ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
નિષ્કલંક મહાદેવ દ્વારકા
સ્તંભેશ્ર્વર મંદિર તરણેતર
ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ મંદિર ભાવનગર
નાગેશ્ર્વર જ્યોતિર્લિંગ વેરાવળ
સોમનાથ મંદિર કંબોઈ ગામ

ઓળખાણ પડી?
રાજા ભોજે સ્થાપના કરી હતી એ પહાડી પર આવેલું ભોજેશ્ર્વર મંદિર કયા રાજ્યમાં આવેલું છે એ કહી શકશો? શ્રાવણ માસમાં અહીં ભક્તો ઊમટે છે.
(અ) ગુજરાત (બ) રાજસ્થાન (ક) ઓડિશા (ડ) મધ્ય પ્રદેશ

ગુજરાત મોરી મોરી રે
જાણીતી પ્રાર્થનામાં ખૂટતો શબ્દ જણાવો.
પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા, પિતા, માતા, બંધુ, …. સખા હિતકરણા.
અ) ભગિની બ) દાતા
ક) અનુપમ ડ) સખી

માતૃભાષાની મહેક
ઈશ્ર્વરની આરાધના કે ભક્તિ કરવામાં આવતી હોય ત્યારે સ્થૂળ ભાવમાં પૂજાનું વિશેષ મહત્ત્વ હોય છે. પૂજાની સામગ્રી અને સંસ્કાર મુખ્યત્વે કરીને સોળ ગણાય છે: આવાહન, આસન, અર્ઘપાદ્ય, આચમન, મધુપર્ક, સ્નાન, વસ્ત્રાભરણ, યજ્ઞોપવીત, ગંધ (ચંદન), પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, પરિક્રમા અને વંદના.

ઈર્શાદ
ભોળી રે ભરવાડણ હરિને વેચવાને ચાલી રે,
ગિરિવરધારીને ઉપાડી મટુકીમાં
ઘાલી રે.

  • લોક રચના

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘અમુક ભક્તો મદદ માટે ક્યારેય ભગવાનને પોકારતા નથી’ વાક્યમાં પોકારતા શબ્દનો અર્થ જણાવો.
અ) આમંત્રણ બ) પ્રેમાલાપ ક) ફરિયાદ ડ) પ્રણામ

માઈન્ડ ગેમ
અંગ્રેજ અને ડચ લોકો વિશ્રામ સ્થળ તરીકે ઉપયોગ કરતા એ વેપારનું કેન્દ્ર જે હવે ડચ ગાર્ડન તરીકે જાણીતું છે એ કયા શહેરમાં આવેલું છે?
(અ) આણંદ (બ) પાટણ (ક) સુરત (ડ) ગોંડલ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈવવ
શ્રી રામ અયોધ્યા
શ્રી કૃષ્ણ મથુરા
હનુમાન હમ્પી
ગૌતમ બુદ્ધ લુમ્બિની
મહાવીર સ્વામી વૈશાલી

ગુજરાત મોરી મોરી રે
મનવાંછિત

ઓળખાણ પડી?
બરસાના

માઈન્ડ ગેમ
દિલ્હી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સંપૂર્ણ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) ડૉ. પ્રકાશ કટકિયા (૫) તાહેર ઔરંગાબાદવાલા (૬) શીરીન ઔરંગાબાદવાલા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૯) ખુશરૂ કાપડિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) શ્રદ્ધા આશર (૧૨) મીનળ કાપડિયા (૧૩) પુષ્પા ખોના (૧૪) મહેશ દોશી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) રજનીકાંત પટવા (૧૭) શ્રદ્ધા આશર (૧૮) જ્યોતિ ખાંડવાલા (૧૯) સુનીતા પટવા (૨૦) કિશોર બી. સંઘરાજકા (૨૧) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૨) ભાવના કર્વે (૨૩) અશોક સંઘવી (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) પ્રતીમા પમાણી (૨૭) જયવંત પદમશી ચિખલ (૨૮) સુરેખા દેસાઈ (૨૯) હર્ષા મહેતા (૩૦) શિલ્પા શ્રોફ (૩૧) કલ્પના આશર (૩૨) અંજુ ટોલિયા (૩૩) નીતા દેસાઈ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અલકા વાણી (૩૬) દિલીપ પરીખ (૩૭) મહેન્દ્ર લોઢાવિયા (૩૮) પ્રવીણ વોરા (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિખિલ બંગાળી (૪૧) અમીશી બંગાળી (૪૨) જગદીશ ઠક્કર (૪૩) નયના ગિરીશ મિસ્ત્રી (૪૪) અરવિંદ કામદાર (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) રમેશ દલાલ (૪૭) ઈનાક્ષી દલાલ (૪૮) હિના દલાલ (૪૯) નિતિન બજરિયા (૫૦) નંદકિશોર સંજાણવાળા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button