ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
શિવ ગદા
વિષ્ણુ તલવાર
ગણપતિ ચક્ર
કાલી મા ત્રિશૂળ
ભીમ અંકુશ

ઓળખાણ પડી?
ગુજરાતમાં ખોડિયાર માતાનાં મહત્ત્વનાં ત્રણ મંદિર છે. એમાંથી ભાવનગર નજીક કયા ગામમાં ખોડિયાર મા બિરાજમાન છે એ આપેલા વિકલ્પમાંથી શોધી શકશો?
અ) વલ્લભીપુર બ) રાજપરા ક) રોહિશાળા ડ) વરતેજ

ગુજરાત મોરી મોરી રે
નરસિંહ મહેતાના પ્રખ્યાત ભજનમાં ખૂટતા શબ્દ જણાવો.
જાગ ને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે?
————- ગોવાળ ટોળે મળ્યા, વડો રે ગોવાળિયો કોણ થાશે?
અ) એકસો ને આઠ બ) બસો ને છપ્પન
ક) ત્રણસેં ને સાઠ ડ) પાંચસો ને વીસ

માતૃભાષાની મહેક
આકાશ એટલે પાંચ મહાભૂતો માંહેનું પહેલું તત્ત્વ. આકાશના ૪ ભેદ: મહાકાશ, જલાકાશ, અભ્રાકાશ-મેઘાકાશ અને ઘટાકાશ. અનંત અખંડ સ્વરૂપે આકાશ તે મહાકાશ. જળ ધરાવે તે જળાકાશ. અભ્ર કે વાદળામાં પ્રતિબંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. વાદળાંની વરાળમાં પાણી સૂક્ષ્મ રૂપે રહેલું હોવાથી ત્યાં પ્રતિબિંબ પડે જ, એ પ્રમાણે અભ્રમાં પ્રતિબિંબરૂપે પડેલું આકાશ તે અભ્રાકાશ. ઘડા વગેરેમાં રહેલું આકાશ તે ઘટાકાશ.

ઈર્શાદ
બધી જ આશા, બધી જ ઈચ્છા, મળી શકે ના કદી જીવનમાં,
બધી કળીઓ શું પૂર્ણ ખીલી સુમન થતી જોઈ છે ચમનમાં?
— લોકગીત

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ગરથ ગાંઠે અને વિદ્યા પાઠે’ કહેવતમાં ગરથ શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) રોકડ નાણું બ) ગૂંચ ક) અસ્ક્યામત ડ) ગૌરવ

માઈન્ડ ગેમ
પાંચાલ નરેશ દ્રુપદ અને દ્રૌપદીના જોડિયા ભાઈનું નામ જણાવો જેને મહાભારતમાં અશ્ર્વત્થામાએ મોતને ઘાટ ઉતાર્યો હતો.
અ) શલ્ય બ) વિકર્ણ
ક) વિચિત્રવિર્ય ડ) દ્યુષ્ટદ્યુમ્ન

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
જપમાળા ROSARY
મંત્રોચ્ચાર CHANT
યાત્રા PILGRIMAGE
ઉપદેશ SERMON
આહુતિ OFFERING

ગુજરાત મોરી મોરી રે
સુખડાં

ઓળખાણ પડી?
યુએસએ

માઈન્ડ ગેમ
તરન તરન સાહિબ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
પૃથ્વી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) પ્રતીમા પમાણી (૫) ધીરેન્દ્ર ઉદ્દતેશી (૬) નીતા દેસાઈ (૭) ભારતી બુચ (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) મહેન્દ્ર લોઢાવિયા (૧૧) શ્રદ્ધા આશર (૧૨) પુષ્પા પટેલ (૧૩) નિખિલ બંગાળી (૧૪) અમીશી બંગાળી (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) પ્રવીણ વોરા (૧૭) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૧૮) નંદકિશોર સંજાણવાળા (૧૯) મીનળ કાપડિયા (૨૦) ભાવના કર્વે (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) દિલીપ પરીખ (૨૩) રજનીકાંત પટવા (૨૪) સુનીતા પટવા ર્ે(૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મહેશ દોશી (૨૮) કલ્પના આશર (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) વિણા સંપટ (૩૧) હર્ષા મહેતા (૩૨) શિલ્પા શ્રોફ (૩૩) શીરીન ઔરંગાબાદવાલા (૩૪) અબદુલ્લા એફ. મુનીમ (૩૫) શીરીન ઔરંગાબાદવાલા (૩૬) અલકા વાણી (૩૭) પુષ્પા ખોના (૩૮) જગદીશ ઠક્કર (૩૯) નિતીન બજરિયા (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) નયના ગિરીશ મિસ્ત્રી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) જ્યોત્સના ગાંધી (૪૬) જયંતી ચિખલ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો