ફન વર્લ્ડ

ઓળખાણ પડી?
ભગવાન વિષ્ણુ, શ્રીકૃષ્ણ અને મીરાંબાઈને સમર્પિત જગત શિરોમણિ મંદિર કયા શહેરમાં સ્થિત છે એની ઓળખાણ પડી? એનું બાંધકામ 17મી સદીના પ્રારંભમાં થયું હતું.
અ) જયપુર બ) આમેર ક) જોધપુર ડ) અજમેર
ભાષા વૈભવ…
જોડી જમાવો
અ ઇ
શ્રીરામ ગિરિજાપતિ
શ્રીકૃષ્ણ વર્ધમાન
શંકર જાનકીનાથ
ગૌતમ બુદ્ધ યોગેશ્વર
મહાવીર સ્વામી શાક્યમુનિ
ગુજરાત મોરી મોરી રે
જાણીતા ભજનમાં ખૂટતો શબ્દ જણાવો.
ત્રિગુણ શિવજી કી આરતી જો કોઈ ગાવે,
કહત શિવાનંદ સ્વામી ————– ફલ પાવે.
અ) અમરત્વ બ) સુનહરા
ક) મનવાંછિત ડ) અદ્ભુત
માતૃભાષાની મહેક
ભાષા અને વ્યાકરણ વચ્ચેનો સંબંધ સમજવો જોઈએ. ભાષાનો ઉદ્ભવ થયા પછી જ વ્યાકરણ અસ્તિત્વમાં આવે. જગતમાં એવી કોઈ ભાષા નથી જેનું વ્યાકરણ પહેલા તૈયાર થઈ એ અનુસાર ભાષાનું ઘડતર થયું હોય. બાળકના જન્મ પછી જ એનો ઉછેર થાય એવી અને એટલી સહજ આ પ્રક્રિયા છે.
ઈર્શાદ
પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ ચાખવા, શિવ થકી જીવ થયો એ જ આશે. — નરસિંહ મહેતા
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`મુજ અબળાને મોટી મિરાત બાઈ શામળો મારું સાચું ઘરેણું રે’ પંક્તિમાં મિરાત શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) મહેલ બ) પ્રિયજન ક) ખુશી ડ) મિલકત
માઈન્ડ ગેમ
નવી દિલ્હીમાં આવેલું પ્રખ્યાત લોટસ ટેમ્પલ કયા ધર્મનું પ્રતીક છે એ જણાવશો? અહીં કોઈ પણ ધર્મના પવિત્ર લેખનના વાંચનની કે જપ કરવાની અહીં છૂટ છે.
અ) યહૂદી બ) બહાઈ
ક) બૌદ્ધ ડ) ક્નફ્યુશિયસ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
બદરીનાથ ઉત્તરાખંડ
રામેશ્વરમ તમિલનાડુ
કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ
અમરનાથ જમ્મુ – કાશ્મીર
બ્રહ્માજી મંદિર રાજસ્થાન
ગુજરાત મોરી મોરી રે
હરનારા
ઓળખાણ પડી?
કંબોડિયા
માઈન્ડ ગેમ
ચીન
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અગ્નિ