ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ઈન્દ્રદમનેશ્વર મંદિર તરીકે પણ ઓળખાતું અશોકધામ મંદિર કયા રાજ્યમાં છે એની ઓળખાણ પડી? ભગવાન રામે અહીં શંકરની પૂજા કરી હોવાની માન્યતા છે.
અ) ઉત્તર પ્રદેશ બ) મધ્ય પ્રદેશ ક) બિહાર ડ) ઓડિશા
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
અણીદાર ધીરજ
અનુકરણ હેવાન
ઈન્સાન ફળદ્રુપ
ઉતાવળ મૌલિક
ઉજ્જડ બુઠ્ઠું
ગુજરાત મોરી મોરી રે
જાણીતા ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
`ખમ્મા મારા નંદજીના લાલ ——– ક્યાં રે વગાડી.’
અ) પિપૂડી બ) ખંજરી
ક) મોરલી ડ) ઝાંઝરી
માતૃભાષાની મહેક
આરતી નામ પણ છે અને ક્રિયા પણ છે. આરતી ઉતારતી વખતે ગવાતું સ્તવન આરતી કહેવાય છે. `આરતી પારતી મંગળ ગાઉં, દેવને ચહડાવું ત્યારે હું શું ખાઉં?’ કંઈ ખર્ચ કર્યા વિના દેવની જે રીતે ભક્તિ થઈ શકે તે કરું, પણ પૈસા ખરચવાની વાત આવે ત્યારે તે વાત ખોટી. આવી જ કહેવત છે ને કે ભૂખ્યા પેટે ભજન ન થાય અથવા પહેલા ભોજન પછી ભજન.
ઈર્શાદ
આણંદ કહે પરમાણંદા માણસે માણસે ફેર,
કોક લાખ દેતા પણ ન મળે, કોક ટકાના તેર. — લોકવાણી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`તમે વારેઘડીએ એનું ઉપરાણું લ્યો છો એ સારુંં નથી કરતા’માં ઉપરાણું શબ્દનો અર્થ જણાવો.
અ) ઉપેક્ષા બ) ચિંતા ક) અવગણના ડ) તરફદારી
માઈન્ડ ગેમ
સમ્રાટ અશોકે 2000 વર્ષ પહેલાં બંધાવેલી બૌદ્ધ ધર્મનું પ્રતિનિધિત્વ કરતી ઉપરકોટ ગુફા ગુજરાતના કયા શહેરમાં છે એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) કરમસદ બ) વેરાવળ
ક) જૂનાગઢ ડ) અમરેલી
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
અમર નાશવંત
આયાત નિિકાસ
ઈમાનદાર બેઈમાન
કદાવર કમજોર
ચેતન જડ
ગુજરાત મોરી મોરી રે
નથડી
ઓળખાણ પડી?
માધવપુર ઘેડનો મેળો
માઈન્ડ ગેમ
છત્રાલ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ટાપટીપ