ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funword 1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
A B
શ્રી રામ મથુરા
શ્રી કૃષ્ણ વૈશાલી
શંકર અયોધ્યા
મહાવીર સ્વામી લુમ્બિની
ગૌતમ બુદ્ધ કૈલાશ
ઓળખાણ પડી?
આપણા દેશમાં કેટલાક ઠેકાણે રાવણના મંદિર છે. અહીં આપેલી તસવીરમાં નજરે પડતું રાવણનું પ્રાચીન મંદિર કયા સ્થળે છે એ કહી શકશો?
અ) જૂનાગઢ બ) ભોપાલ ક) ચંદીગઢ ડ) મંદસૌર
ગુજરાત મોરી મોરી રે
દરેક ઘરમાં ગવાતા પ્રખ્યાત ભજનમાં ખૂટતા શબ્દ જણાવો.
અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ,
રામનારાયણં ———– વલ્લભમ.
અ) જાનકી બ) વાલ્મીકિ ક) સોહિણી ડ) કેશવી
માતૃભાષાની મહેક
દિવસ બે પ્રકારના છે: નાક્ષત્ર દિવસ અને સૌર અથવા સાવન દિવસ. એક નક્ષત્ર એક વાર યામ્યોત્તર રેખા ઉપર આવીને બીજી વાર પાછું ત્યાં આવે તેની વચ્ચેના સમયને નાક્ષત્ર દિવસ કહે છે. પૃથ્વીને પોતાની ધરીની આસપાસ ફરતાં વખત લાગે છે તેટલો જ આ વખત હોય છે. સૂર્યને યામ્યોત્તર રેખા ઉપર આવી ફરી ત્યાં આવતાં જે વખત લાગે તેને સૌર દિવસ કહે છે.
ઈર્શાદ
પળપળનો ઈંતેજાર છળે એવું પણ બને,
જીવનની સાંજ આમ ઢળે એવું પણ બને.
— રશીદ મીર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ભીખનાં હાલ્લાં શીકે ન ચડે’ કહેવતમાં શીકું શબ્દનોઅર્થ શું થાય એ જણાવો.
અ) ઓશીકું બ) પાત્ર ક) પેટ ડ) ઓડકાર
માઈન્ડ ગેમ
મહાકાવ્ય મહાભારતમાં પાંચ પાંડવોમાં ભીમ ગદાધારી તરીકે જાણીતા છે. આપેલા વિકલ્પમાંથી ભીમની પત્નીનું નામ જણાવી શકશો?
અ) અહિલ્યા બ) હિડિમ્બા
ક) યાગ્યસેની ડ) સત્યવતી
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
શિવ ત્રિશૂળ
વિષ્ણુ ચક્ર
ગણપતિ અંકુશ
કાલી મા તલવાર
ભીમ ગદા
ગુજરાત મોરી મોરી રે
ત્રણસેં ને સાઠ
ઓળખાણ પડી?
રાજપરા
માઈન્ડ ગેમ
દ્યુષ્ટદ્યુમ્ન
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
રોકડ નાણું
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુરેખા દેસાઈ (૪) સુભાષ મોમાયા (૫) રસીક જુઠાણી-ટોરોન્ટો-કેનેડા (૬) ધિરેન્દ ઉદેશી (૭) પ્રતિમા પામાણી (૮) કમલેશ મૈઠિઆ (૯) ખૂશરુ કાપડિઆ (૧૦) શ્રધ્ધા અસાર (૧૧) ડૉ. પ્રકાશ કટકિયા (૧૨) ભારતી પ્રકાશ કટકિયા (૧૩) ભારતી બુચ (૧૪) નીખીલ બેંગાલી (૧૫) અમિશી બેંગાલી (૧૬) લજિતા ખોના (૧૭) નીતીન જે બજરીઆ (૧૮) જ્યોતિ ખંડવાલા (૧૯) વિભા મહેશ્ર્વરી (૨૦) મહેન્દ લોઢાવિઆ (૨૧) પ્રવીણ વોરા (૨૨) પુષ્પા પટેલ (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) મનિષા શેઠ (૨૫) ફાલ્યુની શેઠ (૨૬) હર્ષા મહેતા (૨૭) મીનળ કાપડિયા (૨૮) મહેશ દોશી (૨૯) જયવંત પદમશી ચિખલ (૩૦) દિલીપ પરીખ (૩૧) વિણા સંપત (૩૨) દેવેન્દ્ર સંપત (૩૩) મહેશ સંઘવી (૩૪) અલકા વાણી (૩૫) ઈનાક્ષીબેન દલાલ (૩૬) હિનાબેન દલાલ (૩૭) રમેશભાઈ દલાલ (૩૮) જ્યોત્સના ગાંધી (૩૯) અંજુ તોલીઆ (૪૦) ભાવના કારવે (૪૧) રજનિકાંત પાટવા (૪૨) સુનિતા પાટવા (૪૩) અરવિંદ કામદાર (૪૪) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૫) તાહેર ઔરંગાબાદવાલા (૪૬) શીરીન ઔરંગાબાદવાલા (૪૭) અબદુલ્લા એફ મુનીમ (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) હરિશ મનુભાઈ ભટ્ટ