ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
A B
મહા સુદ આઠમ દુર્ગાષ્ટમી
શ્રાવણ વદ આઠમ ખોડિયાર જયંતી
આસો સુદ આઠમ રાધાષ્ટમી
ભાદરવા સુદ આઠમ કાળ ભૈરવ જયંતી
કારતક વદ આઠમ ગોકુળાષ્ટમી
ઓળખાણ પડી?
કચ્છના અનેક વિસ્તાર ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે. એમાંનું એક નારાયણ સરોવર કચ્છના કયા તાલુકામાં આવેલું છે? અહીંનું અભયારણ્ય પણ જાણીતું છે.
અ) નખત્રાણા બ) લખપત ક) રાપર ડ) માંડવી
ગુજરાત મોરી મોરી રે
પ્રભુને વિનવણી કરતી સંત પુનિતની અમર રચનામાં ખૂટતો શબ્દ ઉમેરી પંક્તિ પૂર્ણ કરો.
‘સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો ———————
અ) પ્રાર્થના બ) કાલાવાલા ક) આરતી ડ) આજીજી
માતૃભાષાની મહેક
તીર્થંકર એટલે તીર્થની સ્થાપના કરનાર. ગૃહવાસનો ત્યાગ કરી શ્રમણત્વ (સાધુપણું) સ્વીકારી યોગસાધના દ્વારા રાગદ્વેષનો આત્યંતિક ક્ષય કરી આત્મિક શક્તિઓનું આવરણ કરનાર, બધાં જ કર્મોનો ધ્વંસ કરી કેવળ જ્ઞાન (સર્વજ્ઞત્વ) પામ્યા પછી જે કોઈ જીવ તીર્થની સ્થાપના કરે છે તે તીર્થંકર. જૈન ધર્મમાં તીર્થંકર જ ઈશ્ર્વર છે. કોઈ પણ જીવ આધ્યાત્મિક સાધના દ્વારા તીર્થંકર અને ઈશ્ર્વર બની શકે છે.
ઈર્શાદ
પગ તમે ધોવા દ્યો રઘુરાય, પ્રભુ મને વહેમ પડ્યો મનમાંય,
મને તમારા પગ ધોવા દ્યો રઘુરાય.
— દુલા ભાયા ‘કાગ’
ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો
જવાનીનું રળેલું ને પરોઢિયાનું દળેલું આપત્તિમાં કામ લાગે એ અત્યંત માર્મિક કહેવતમાં આપત્તિનો અર્થ શું થાય એ જણાવો.
અ) આપવું બ) આમના પાન ક) આરામ ડ) મુશ્કેલી
માઈન્ડ ગેમ
જૈન સંપ્રદાયમાં કુલ ૨૪ તીર્થંકર થઈ ગયા. એમાંના સૌથી પહેલા તીર્થંકરનું નામ જણાવો. એ તીર્થંકર આદેશ્ર્વર દાદા તરીકે પણ ઓળખાય છે.
અ) વિમલનાથ બ) ઋષભદેવ ક) મુનિસુવ્રત સ્વામી ડ) પાર્શ્ર્વનાથ
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
રાજા રામમોહન રોય બ્રહ્મો સમાજ
સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ મિશન
દયાનંદ સરસ્વતી આર્ય સમાજ
જ્યોતિબા ફૂલે સત્ય શોધક સમાજ
મહર્ષિ કર્વે પ્રથમ મહિલા યુનિવર્સિટી
ગુજરાત મોરી મોરી રે
ઝીણાભાઈ દેસાઈ
ઓળખાણ પડી?
મધ્ય પ્રદેશ
માઈન્ડ ગેમ
કેતુમાન
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
અટકચાળો
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ, (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) ધીરેન્દ્ર ઉદ્દેશી (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) ખુશરૂ કાપડિયા (૮) જ્યોતિ ખાંડવાલા (૯) વિભા મહેશ્ર્વરી (૧૦) પુષ્પા પટેલ (૧૧) લજિતા ખોના (૧૨) ડો. પ્રકાશ કટકિયા (૧૩) ભારતી પ્રકાશ કટકિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) હર્ષા મહેતા (૧૬) નિખિલ બંગાળી (૧૭) અમીશી બંગાળી (૧૮) વિભા મહેશ્ર્વરી (૧૯) મુલરાજ કપૂર (૨૦) મીનળ કાપડિયા (૨૧) ભાવના કર્વે (૨૨) રજનીકાંત પટવા (૨૩) સુનીતા પટવા (૨૪) મહેશ દોશી (૨૫) શીરીન ઔરંગાબાદવાલા (૨૬) તાહેર ઔરંગાબાદવાલા (૨૭) અબદુલ્લા એફ. મુનીમ (૨૮) પુષ્પા ખોના (૨૯) અરવિંદ કામદાર (૩૦) મહેશ સંઘવી (૩૧) દેવેન્દ્ર સંપટ (૩૨) જ્યોતસના ગાંધી (૩૩) ઈનાક્ષી દલાલ (૩૪) હિના દલાલ (૩૫) રમેશ દલાલ (૩૬) મનીષા શેઠ (૩૭) ફાલ્ગુની શેઠ (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) અંજુ ટોલિયા (૪૦) કલ્પના આશર (૪૧) નિતીન બજરિયા (૪૨) દિલીપ પરીખ (૪૩) સુરેખા દેસાઈ (૪૪) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૪૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૬) નયના ગિરીશ મિસ્ત્રી