શિવજીને સમર્પિત આઠમી સદીની ઈલોરા ગુફા સાથે સામ્ય ધરાવતી પુણેસ્થિત ગુફાનું નામ જણાવો. અહીં રામ, લક્ષ્મણ અને સીતાનાં શિલ્પો પણ જોવા મળે છે.
અ) ત્રિચી બ) પાતાળેશ્ર્વર
ક) કાર્લા ડ) કોટેશ્ર્વર
ગયા સોમવારના જવાબ
ભાષા વભવ
અણીદાર બુઠ્ઠું
અનુકરણ મૌલિક
ઈન્સાન હેવાન
ઉતાવળ ધીરજ
ઉજ્જડ ફળદ્રુપ
ગુજરાત મોરી મોરી રે
મોરલી
ઓળખાણ પડી?
બિહાર
માઈન્ડ ગેમ
જૂનાગઢ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
તરફદારી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) નીતા દેસાઈ (૩) ડૉ. પ્રકાશ કટકિયા (૪) મુલરાજ કપૂર (૫) ભારતી પ્રકાસ કટકિયા (૬) સુરેખા દેસાઈ (૭) ભારતી બુચ (૮) પ્રતિમા પમાણી (૯) તાહેર ઔરંગાબાદવાલા (૧૦) શીરીન ઔરંગાબાદવાલા (૧૧) અબ્દુલ્લા એફ. મુનીમ (૧૨) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૩) અરવિંદ કામદાર (૧૪) શ્રદ્ધા આશર (૧૫) ખુશરૂ કાપડિયા (૧૬) વિભા મહેશ્ર્વરી (૧૭) લજિતા ખોના (૧૮) કિશોર બી. સંઘરાજકા (૧૯) પુષ્પા પટેલ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મહેશ દોશી (૨૨) અમીશી બંગાળી (૨૩) નિખિલ બંગાળી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) અશોક સંઘવી (૨૭) મહેન્દ્ર લોઢાવિયા (૨૮) મીનળ કાપડિયા (૨૯) પુષ્પા ખોના (૩૦) પ્રવીણ વોરા (૩૧) નંદકિશોર સંજાણવાળા (૩૨) હર્ષા મહેતા (૩૩) ભાવના કર્વે (૩૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૫) રજનીકાંત પટવા (૩૬) સુનીતા પટવા (૩૭) દિલીપ પરીખ (૩૮) કલ્પના આશર (૩૯) વિણા સંપટ (૪૦) દેવેન્દ્ર સંપટ (૪૧) ગીતા ઉદ્દેશી (૪૨) શિલ્પા શ્રોફ (૪૩) સુભાષ મોમાયા (૪૪) નિતીન બજરિયા (૪૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) અલકા વાણી (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૮) મહેશ સંઘવી (૪૯) જગદીશ ઠક્કર (૫૦) જ્યોત્સના ગાંધી (૫૧) રમેશ દલાલ (૫૨) ઈનાક્ષી દલાલ (૫૩) હિના દલાલ (૫૪) કમલેશ મૈઠિઆ (૫૫) કાન્તી ભદ્રા