ધર્મતેજ

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
શ્રી અરવિંદ આશ્રમ વારાણસી
બેલૂર મ તમિલનાડુ
આદિયોગી શિવ આશ્રમ પશ્ર્ચિમ બંગાળ
સાઇકલ સ્વામી આશ્રમ અમદાવાદ

સાબરમતી આશ્રમ પુડુચેરી

ઓળખાણ પડી?
રઘુવંશના કુળગુરુ અને હિમાલયના શિખર ઉપર આશ્રમ ધરાવનારા ઋષિની ઓળખાણ પડી? સત્યવક્તા એવા આ ઋષિ બ્રહ્માના ૧૦ માનસપુત્ર પૈકી એક હતા.
અ) દ્રોણ બ) વશિષ્ઠ

ક) સાંદિપની ડ) પરશુરામ

ગુજરાત મોરી મોરી રે
‘પાર્થને કહો ચડાવે બાણ હવે તો યુદ્ધ એ જ કલ્યાણ, કહો કુંતાની છે એ આણ, પાર્થને કહો ચડાવે બાણ’ એ યાદગાર પંક્તિઓ ક્યા કવિની છે એ કહો.
અ) ઝવેરચંદ મેઘાણી બ) અખો

ક) નાનાલાલ ડ) ઝીણાભાઈ દેસાઈ

માતૃભાષાની મહેક
આજનો શબ્દ છે પંચામૃત. દેવતાને ચડાવવા માટે વપરાય એ દૂધ, દહીં, ઘી, સાકર અને મધ એમ પાંચ વસ્તુનું મિશ્રણ. વૈદકમાં આવતા પાંચ ગુણકારી ઔષધિ ગળો, ગોખરુ, મૂસળી, ગોરખમૂંડી અને શતાવરી પણ આ નામે ઓળખાય છે. આ પાંચેય ઔષધિનો સમૂહ પંચામૃતયોગ તરીકે સુધ્ધાં ઓળખાય છે. કળથી, મગ, તુવેર, અડદ અને વાલનું બનાવેલું ઓસામણ પંચામૃત્યૂષ કહેવાય છે.
——૧
ઈર્શાદ
મેં ફરી માળો બનાવ્યો છે વૃક્ષ પર, વીજળીની જેમ ત્રાટકજે હવે,
હાથ મારો હાથમાં લીધો તો છે, રોગ શો છે એય પારખજે હવે.

— ચિનુ મોદી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
ફરક માત્ર એક માત્રાનો છે શેઠ અને શઠ વચ્ચે, પણ અર્થમાં ઘણો ફરક છે. મજા એ વાતની છે કે ઘણા શેઠ શઠ હોય છે, પણ કોઈ શઠ ભાગ્યે જ શેઠ હોય. શઠનો અર્થ જણાવો.

અ) ચતુર બ) કંજૂસ ક) દિલાવર ડ) લબાડ

માઈન્ડ ગેમ
અમૃત સંજીવની વિદ્યામાં પ્રવીણ ગુરુનું નામ કહી શકશો? શિવજીએ તેમને મૃત સંજીવની શીખવી હતી અને ગુરુએ મૃત દૈત્યોને જીવંત કર્યા હતા.
અ) શુક્રાચાર્ય બ) કણ્વ

ક) વિશ્વામિત્ર ડ) વિરાટ

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
ઇન્દુસાર અમૃત
ઇન્દ્રમૌલિ શંકર
ઈન્દ્રની પત્ની શચિ
ઇંદ્રકુંજર હાથીનું નામ

ઇન્દ્રભાનુ વાનરનું નામ

ગુજરાત મોરી મોરી રે

અમદાવાદ

ઓળખાણ પડી?

રામ કી પૈડી

માઈન્ડ ગેમ

દુ:શલા

ચતુર આપો જવાબ
અર્થ જણાવો

ફૂલવાડી

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) મુલરાજ કપૂર (૩) સુભાષ મોમાયા (૪) નીતા દેસાઈ (૫) શ્રદ્ધા આશર (૬) ભારતી બુચ (૭) વિભા મહેશ્ર્વરી
(૮) ખુશરૂ કાપડિયા (૯) ડો. પ્રકાશ કટકિયા (૧૦) ભારતી પ્રકાશ કટકિયા (૧૧) લજિતા ખોના (૧૨) પુષ્પા પટેલ (૧૩) મીનળ કાપડિયા (૧૪)
જ્યોતિ ખાંડવાલા (૧૫) અતુલ જે. શેઠ (૧૬) નંદકિશોર સંજાણવાળા (૧૭) મનીષા શેઠ (૧૮) ફાલ્ગુની શેઠ (૧૯) નિખિલ બંગાળી (૨૦) અમીશી બંગાળી (૨૧) હર્ષા મહેતા (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) ભાવના કવે૪ (૨૪) શીરીન ઔરંગાબાદવાલા (૨૫) અબદુલ્લા એફ. મુનીમ
(૨૬) કલ્પના આશર (૨૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૨૮) મહેશ દોશી (૨૯) અંજુ ટોલિયા (૩૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૧) દિલીપ પરીખ (૩૨) રજનીકાંત પટવા (૩૩) સુનીતા પટવા (૩૪) શિલ્પા શ્રોફ (૩૫) જયવંત પદમશી ચિખલ (૩૬) નિતિન બજરિયા (૩૭) પુષ્પા ખોના (૩૮) સુરેખા દેસાઈ (૩૯) દેવેન્દ્ર સંટપટ (૪૦) અરવિંદ કામદાર (૪૧) જગદીશ ઠક્કર (૪૨) જ્યોત્સના ગાંધી (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) હિના દલાલ (૪૫) રમેશ દલાલ (૪૬) પ્રતિમા પરમાર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button