ફન વર્લ્ડ | મુંબઈ સમાચાર

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
જોડી જમાવો
A B
ઇન્દુસાર શચિ
ઇન્દ્રમૌલિ અમૃત
ઈન્દ્રની પત્ની વાનરનું નામ
ઇંદ્રકુંજર શંકર

ઇન્દ્રભાનુ હાથીનું નામ

ઓળખાણ પડી?
અયોધ્યાના ધાર્મિક પર્યટન તરીકે વિકાસ થવાનો છે એ સરયૂ નદીના કિનારે આવેલી ઘાટની શ્રુંખલાની સ્થળની ઓળખાણ પડી? હાલ અહીં ચાર ઘાટ છે જે વધારી સાત કરવામાં આવશે.

અ) સીતા કી રસોઈ બ) સ્વર્ગ દ્વાર ક) રામ કી પૈડી ડ) કનક ઘાટ

ગુજરાત મોરી મોરી રે
દુષ્કાળમાં કારીગરોને રોજગાર મળતો રહે અને ધર્મલાભ પણ થાય એ હેતુથી બાંધવામાં આવેલા હઠીસિંહનાં દેરાં ગુજરાતના ક્યા શહેરમાં છે એ જણાવો.
અ) હળવદ બ) અમદાવાદ

ક) જામનગર ડ) જૂનાગઢ

માતૃભાષાની મહેક
સંસ્કૃત ભાષામાં અયોધ્યાનો અર્થ ‘જેની સામે યુદ્ધ ન કરી શકાય તેવું’ એવો થાય છે. બ્રહ્માંડ પુરાણ જેવા કેટલાક પુરાણોમાં અયોધ્યાને હિંદુ ધર્મનાં છ પવિત્રતમ સ્થાનોમાંનું એક તરીકે દર્શાવવામાં આવ્યું છે.

ગૌતમ બુદ્ધનાં સમયમાં આ શહેર અયોજ્ઝા (પાલી ભાષા) તરીકે પણ ઓળખાતું હતું. અનેક વર્ષો પહેલા આ નગર સાકેત નામથી પણ ઓળખ ધરાવતું હતું.

ઈર્શાદ
જો આનંદ સંત ફકીર કરે, વો આનંદ નહીં અમીરી મેં;

સુખ દુ.ખમેં સમતા સાધ ધરે, તો કુછ ખોફ નહીં જાગીરી મેં. — લોકવાણી

ચતુર આપો જવાબ
અર્થ જણાવો
જાણીતા ભજન ‘સજા દો ઘર કો ગુલશન સા, અવધ મેં રામ આયે હૈ અવધ મેં રામ આયે હૈ મેરે સરકાર આયે હૈ અવધ મેં રામ આયે હૈ મેરે સરકાર આયે હૈ’ માં ગુલશનનો અર્થ જણાવો.

અ) ગુલાબ બ) ફૂલવાડી ક) સજાવટ ડ) તોરણ

માઈન્ડ ગેમ
મહાભારતમાં ધૃતરાષ્ટ્રના ૧૦૦ પુત્ર હતા જે કૌરવ તરીકે ઓળખાયા. આ ૧૦૦ ભાઈઓને એક બહેન પણ હતી એનું નામ આપેલા વિકલ્પમાંથી જણાવી શકશો?
અ) ઈરાવતી બ) તિલોત્તમા

ક) દુ:શલા ડ) દેવયાની

ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ
દૈવી સ્વરૂપ અને આયુધની જોડી જમાવો
A B
રામ કૌશલ્યાના પુત્ર
બલરામ રોહિણીનો પુત્ર
પરશુરામ રેણુકાના પુત્ર
ભરત માંડવીના પતિ

રાજીવ લોચન કમળ જેવી આંખવાળા

ઓળખાણ પડી?

કેવટ

માઈન્ડ ગેમ

તોલે

ગુજરાત મોરી મોરી રે

હનુમાન

ચતુર આપો જવાબ
ઉખાણું ઉકેલો

નાવિક

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) સુભાષ મોમાયા (૨) કિશોરકુમાર જીવણદાસ વેદ (૩) મુલરાજ કપૂર (૪) પ્રતિમા પમાની (૫) નીતા દેસાઈ (૬) ભારતી બુચ (૭) શ્રદ્ધા આશર
(૮) ડો. પ્રકાશ કટકિયા (૯) ભારતી પ્રકાશ કટકિયા (૧૦) પુષ્પા પટેલ (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નિખિલ બંગાળી (૧૩) અમીશી બંગાળી (૧૪)
વિભા મહેશ્ર્વરી (૧૫) લજિતા ખોના (૧૬) હર્ષા મહેતા (૧૭) મહેન્દ્ર લોઢાવિયા (૧૮) જયવંત પદમશી ચિખલ (૧૯) નંદકિશોર સંજાણવાળા
(૨૦) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૧) જયવંત પદમશી ચિખલ (૨૨) તાહેર ઔરંગાબાદવાલા (૨૩) શીરીન ઔરંગાબાદવાલા (૨૪) ભાવના કર્વે (૨૫) મનીષા શેઠ (૨૬) ફાલ્ગુની શેઠ (૨૭) મીનળ કાપડિયા (૨૮) જ્યોતિ ખાંડવાલા (૨૯) દેવેન્દ્ર સંપટ (૩૦) રજનીકાંત પટવા (૩૧) સુનીત પટવા (૩૨)
કલ્પના આશર (૩૩) વિણા સંપટ (૩૪) અંજુ ટોલિયા (૩૫) દિલીપ પરીખ (૩૬) મહેશ દોશી (૩૭) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા
(૩૮) નિતીન બજરિયા (૩૯) પુષ્પા ખોના (૪૦) જગદીશ ઠક્કર (૪૧) સુરેખા દેસાઈ (૪૨) જ્યોત્સના ગાંધી (૪૩) ઈનાક્ષી દલાલ (૪૪) રમેશ
દલાલ (૪૫) હિના દલાલ

સંબંધિત લેખો

Back to top button