ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
શ્રી રામ લુમ્બિની
શ્રી કૃષ્ણ હમ્પી
હનુમાન અયોધ્યા
ગૌતમ બુદ્ધ વૈશાલી
મહાવીર સ્વામી મથુરા
ઓળખાણ પડી?
રાધા – કૃષ્ણ અનન્ય પ્રેમનું પ્રતીક ગણાય છે. કૃષ્ણને જેમની માટે અપાર સ્નેહ હતો એ રાધાના જન્મસ્થાનની ઓળખાણ પડી? બ્રહ્મા પર્વત અને વિષ્ણુ પર્વત વચ્ચે આ સ્થળ આવેલું છે.
અ) વૃંદાવન બ) પ્રયાગરાજ ક) બરસાના ડ) મથુરા
ગુજરાત મોરી મોરી રે
જાણીતા ભજનમાં ખૂટતો શબ્દ જણાવો.
મેરી ——— પે ચલ કે આજ ચારો ધામ આયે હૈં, બજાઓ ઢોલ સ્વાગત મેં મેરે ઘર રામ આયે હૈં.
માતૃભાષાની મહેક
પુરાણોમાં જપ ત્રણ પ્રકારનો માનેલો છે: માનસ, ઉપાંશુ અને વાચિક. કોઈ કોઈ ઉપાંશુ અને માનસ જપની વચ્ચે જિહ્વા જપ નામનો એક ચોથો જપ પણ માને છે. લોકોમાં એવું કહેવાય છે કે વાચિક જપથી દસ ગણું ફળ ઉપાંશુમાં, સો ગણું ફળ જિહ્વા જપમાં અને સહસ્ત્ર ગણું ફળ માનસ જપમાં થાય છે.
ઈર્શાદ
નાવિક વળતો બોલિયો, સાંભળો મ્હારા સ્વામ,
સાથ સહુ કોઇ નાવે બેસો, નહીં બેસાડું રામ. – લોકગીત
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નરસિંહ મહેતાની રચના ‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપ અનંત ભાસે’માં અખિલ શબ્દનો અર્થ જણાવો.
અ) અનંત બ) અહં ક) સંપૂર્ણ ડ) અપાર
માઈન્ડ ગેમ
‘મહાભારત’માં કૌરવોની રાજધાની તરીકે નામના મેળવનાર હસ્તિનાપુર શહેર હાલના કયા ભારતીય શહેરની નજીક છે એ કહી શકશો?
અ) પટના બ) દિલ્હી
ક) જોધપુર ડ) પ્રયાગરાજ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈવવ
શ્રી રામ જાનકીનાથ
શ્રી કૃષ્ણ યોગેશ્વર
શંકર ગિરિજાપતિ
ગૌતમ બુદ્ધ શાક્યમુનિ
મહાવીર સ્વામી વર્ધમાન
ગુજરાત મોરી મોરી રે
મનવાંછિત
ઓળખાણ પડી?
આમેર
માઈન્ડ ગેમ
બહાઈ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મિલકત
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) ડો. પ્રકાશ કટકિયા (૩) ભારતી પ્રકાશ કટકિયા (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) મુલરાજ કપૂર (૬) તાહેર ઔરંગાબાદવાલા (૭) શીરીન ઔરંગાબાદવાલા (૮) સુભાષ મોમાયા (૯) જયશ્રી બુચ (૧૦) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૧૧) પુષ્પા પટેલ (૧૨) ખુશરૂ કાપડિયા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) કિશોર બી. સંઘરાજકા (૧૬) મહેશ દોશી (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નીતા દેસાઈ (૧૯) હર્ષા મહેતા (૨૦) મહેન્દ્ર લોઢાવિયા (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) અશોક સંઘવી (૨૩) નંદકિશોર સંજાણવાળા (૨૪) મનીષા શેઠ (૨૫) ફાલ્ગુની શેઠ (૨૬) નિખિલ બંગાળી (૨૭) અમીશી બંગાળી (૨૮) મીનળ કાપડિયા (૨૯) ભાવના કર્વે (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીતા પટવા (૩૨) કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) દેવેન્દ્ર સંપટ (૩૫) અરવિંદ કામદાર (૩૬) જ્યોત્સના ગાંધી (૩૭) રમેશ દલાલ (૩૮) ઈનાક્ષી દલાલ (૩૯) હિના દલાલ (૪૦) અલકા વાણી (૪૧) જગદીશ ઠક્કર (૪૨) સુરેખા દેસાઈ (૪૩) અંજુ ટોલિયા (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) નિતીન જે. બજરિયા (૪૬) દિલીપ પરીખ (૪૭) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) પુષ્પા ખોના (૫૦) અબ્દુલ્લા એફ. મુનીમ