ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
હુતાશની પૂર્ણિમા ચૈત્ર
દુર્ગાપૂજા વૈશાખ
સીતા નવમી ફાગણ
ઋષિ પંચમી આસો
ગુડી પડવો ભાદરવો
ઓળખાણ પડી?
ગૌતમ બુદ્ધને બોધગયામાં પવિત્ર અંજીરના વૃક્ષ – બોધિ વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી એવી માન્યતા છે. બોધગયા ભારતના કયા રાજ્યમાં સ્થિત છે એ જણાવો.
અ) બિહાર બ) મધ્ય પ્રદેશ ક) ઓડિશા ડ) કર્ણાટક
ગુજરાત મોરી મોરી રે
શ્રીનાથજીને ભજતી આ અમર રચનામાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘મારું મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં —————– મારા પ્રાણજીવન.’
અ) ફૂલડાંની ફોરમ બ) તરૂવરની છાયા
ક) તુલસીના વન ડ) કેસુડાના રંગ
માતૃભાષાની મહેક
અગ્નિ એટલે પ્રકાશ અને ગરમીનો ઉપરી દેવ. તેનું વાહન ઘેટું, ખોરાક ઘી, અને કામ દેવને યજ્ઞભાગ પહોંચાડવાનું છે. અગ્નિને કલ્પની શરૂઆતમાં બ્રહ્મદેવે પૂર્વ અને દક્ષિણ એ બે વચ્ચેની દિશાનું ઉપરીપણું આપ્યું હતું, એથી એ દિશાનું આગ્નેયી એટલે અગ્નિખૂણો એવું નામ પડ્યું છે. દક્ષપ્રજાપતિની ૧૬ ક્ધયામાંથી સ્વાહા નામની ક્ધયા એમની પત્ની હતી.
ઈર્શાદ
લવિંગ કેરી લાકડિયે રામે સીતાને માર્યાં જો,
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો.
— લોક રચના
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘ગોપીજનોએ સેવ્યાં ભુવન સ્વજન પાવન રાખતાં’ પંક્તિમાં પાવનનો અર્થ શું થાય એ જણાવો.
અ) હવા બ) નાનું જંગલ ક) પવિત્ર ડ) પાલક
માઈન્ડ ગેમ
કૃષ્ણ, બલરામ અને સુભદ્રાના પિતા તેમજ માતા કુંતીના ભાઈ શ્રી વાસુદેવ કયા રાજાના પુત્ર હતા એ આપેલા વિકલ્પમાંથી શોધી જણાવો.
અ) શાંતનુ બ) દેવેશ ક) શૂરસેન ડ) વૃષકેતુ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
મહા સુદ આઠમ ખોડિયાર જયંતી
શ્રાવણ વદ આઠમ ગોકુળાષ્ટમી
આસો સુદ આઠમ દુર્ગાષ્ટમી
ભાદરવા સુદ આઠમ રાધાષ્ટમી
કારતક વદ આઠમ કાળ ભૈરવ જયંતી
ગુજરાત મોરી મોરી રે
કાલાવાલા
ઓળખાણ પડી?
લખપત
માઈન્ડ ગેમ
ઋષભદેવ
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
મુશ્કેલી
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) મુલરાજ કપૂર, (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૩) ભારતી બુચ, (૪) તાહેર ઔરંગાબાદવાલા, (૫) શીરીન ઔરંગાબાદવાલા, (૬) અબદુલ્લા એફ મુનીમ, (૭) ધીરેન્દ્ર ઉદેશી, (૮) પ્રતિમા પામાણી, (૯) શ્રદ્ધા અસાર, (૧૦) સુભાષ મોમાયા, (૧૧) લલિતા ખોના, (૧૨) ડૉ. પ્રકાશ પટકિયા, (૧૩) ભારતી પ્રકાશ કટકિયા, (૧૪) હર્ષા મેહતા, (૧૫) ખુશરુ કાપડિયા, (૧૬) વિભા મહેશ્ર્વરી, (૧૭) નંદકિશોર સંજાણવાળા, (૧૮) પુષ્પા પટેલ, (૧૯) જ્યોતિ ખાંડવાલા, (૨૦) મીનળ કાપડિયા, (૨૧) રજનિકાંત પટવા, (૨૨) સુનિતા પટવા, (૨૩) મનિષા શેઠ, (૨૪) ફાલ્ગુની શેઠ, (૨૫) નિખીલ બેંગાલી, (૨૬) અમિષી બેંગાલી, (૨૭) મહેશ દોશી, (૨૮) મહેશ સંઘવી, (૨૯) સુરેખા દેસાઈ, (૩૦) ભાવના કારવે, (૩૧) દિલીપ પરિખ, (૩૨) જગદિશ ઠક્કર, (૩૩) જયવંત પદમશી ચિખલ, (૩૪) નિતા દેસાઈ, (૩૫) વિણા સંપત, (૩૬) દેવેન્દ્ર સંપન, (૩૭) અંજુ તોલીયા, (૩૮) પુષ્પા ખોના, (૩૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ,(૪૦) રસિક જુઠાણી-ટોરોન્ટો-કેનેડા, (૪૧) યોગેશભાઈ આર. જોષી, (૪૨) નીતીન જે. બજરીયા, (૪૩) પ્રવીણ વોરા, (૪૪) જ્યોત્સના ગાંધી, (૪૫) ઈનાક્ષીબેન દલાલ, (૪૬) હિનાબેન દલાલ, (૪૭) રમેશભાઈ દલાલ, (૪૮) મહેન્દ્ર લોઢવીયા, (૪૯)વિજય આસર.