ફન વર્લ્ડ
ઓળખાણ પડી?
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા શીખ લોકોના પ્રસિદ્ધ તીર્થ સ્થાનની ઓળખાણ પડી? 15 હજાર ફૂટની ઊંચાઈએ બરફના સરોવરના કિનારે સાત પહાડો વચ્ચે આવેલું છે.
અ) નાનક ઝિરા સાહિબ બ) ગુદ્વારા બંગલા સાહિબ
ક) હેમકુંડ સાહિબ ) હરમંદિર સાહિબ
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
અશ્વકલંતા મંદિર બિહાર
ગુવાયુર મંદિર મહારાષ્ટ્ર
વિઠ્ઠલ મંદિર ઉત્તરાખંડ
બદરીનાથ મંદિર કેરળ
વિષ્ણુપદ મંદિર આસામ
ગુજરાત મોરી મોરી રે
અત્યંત પ્રચલિત પ્રાર્થનામાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
`મંદિર તાં વિશ્વ પાળું સુંદર —————– રે, પળ પળ તારાં દર્શન થાયે, દેખે દેખણહારા રે’
અ) શોભનકર્તા બ) મનભાવન ક) સરજનહારા ડ) અલૌકિક ધારા
ઈર્શાદ
નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય,
શત લાંઘણ જો સિંહ કરે તોય તૃણ નવ ખાય.
— લોક રચના
માતૃભાષાની મહેક
માનવ પ્રકૃતિમાં રસ તે એક સ્વભાવિક તત્ત્વ છે, કારણ કે સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુણનું તે બંધારણ છે. એ ત્રણ ગુણના પ્રાધાન્ય ગૌણત્વ પરત્વે અમુક અમુક રસ ઉત્પન્ન થાય છે. સત્ત્વગુણનું વિશેષે ગૌણત્વ અને રજ, તમનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શૃંગાર, હાસ્ય, કણ, વીર, રૌદ્ર, ભયાનક, અદ્ભુત, બીભત્સ એવા આઠ રસ છે અને સત્ત્વગુણનું વિશેષે પ્રાધાન્ય હોય તેમાં શાંત રસ એમ નવ રસ ગણાય છે.
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
`હે આવી આસોની રઢિયાળી રાત મોરી માં, પગલાં પાડોને બિરદાળી માં હો…’ પંક્તિમાં રઢિયાળીનો અર્થ શું થાય એ જણાવો.
અ) અંધારી બ) રેઢી ક) રૂપાળી ડ) મહેકતી
માઈન્ડ ગેમ
હાલ નેપાળમાં આવેલા લુમ્બિનીમાં જન્મેલા સિદ્ધાર્થ ગૌતમ (ભગવાન બુદ્ધ)ના સાંસારિક જીવનમાં કોની સાથે વિવાહ થયા હતા એ જણાવો.
અ) યશોમતિ બ) અલકનંદા ક) યશોધરા ડ) ગોમતી
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
શિખરજી દેરાસર ઝારખંડ
ગોમટેશ્વર ધર્મસ્થાન કર્ણાટક
વેંકટેશ્વર મંદિર આંધ્ર પ્રદેશ
દ્વારકાધીશ મંદિર ગુજરાત
કુલપાકજી દેરાસર તેલંગાણા
ગુજરાત મોરી મોરી રે
મન
ઓળખાણ પડી?
ભદ્રાચલમ મંદિર
માઈન્ડ ગેમ
સહદેવ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
નીકળ્યા