ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ઓળખાણ પડી?
સૌરાષ્ટ્રમાં રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસ માધવરાય એટલે કે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીનો વિવાહ પ્રસંગ યોજાય છે એ મેળાની ઓળખાણ પડી?
અ) તરણેતરનો મેળો બ) માધવપુર ઘેડનો મેળો
ક) ભવનાથનો મેળો ડ) રવાડીનો મેળો
ભાષા વૈભવ…
A B
અમર જડ
આયાત બેઈમાન
ઈમાનદાર નાશવંત
કદાવર નિકાસ
ચેતન કમજોર
ગુજરાત મોરી મોરી રે
જાણીતા ગીતની પંક્તિમાં ખૂટતો શબ્દ જણાવો.
‘નાગર નંદજીના લાલ, રાસ રમંતા મારી ———- ખોવાણી.’
અ) ઈંઢોણી બ) નથડી
ક) આરસી ડ) પાયલ
માતૃભાષાની મહેક
ઉપનિષદોમાં બે લોક માનેલા છે: આ લોક અને પરલોક. ત્રણનો ઉલ્લેખ પણ છે પૃથ્વી, અંતરિક્ષ અને દ્યુલોક અથવા સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ. પૌરાણિક કાળમાં સાત લોકની કલ્પના છે ભૂલોક, ભુવર્લોક, સ્વર્લોક, મહર્લોક, જનલોક, તપલોક અને સત્યલોક. પછી અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ અને પાતાલ મેળવીને ચૌદ લોક કરવામાં આવ્યા.
ઈર્શાદ
બોલ્યા પણ વેચાય ન બોરાં, બજારધારો જાણો;
ઊભી બજારે કરો-કરાવો બુલંદ જાહિરનામાં.
— જયંત પાઠક
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી’ વાક્યમાં વરણાગી શબ્દનો અર્થ જણાવો.
અ) વજનદાર બ) ટાપટીપ ક) હસમુખા ડ) હોશિયાર
માઈન્ડ ગેમ
બાબરા ભૂતની વાવ અને વડ માટે ગાંધીનગર જિલ્લાનું કયું ગામ જાણીતું છે એ કહી શકશો? બાબરા ભૂતની લોકવાયકા પ્રચલિત છે.
અ) ભીમાસણ બ) છત્રાલ
ક) દહેગામ ડ) વડસર
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
નિષ્કલંક મહાદેવ ભાવનગર
સ્તંભેશ્ર્વર મંદિર કંબોઈ ગામ
ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ મંદિર તરણેતર
નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ દ્વારકા
સોમનાથ મંદિર વેરાવળ
ગુજરાત મોરી મોરી રે
અનુપમ
ઓળખાણ પડી?
મધ્ય પ્રદેશ
માઈન્ડ ગેમ
સુરત
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ફરિયાદ