ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
નૈવેદ્ય મૂર્તિ પૂજનની ૧૬ રીત
ષોડશોપચાર તહેવાર
યજ્ઞોપવિત માનતા
પર્વ પ્રસાદ

આખડી જનોઈ

ઓળખાણ પડી?
ઈશાન ભારતનાં ધાર્મિક સ્થળોમાં મોનેસ્ટ્રી – મઠ ઘણા છે. રુમટેક મોનેસ્ટ્રી તરીકે ઓળખાતો આ પ્રાચીન અને જાણીતો મઠની કયા રાજ્યમાં છે એ જણાવો.

અ) મણિપુર બ) સિક્કિમ ક) નાગાલેન્ડ ડ) મિઝોરમ

ગુજરાત મોરી મોરી રે
નરસિંહ મહેતાની રચનામાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘ઘાટ ઘડિયા પછી નામરૂપ ———– અંતે તો હેમનું હેમ હોયે.’
અ) અનેક બ) શોભતા ક) સર્જતા ડ) જૂજવાં


માતૃભાષાની મહેક

સ્યાદવાદનો અર્થ સાપેક્ષવાદ થાય છે. સાપેક્ષ સત્ય. બુદ્ધિથી કોઈ પણ પદાર્થ કે બ્રહ્માંડનું આંશિક સત્ય જ હાથ લાગે છે. એક આંધળાએ હાથીના પગ પકડીને તેને થાંભલા સમાન કહ્યો. બીજાએ કાન પકડી કહ્યું કે સુપડા સમાન, ત્રીજાએ સૂંઢ પકડીને કહ્યું વિશાળ અજગર છે અને ચોથાએ પૂંછડી પકડીને કહ્યું રસ્સી સમાન છે. દાર્શનિક અને તાર્કિક વિવાદ પણ આવી જ રીતે ચાલે છે.

ઈર્શાદ
ગુસ્સે થયા લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.

— અમૃત ઘાયલ

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
કેટલાક લોકો મિતભાષી હોવાની સાથે સાથે મિત આહારી પણ હોય છે. આ વાક્યમાં મિતનો અર્થ શું થાય એ જણાવો.

અ) મીઠું બ) મનગમતું ક) માપસર ડ) મોળું

માઈન્ડ ગેમ
ભગવાન શંકરના ૧૨ જ્યોતિર્લિંગ પૈકી ભીમાશંકર મંદિર મહારાષ્ટ્રના કયા શહેરની નજીક આવેલું છે એ આપેલા વિકલ્પોમાંથી શોધી કાઢો.

અ) પુણે બ) ઔરંગાબાદ ક) નાશિક ડ) સોલાપુર

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
અશ્ર્વકલંતા મંદિર આસામ
ગુરુવાયુર મંદિર કેરળ
વિઠ્ઠલ મંદિર મહારાષ્ટ્ર
બદરીનાથ મંદિર ઉત્તરાખંડ

વિષ્ણુપદ મંદિર બિહાર

ગુજરાત મોરી મોરી રે

સરજનહારા

ઓળખાણ પડી?

હેમકુંડ સાહિબ

માઈન્ડ ગેમ

યશોધરા

ચતુર આપો જવાબ
અર્થ જણાવો

રૂપાળી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૨) મૂળરાજ કપૂર (૩) ભારતી બુચ (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) નીતા દેસાઈ (૬) શ્રદ્ધા આશર (૭) સુભાષ મોમાયા (૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) ખુશરૂ કાપડિયા (૧૧) નિખિલ બંગાળી (૧૨) અમીશી બંગાળી (૧૩) પુષ્પા પટેલ (૧૪) વિભા મહેશ્ર્વરી (૧૫) મહેન્દ્ર લોઢાવિયા (૧૬) મીનળ કાપડિયા (૧૭) જ્યોતિ ખાંડવાલા (૧૮) પ્રવીણ વોરા (૧૯) મનીષા શેઠ (૨૦) ફાલ્ગુની શેઠ (૨૧) નંદકિશોર સંજાણવાળા (૨૩) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૪) ભાવના કર્વે (૨૫) હર્ષા મહેતા (૨૬) અંજના પરીખ (૨૭) રજનીકાંત પટવા (૨૮) સુનીતા પટવા (૨૯) જગદીશ ઠક્કર (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) મહેશ દોશી (૩૩) મહેશ સંઘવી (૩૪) તાહેર ઔરંગાબાદવાલા (૩૫) શીરીન ઔરંગાબાદવાલા (૩૬) અબદુલ્લા એફ મુનીમ (૩૭) જયવંત પદમશી ચિખલ (૩૮) દિલીપ પરીખ (૩૯) હરીશ મનુભાઈ ભટ્ટ (૪૦) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૧) જ્યોત્સના ગાંધી (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) રમેશ દલાલ (૪૫) અંજુ ટોલિયા (૪૬) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૭) નિતીન બજરિયા (૪૮) નયના ગિરીશ મિસ્ત્રી (૪૯) અરવિંદ કામદાર (૫૧) અલકા વાણી

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત