ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
| Also Read: જ્યારે આપણે ભીતરી સત્યની અવહેલના કરીએ છીએ ત્યારે શંભુ રૂઠે…
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નવા ઈ-મેઈલ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
જોડી જમાવો
અ ઇ
કુંભકોણમ મંદિર પંજાબ
ત્ર્યંબકેશ્ર્વર મંદિર ત્રિપુરા
૧૪ દેવ-દેવીનું મંદિર તમિળનાડુ
જયંતિ દેવી મંદિર ગુજરાત
સાંદિપની મંદિર મહારાષ્ટ્ર
ઓળખાણ પડી?
ભગવાન બુદ્ધના દંતનાં અવશેષો ધરાવતું ‘ટેમ્પલ ઑફ ધ સેક્રેડ ટુથ રેલિક’ બૌદ્ધ મંદિર ભારતના કયા પાડોશી દેશમાં સ્થિત છે એની ઓળખાણ પડી?
અ) ભૂતાન બ) નેપાળ ક) શ્રીલંકા ડ) મ્યાનમાર
ગુજરાત મોરી મોરી રે
દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ ગાંધીજીએ ૧૯૧૫માં આશ્રમની સ્થાપના કરી હતી. ગાંધી વિચારધારા વિકસી એ આશ્રમનું નામ જણાવો.
અ) વર્ધા આશ્રમ બ) સાબરમતી આશ્રમ
ક) કોચરબ આશ્રમ ડ) ફિનિક્સ આશ્રમ
માતૃભાષાની મહેક
ખેતર એટલે અનાજ વાવવા ખેડીને સાફ કરેલી જમીન. ખેતર ભેળવવું એટલે ખેતરનો ઊભો મોલ ચારી દેવો અથવા પાક લઈ લીધા પછી ખેતરમાં ચરવા દેવાં. ખેતરાઈ એટલે એક શેઢે આવેલાં ખેતરોનો સમૂહ, ઘણાં ખેતર એકબીજાને અડીને હોય તે બધી જમીન. ખેતરપાળ એટલે ક્ષેત્રપાળ, ખેતરનું રક્ષણ કરનાર દેવ, ગ્રામ દેવતા.
| Also Read: સ્વયંસિદ્ધ સત્ય
ઈર્શાદ
ઘણાં વર્ષો પછી તરફેણનો વરસાદ આવ્યો છે,
અમે પણ પાંગરી જઈશું, તમે થોડો સમય આપો.
– ભાવિન ગોપાણી
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
‘વહુએ વગોવ્યા મોટા ખોરડાં રે લોલ’ પંક્તિમાં ખોરડાં શબ્દનો અર્થ શું થાય એ કહી શકશો?
અ) સંસ્કાર બ) સંબંધ ક) ઘર ડ) અરમાન
માઈન્ડ ગેમ
વિશ્ર્વમાં સૌથી વિશાળ અને ખ્રિસ્તીઓની અપાર શ્રદ્ધાનું પ્રતીક એવું સેન્ટ બેસિલિકા ચર્ચ કયા ઠેકાણે આવ્યું છે એ વિકલ્પમાંથી શોધી કાઢો.
અ) પેરિસ બ) વેટિકન સિટી
ક) બર્લિન ડ) સ્લોવેનિયા
ગયા સોમવારના જવાબ
ભાષા વૈભવ…
અ ઇ
કોણાર્ક સૂર્યમંદિર ઓડિશા
મીનાક્ષી મંદિર તમિલનાડુ
ગોમતેશ્ર્વર મંદિર કર્ણાટક
રુક્મિણી મંદિર ગુજરાત
મદનમોહન મંદિર પ. બંગાળ
ગુજરાત મોરી મોરી રે
બોટાદ
ઓળખાણ પડી?
તડકેશ્ર્વર
માઈન્ડ ગેમ
બિહાર
ચતુર આપો જવાબ
અર્થ જણાવો
સુખ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
| Also Read: સ્ટાર-યાર-કલાકાર: ઉછળતો – નાચતો- કૂદતો એકમાત્ર ‘યા…હૂ’ કલાકાર શમ્મી કપૂર
(૧) ડૉ. પ્રકાશ કટકિયા (૨) ભારતી પ્રકાશ કટકિયા (૩) સુરેખા દેસાઈ (૪) મુલરાજ કપૂર (૫) સુભાષ મોમાયા (૬) ભારતી બુચ (૭) કિશોરકુમાર જીવણદાસ વેદ (૮) તાહેર ઔરંગાબાદવાલા (૯) શીરીન ઔરંગાબાદવાલા (૧૦) વિભા મહેશ્ર્વરી (૧૧) ખુશરૂ કાપડિયા (૧૨) નુતન વિપીન (૧૩) પુષ્પા ખોના (૧૪) લજિતા ખોના (૧૫) પુષ્પા પટેલ (૧૬) મીનળ કાપડિયા (૧૭) કમલેશ મૈઠિઆ (૧૮) મહેશ દોશી (૧૯) અશોક સંઘવી (૨૦) શ્રદ્ધા આશર (૨૧) જ્યોતિ ખાંડવાલા (૨૨) પ્રવીણ વોરા (૨૩) મહેન્દ્ર લોઢાવિયા (૨૪) ભાવના કર્વે (૨૫) નિખિલ બંગાળી (૨૬) અમીશી બંગાળી (૨૭) કિશોર બી સંઘરાજકા (૨૮) અરવિંદ કામદાર (૨૯) અંજુ ટોલિયા (૩૦) દેવેન્દ્ર સંપટ (૩૧) વિણા સંપટ (૩૨) નીતા દેસાઈ (૩૩) શિલ્પા શ્રોફ (૩૪) નિતીન બજરિયા (૩૫) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૩૬) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૩૭) નયના ગિરીશ મિસ્ત્રી (૩૮) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૩૯) ફાલ્ગુની શેઠ (૪૦) જ્યોત્સના ગાંધી (૪૧) રમેશ દલાલ (૪૨) ઈનાક્ષી દલાલ (૪૩) હિના દલાલ (૪૪) મહેશ સંઘવી