ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ઉત્તર પ્રદેશમાં મંદાકિની મંદિરના કિનારે આવેલા તીર્થસ્થળની ઓળખાણ પડી? લોકવાયકા પ્રમાણે ભગવાન રામે વનવાસનાં ૧૪ વર્ષોમાંથી ૧૧ વર્ષ અહીં વ્યતીત કર્યાં હતાં.
અ) મહાબોધિ મંદિર બ) બિરલા મંદિર ક) ચિત્રકૂટ ધામ ડ) પ્રયાગ કુંડ
ભાષા વૈભવ…
A B
ગુંટુર બિહાર
છાપરા ઝારખંડ
કોસંબા હરિયાણા
રોહતક આંધ્ર પ્રદેશ
રાંચી ગુજરાત
ગુજરાત મોરી મોરી રે
ઝવેરચંદ મહેતાની રચનામાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘રક્ત ટપકતી સો સો ઝોળી ——————- આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે’
અ) સરહદેથી બ) વીરરસની ક) સમરાંગણથી ડ) નિરાશાથી
માતૃભાષાની મહેક
વહાણ એટલે જહાજ, બારકસ, નાવ, મોટી હોડી, મછવો, નૌકા, તરણિ, તરી, નૌ, દરિયામાં મુસાફરી કરવા માટેનું મોટું સાધન. મછવા, પડાવ, બતેલા વગેરે વહાણની જાત છે.બાપનું વહાણ અને બેસવાની તાણ એટલે બધો કારભાર પોતાના હાથમાં હોવા છતાં લાભ ન મળવો. વહાણ કમાવું એટલે મોટો પરદેશી વેપાર ખેડવો, કમાઈ કરવી, પુષ્કળ કમાવું, દરિયાઈ વેપાર કરવો.
ઈર્શાદ
પ્રેમનો ઉત્તર ત્રિરાશી માંડવાથી નહીં મળે,
ઘેલછા આંખોમાં ઉમેરાય તો કાંઈ થઈ શકે.
— હેમેન શાહ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ઉત્સુકતા ખાતર ટોળામાં હાજર રહ્યો એમાં યુવાન નવાણિયો કૂટાઈ ગયો, આ વાક્યમાં નવાણિયો શબ્દનો અર્થ શું થાય એ જણાવો.
અ) નરમઘેંસ બ) વેપારી ક) ક્ષત્રિય ડ) નિર્દોષ
માઈન્ડ ગેમ
દેશભરમાં પથરાયેલા ૫૧ શક્તિપીઠમાંથી કયું શક્તિપીઠ ઈશાન ભારતના આસામ રાજ્યમાં સ્થિત છે એ આપેલા વિકલ્પોમાંથી શોધી કાઢો.
અ) ત્રિપુરમાલિની બ) અવંતિ
ક) સાવિત્રી ડ) કામાખ્યા
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
નૈવેદ્ય પ્રસાદ
ષોડશોપચાર મૂર્તિ પૂજનની ૧૬ રીત
યજ્ઞોપવિત જનોઈ
પર્વ તહેવાર
આખડી માનતા
ગુજરાત મોરી મોરી રે
જૂજવાં
ઓળખાણ પડી?
સિક્કિમ
માઈન્ડ ગેમ
પુણે
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
માપસર