ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો

   A                       B


શિખરજી દેરાસર આંધ્ર પ્રદેશ
ગોમટેશ્ર્વર ધર્મસ્થાન ઝારખંડ
વેંકટેશ્ર્વર મંદિર તેલંગાણા
દ્વારકાધીશ મંદિર કર્ણાટક

કુલપાકજી દેરાસર ગુજરાત

ઓળખાણ પડી?
ગોદાવરી નદીના કિનારે વસેલા સીતા રામ મંદિરની ઓળખાણ પડી? તેલંગાણાનું આ મંદિર ભક્તજનોમાં દક્ષિણના અયોધ્યા તરીકે પણ જાણીતું છે.
અ) ભદ્રાચલમ મંદિર બ) રામ રાજા મંદિર

ક) રામસ્વામી મંદિર ડ) કોદંડારામા મંદિર

ગુજરાત મોરી મોરી રે
અત્યંત પ્રચલિત જૈન સ્તવનમાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘તમે ——– મૂકીને વરસ્યા, અમે જનમ જનમનાં તરસ્યા.’

અ) હૃદય બ) મન ક) દિલ ડ) ઈચ્છા

માતૃભાષાની મહેક
ચંદરવો બાંધવો એટલે ફજેત થવું, નિંદા પામવું, ઉઘાડું પડવું, જાહેર કરવું, કીર્તિ ગજવી મૂકવી, પ્રખ્યાતિ થવી, જૂઠું નામ કે કીર્તિ મેળવવી જેવા વિવિધ અર્થ શબ્દકોશમાં આપવામાં આવ્યા છે. ચંદરવો બાંધવા સૌ આવે પણ છોડવા કોઇ ન આવે કહેવત જાણીતી છે જેનો અર્થ થાય છે

સારૂં કામ કરવામાં અગાઉ સૌ મદદ કરે પણ પ્રસંગ વીત્યે પાછળથી કોઇ કામ ના આવે.

ઈર્શાદ
વાતું કોને જઈને કરીએ, વાતું કોને જઈને કરીએ,
હૈયાની હુતાશણને બસ અમે હૈયામાં સંઘરીએ.

— લોક રચના

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘મથુરાની વાટ મહીં વેચવાને નીસર્યા’ પંક્તિમાં નીસર્યાનો અર્થ શું થાય એ જણાવો.

અ) નિસરણી બ) નીકળ્યા ક) પહોંચ્યા ડ) નાઈલાજ

માઈન્ડ ગેમ
શસ્ત્રવિદ્યામાં નિપુણ અને ઋજુ સ્વભાવના કયા પાંડવ પુત્રએ મહાભારતના યુદ્ધમાં મામા શકુનિની હત્યા કરી હતી એ આપેલા વિકલ્પમાંથી શોધી જણાવો.
અ) યુધિષ્ઠિર બ) સહદેવ

ક) અર્જુન ડ) નકુળ

ગયા સોમવારના જવાબ

   A                       B


હુતાશની પૂર્ણિમા ફાગણ
દુર્ગાપૂજા આસો
સીતા નવમી વૈશાખ
ઋષિ પંચમી ભાદરવો

ગુડી પડવો ચૈત્ર

ગુજરાત મોરી મોરી રે

તુલસીના વન

ઓળખાણ પડી?

બિહાર

માઈન્ડ ગેમ

શૂરસેન

ચતુર આપો જવાબ
અર્થ જણાવો

પવિત્ર

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર, (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૩) ભારતી બુચ, (૪) તાહેર ઔરંગાબાદવાલા, (૫) શીરીન ઔરંગાબાદવાલા, (૬) અબદુલ્લા એફ મુનીમ, (૭) ધીરેન્દ્ર ઉદેશી, (૮) પ્રતિમા પામાણી, (૯) શ્રદ્ધા અસાર, (૧૦) સુભાષ મોમાયા, (૧૧) લલિતા ખોના, (૧૨) ડૉ. પ્રકાશ પટકિયા, (૧૩) ભારતી પ્રકાશ કટકિયા, (૧૪) હર્ષા મેહતા, (૧૫) ખુશરુ કાપડિયા, (૧૬) વિભા મહેશ્ર્વરી, (૧૭) નંદકિશોર સંજાણવાળા, (૧૮) પુષ્પા પટેલ, (૧૯) જ્યોતિ ખાંડવાલા, (૨૦) મીનળ કાપડિયા, (૨૧) રજનિકાંત પટવા, (૨૨) સુનિતા પટવા, (૨૩) મનિષા શેઠ, (૨૪) ફાલ્ગુની શેઠ, (૨૫) નિખીલ બેંગાલી, (૨૬) અમિષી બેંગાલી, (૨૭) મહેશ દોશી, (૨૮) મહેશ સંઘવી, (૨૯) સુરેખા દેસાઈ, (૩૦) ભાવના કારવે, (૩૧) દિલીપ પરિખ, (૩૨) જગદિશ ઠક્કર, (૩૩) જયવંત પદમશી ચિખલ, (૩૪) નિતા દેસાઈ, (૩૫) વિણા સંપત, (૩૬) દેવેન્દ્ર સંપન, (૩૭) અંજુ તોલીયા, (૩૮) પુષ્પા ખોના, (૩૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ,(૪૦) રસિક જુઠાણી-ટોરોન્ટો-કેનેડા, (૪૧) યોગેશભાઈ આર. જોષી, (૪૨) નીતીન જે. બજરીયા, (૪૩) પ્રવીણ વોરા, (૪૪) જ્યોત્સના ગાંધી, (૪૫) ઈનાક્ષીબેન દલાલ, (૪૬) હિનાબેન દલાલ, (૪૭) રમેશભાઈ દલાલ, (૪૮) મહેન્દ્ર લોઢવીયા, (૪૯)વિજય આસર.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button